ભારતમાં Lava Blaze Dragon 5G ફોન 25 જુલાઈએ ૧૨ વાગે લોન્ચ કરાશે

Lava Blaze Dragon 5G ફોન 25 જુલાઈએ ૧૨ વાગે લોન્ચ કરાશે તેમજ તેની કિંમત રૂ. 10,000થી ઓછી રહેશે.

ભારતમાં Lava Blaze Dragon 5G ફોન 25 જુલાઈએ ૧૨ વાગે લોન્ચ કરાશે

Photo Credit: Lava

લાવા બ્લેઝ ડ્રેગન 5G ગોલ્ડન મિસ્ટ અને મિડનાઈટ મિસ્ટ શેડ્સમાં આવશે

હાઇલાઇટ્સ
  • Lava Blaze Dragon 5G સ્નેપડ્રેગન 4 Gen 2 ચિપસેટ દ્વારા સંચાલિત થશે
  • Lava Blaze Dragon 5G ગોલ્ડન મિસ્ટ, મિડનાઈટ મિસ્ટ કલરમાં આવશે
  • ફોન 5,000mAh બેટરી અને 50 મેગાપિક્સલના રિયર કેમેરાથી સજ્જ હશે
જાહેરાત

ભાવા બ્લેઝ ડ્રેગન 5G 25 જુલાઈએ ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે, આ ફોનમાં સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. લાવા ઇન્ટરનેશનલ નવો સ્માર્ટફોન લાવા બ્લેઝ ડ્રેગન 5G બજારમાં ઉતારી રહી છે તે પહેલા જ કંપનીએ તેના ભાવ, ડિઝાઈન, ફીચર્સ અને કલર અંગેની માહિતી જાહેર કરી છે. મળતી માહિતી પ્રમાણે તેમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે. ફોન 50 મેગાપિક્સલના રિયર કેમેરાથી સજ્જ હશે. ફોનમાં સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર હોવાથી તેમાં CPU અને GPUની ક્ષમતા ઘણી સારી રહેશે. તેમાં AI પ્રોસેસિંગ તેમજ કનેક્ટિવિટી સારી જોવાશે. અગાઉ કંપનીએ લાવા Blaze AMOLED 2 ફોન જુલાઈમાં લોન્ચ કરશે ટીમ જાહેર કર્યું હતું પણ તેની ચોક્કસ તારીખ જાહેર કરી નહતી.

Lava Blaze Dragon 5Gના સંભવિત ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોન સ્ટોક એન્ડ્રોઇડ 15 આધારિત ઓપરેટિંગ સિસ્ટમથી ચાલશે. તેમાં સ્નેપડ્રેગન 4 Gen 2 ચિપસેટ દ્વારા સંચાલિત થશે અને તેમાં 4GB LPDDR4x રેમ અને 128GB UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજ રહેશે. તેમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે તેમજ 50 મેગાપિક્સલનું સેન્સર છે. 6.74 ઇંચ એચડી (720×1,612 પિક્સલ) 2.5D નો ડિસ્પ્લે તેમજ 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે. તેમાં 450 નિટ્સ સુધીનું બાઇટનેસ લેવલ મળશે.

Blaze Dragon 5G ફોનમાં 18Wનું વાયર્ડ ચાર્જિંગ અપાયું છે જે સી ટાઇપ પોર્ટ દ્વારા થશે. હેન્ડસેટમાં સાઇડમાઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર પણ રહેશે. તે ડ્યુઅલ સિમને પણ સપોર્ટ કરે છે.

ફોનની કનેક્ટિવિટીની વાત કરીએ તો તે, બધી બેન્ડના 5G, ડ્યુઅલ 4G VoLTE, બ્લૂટૂથ 5.4, જીપીએસ, ગ્લોનાસ અને યુએસબી ટાઇપ સી પોર્ટને સપોર્ટ કરે છે. કંપની દ્વારા તેની બ્લેઝ સિરીઝનો આ લેટેસ્ટ બજેટ ફોન છે. જે એમેઝોન પર વેચાણમાં મુકાઈ રહ્યો છે.

ભારતમાં Lava Blaze Dragon 5Gની કિંમત

કંપનીએ જણાવ્યું કે, ફોન 25 જુલાઈએ ૧૨ વાગે લોન્ચ કરાશે તેમજ તેની કિંમત રૂ. 10,000થી ઓછી રહેશે. એમેઝોન માઇક્રોસાઇટ દ્વારા તેનું ટીઝર પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં, આ ફોનની કિંમત "Rs. X,999".દર્શાવી છે. તેમાં ગોલ્ડન મિસ્ટ, મિડનાઈટ મિસ્ટ કલર દર્શાવાયા છે. ફોનનો દેખાવ ગ્લોસી છે તેમજ UFS 3.1ને કારણે ઓપરેટિંગ સ્મૂધ રહેવાની સાથે જ ફાસ્ટ સ્ટોરેજ અને એકસાથે અનેક કામ સરળતાથી થઈ શકશે. ટીઝર પ્રમાણે આંગળી ફેરવતા જ ડેટા એક્સેસ થઇ શકશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »