Lava Blaze AMOLED 2 5G ફોનમાં મિડ્યાટેક ડાયમેન્સિટી 7060 પ્રોસેસર અને ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે.
Photo Credit: Lava
લાવા બ્લેઝ એમોલેડ 2 5G સ્ટીરિયો સ્પીકર્સથી સજ્જ છે
લાવાએ એકદમ સ્લીએમ અને દેખાવમાં અત્યંત આકર્ષક એવો Lava Blaze AMOLED 2 5G ભારતમાં લોન્ચ કર્યો છે. 11 ઓગસ્ટ, સોમવારે લોન્ચ થયેલા આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7060 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન 5000 mAh બેટરી અને 33W વાયર્ડ ચાર્જિંગથી સજ્જ છે. લાવા તેના હેન્ડસેટની બનાવટમાં જરાય બાંધછોડ કરતી નથી અને આ ફોનમાં પણ તમને ગ્લાસ બિલ્ટ આપવામાં આવ્યું છે. ફ્લેટ ડિઝાઇન અને પ્લાસ્ટિકની ફ્રેમ આપવામાં આવી છે. Lava Blaze AMOLED 2 5G પાંડા ગ્લાસથી સુરક્ષિત કરાયો છે. ફોનમાં બે કલર ફેધર વ્હાઇટ અને મિડનાઈટ બ્લેક ઉપલબ્ધ છે
હેન્ડસેટમાં 6.67 ઇંચ એમોલેડ ડિસ્પ્લે છે અને રીફ્રેશ રેટ 120 Hz રહેશે તેમજ હોલ પંચ કેમેરા કટઆઉટ આપવામાં આવ્યો છે. ફોનમાં 6GBની LPDDR5 રેમ અને 128 GB નું UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવ્યું છે. મિડ્યાટેક ડાયમેન્સિટી 7060 સાથે આવતા આ ફોનમાં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે અને તે લંબચોરસ આકારમાં આવશે. 50 મેગાપિક્સલ રીઅર કેમેરા Sony IMX752 અને એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે.
Lava Blaze AMOLED 2 5G માં વિડિયો કોલિંગ અને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા રહેશે. ફોનને ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગેનું IP64 રેટિંગ મળ્યું છે. ફોન એન્ડ્રોઇડ 15 પર ચાલશે અને તેમાં એન્ડ્રોઇડ 16 નું અપગ્રેડ અને બે વર્ષની સિક્યોરિટી અપડેટ મળી શકશે. ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર છે.
હેન્ડસેટમાં સ્ટીરીયો સ્પીકર અને ગરમ થતો અટકાવવા માટે કુલિંગ ચેમ્બર સાથે આવે છે. ફોનની સાઝ જોઈએ તો, 7.55 mm અને વજન 174 ગ્રામ છે.
Lava Blaze AMOLED 2 5G ફોન કે જેમાં, 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ આવશે તેની કિંમત રૂ. 13,499 રાખવામાં આવી છે. 16 ઓગસ્ટથી ફોન એમેઝોન પરથી લઈ શકાશે.
જાહેરાત
જાહેરાત