લાવા બ્લેઝ ડ્રેગન ભારતમાં ૨૫ જુલાઈએ લોન્ચ થવા જઈ રહ્યો છે અને તે ક્વાલકોમ સ્નેપડ્રેગન Gen 2 પ્રોસેસર સાથે લોન્ચ થઈ શકે છે.
Photo Credit: Lava
લાવા બ્લેઝ ડ્રેગનમાં ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ હશે
લાવા બ્લેઝ ડ્રેગન ભારતમાં ૨૫ જુલાઈએ લોન્ચ થવા જઈ રહ્યો છે ત્યારે કંપની દ્વારા તેના આગામી ફોનની ચિપસેટ અંગેની માહિતી આપવામાં આવી છે અને તે પ્રમાણે તે ક્વાલકોમ સ્નેપડ્રેગન Gen 2 પ્રોસેસર સાથે લોન્ચ થઈ શકે છે. લાવા ઇન્ટરનેશનલ દ્વારા લોન્ચ કરાઈ રહેલા આ ફોનમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ તેમજ અને 6GB રેમ 128GB સ્ટોરેજના વિકલ્પ મળશે. કંપનીએ તેના X હેન્ડલની પોસ્ટમાં ફોન દર્શાવાયો છે અને તે પ્રમાણે ફોનમાં USB ટાઇપ C પોર્ટ, 3.5mm ઓડિયો જેક તેમજ નીચેની ધરી પર સ્પીકર ગ્રિલ્સ દેખાઈ રહ્યા છે. થોડા સમય અગાઉ જ કેમ્પોની જણાવ્યું હતું કે, લાવા બ્લેઝ ડ્રેગન સાથે તેઓ લાવા બ્લેઝ એમોલેડ 2 પણ લોન્ચ કરશે. લાવા બ્લેઝ ડ્રેગન ભારતીય બજારમાં લગભગ રૂ. 10,000 મળી શકશે. તે લગભગ બ્લેક કલરમાં મળી રહશે.
લાવા બ્લેઝ ડ્રેગન વિશે અત્યારસુધી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આ સ્માર્ટ ફોનમાં 5,000mAh બેટરી આવશે અને તેમાં 18Wનું વાયર્ડ ચાર્જિંગ હશે. ફોનમાં સ્ટોક એન્ડ્રોઇડ 15 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરાયો છે. તેમાં 8 મેગાપિક્સલનું સેલ્ફી શૂટર આપવામાં આવ્યું છે તેમજ ફોન 128GB UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજને સપોર્ટ કરે છે. આ ઉપરાંત ફોન 4GB રેમ અને 128GB સ્ટોરેજ તેમજ 6GB રેમ અને 128GB સ્ટોરેજ ના વિકલ્પમાં પણ આપવામાં આવી શકે છે.
સત્તાવારરીતે કંપનીએ અગાઉ જ જણાવ્યું હતું કે, ફોન ગોલ્ડન શેડમાં મળશે. તેમાં ડ્યુઅલ રિયર કેમેરા આવશે અને AI આધારિત 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર મળશે. કેમેરા સેટઅપ પીલ (ગોળી) આકારમાં એલઇડી ફ્લેશ યુનિટ સાથે આવશે.
ફોન ૨૫ જુલાઈએ બપોરે ૧૨ વાગે બજારમાં લોન્ચ કરાશે અને તે ભારતમાં એમેઝોન દ્વારા મેળવી શકાશે. આ ફોન સાથે જ કંપની દ્વારા એક અન્ય ફોન લાવા બ્લેઝ એમોલેડ 2 પણ જુલાઈમાં જ લોન્ચ થઈ રહ્યો છે. તેના કેટલાક ફોટો પણ લીક થયા છે અને તને જોતા આ ફોનની બેક સાઈડમાં દેખાતા કેમેરા આઇલેન્ડ રેઇનબો જેવી લાઇટ રિફ્લેકટ કરે છે. હજુ સુધી આગળની બાજુના કોઈ ફોટો જવા મળ્યા નથી.
લાવા ઇન્ટરનેશનલ ભારતીય કંપની છે અને તે મોબાઇલ ઉપરાંત લેપટોપ, કમ્પ્યુટર, કમ્પ્યુટર હાર્ડવેર તેમજ અન્ય કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરે છે.
જાહેરાત
જાહેરાત