Lava Shark 2 નજીકના ભવિષ્યમાં ભારતમાં ,Lava Shark 5G ના અનુગામી તરીકે લોન્ચ થવાની ધારણા છે.
Photo Credit: lava
લાવા શાર્ક 2 બે રંગોમાં ઉપલબ્ધ થશે
Lava Shark 2 નજીકના ભવિષ્યમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોન Lava Shark 5G ના અનુગામી તરીકે ભારતમાં લોન્ચ થવાની ધારણા છે. Lava Shark 2 અંગે કંપની દ્વારા વિગતો જાહેર કરાઈ છે જેમાં જણાવ્યું છે કે, આ ફોન બે કલરમાં મળશે. તેની ડિઝાઇન અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રજૂ કરાયેલા ટીઝરમાં ગ્લોસી બેક ડિઝાઇન અને કેમેરા દર્શાવાયા છે. જે તેના Bold N1 Pro 5G જેવું લાગે છે.Lava Shark 2ના સ્પેસિફિકેશન્સ,લાવા મોબાઇલ્સે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જાહેરાત કરી કે તેનો આગામી સ્માર્ટફોન બે કલર બેલ્ક અને સિલ્વરમાં રજૂ કરાશે. જોકે, ચોક્કસ નામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. Lava Shark 2ના બેકસાઇડ ડિઝાઇન ગ્લોસી રહેશે, જેમાં ઉપર ડાબીબાજુના ખૂણામાં ચોરસ કેમેરા ડેકો અને નીચેની તરફ લાવા લખેલું જોઈ શકાય છે. ફોનની ફ્રેમ બેક પેનલના કલર સાથે મેળ ખાય છે.
કેમેરામોડ્યુલમાં ત્રણ સેન્સર છે, સાથે LED ફ્લેશ યુનિટ પણ છે. ડેકોમાં "50MP AI કેમેરા" લખેલું જોઈ શકાય છે. Lava Shark 2 50-મેગાપિક્સલ AI સંવર્ધિત ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપથી સજ્જ હશે.
ટીઝર પ્રમાણે તેમાં ડાબી બાજુ સિમ ટ્રે માટે સ્લોટ હોય તેવું લાગે છે, જ્યારે પાવર અને વોલ્યુમ બટનો જમણી બાજુએ સ્થિત છે. અગાઉના ટીઝરમાં સ્પીકર ગ્રિલ, 3.5mm હેડફોન જેક અને નીચે USB ટાઇપ-C પોર્ટ જોઈ શકાતા હતા.
Lava Shark 2 માં તેના અગાઉના ફોન જેવા જ ફિચર્સ આપવામાં આવે તેમ લાગે છે. જેમકે, Lava Shark 5Gમાં 6.75-ઇંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને તેમાં રિફ્રેશ રેટ 90Hz છે. આ ફોન Unisoc T765 પ્રોસેસરથી સંચાલિત છે, જે 4GB RAM અને 64GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે જોડાયેલ છે. તેમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે અને તે 18W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
જેમ લોન્ચ નજીક આવશે તેમ તેના અંગેની વધુ વિગતો પણ મળશે જે અમે તમારી સમક્ષ રજૂ કરીશું.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket