મોટોરોલાએ ભારતમાં એન્ડ્રોઇડ 16 ને સત્તાવાર રીતે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે

મોટોરોલાએ ભારતમાં એન્ડ્રોઇડ 16 અપડેટ ને સત્તાવાર રીતે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે

મોટોરોલાએ ભારતમાં એન્ડ્રોઇડ 16 ને સત્તાવાર રીતે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે

Photo Credit: Motorola

મોટોરોલા એજ 60 પ્રોને એન્ડ્રોઇડ 16 અપડેટ પણ મળશે

હાઇલાઇટ્સ
  • મોટોરોલાએ ભારતમાં એન્ડ્રોઇડ 16 અપડેટ આપવાની કરી શરૂઆત
  • મોટોરોલા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 16 અપડેટથી અનેક સુધારા
  • એન્ડ્રોઇડ 16 અપડેટથી સ્માર્ટફોનમાં ડિઝાઇન, સિક્યોરીટી તેમજ કનેક્ટિવિટીમાં
જાહેરાત

મોટોરોલાએ ભારતમાં એન્ડ્રોઇડ 16 અપડેટ ને સત્તાવાર રીતે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે, આ અપડેટ પહેલા તેના Edge 60 સિરીઝના ફોનને મળશે. ત્યારબબાદ આગામી અઠવાડિયામાં આ અપડેટ મોટોરોલાના અન્ય સ્માર્ટફોનમાં આપવામાં આવશે. મોટોરોલા કંપનીના જણાવ્યા પ્રમાણે આ એન્ડ્રોઇડ 16 અપડેટ તેના સ્માર્ટફોનમાં ડિઝાઇન, સિક્યોરીટી તેમજ કનેક્ટિવિટીમાં સુધારા લાવશે. એન્ડ્રોઇડ 16 અપડેટ હેઠળ એપ એલર્ટ ગોઠવવા અને ક્લટર ઘટાડવા માટે નોટિફિકેશન ઓટો ગ્રુપિંગ સુવિધાનો સમાવેશ થાય છે. તે બ્લૂટૂથ LE ઓડિયો ડીવાઇઝ સાથે સારીરીતે સુસંગતતા લાવે છે. આ ઉપરાંત તે ફોન, ટેબ્લેટ અને ક્રોમબુક પર સીમલેસ ઉપયોગ માટે ઇન્સ્ટન્ટ હોટસ્પોટ ડિવાઇસ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.

એન્ડ્રોઇડ 16 રોલઆઉટની શરૂઆત Edge 60 અને Edge 50 સિરીઝ સાથે

ભારતમાં તેના સ્માર્ટફોન લાઇનઅપમાં એન્ડ્રોઇડ 16 અપડેટ ના રોલઆઉટની જાહેરાત મોટોરોલાએ બુધવારે એક પ્રેસ રિલીઝ દ્વારા કરી છે. આ અપડેટ શરૂઆતમાં Motorola Edge 60 Pro, Edge 60 Fusion અને Edge 50 Pro પર આપવામાં આવશે. આમ કંપની આ અપડેટ તબક્કાવાર આપે તેમ લાગે છે.

અપડેટમાં નવી 'મોડ્સ' સુવિધા શામેલ કરવામાં આવી છે જે વપરાશકર્તાઓને સૂતા હોય ત્યારે, ડ્રાઇવિંગ કરતા અથવા કામ કરતા હોય તેમ પ્રવૃત્તિના આધારે તેમના ડીવાઇઝને ગોઠવી વ્યક્તિગત ટચ આપી શકે છે. જેના કારણે તેઓ તેમના ડીવાઇઝમાં એપ્લિકેશનને ડિસ્પ્લે તેમજ સાઉન્ડ સેટિંગમાં ફેરફાર થશે. એન્ડ્રોઇડ 16 સુરક્ષા માટે એડવાન્સ્ડ પ્રોટેક્શન પણ પ્રદાન કરે છે.

એન્ડ્રોઇડ 16 સાથે ફ્રેશ ઇન્ટરફેસ, સ્માર્ટ સિસ્ટમ સેટિંગ્સ, નવા ડાયગ્નોસ્ટિક્સ ટૂલ્સ, હેલ્થ સ્ટેટ્સ સાથે બેટરી વ્યૂ મળશે. આ ઉપરાંત અપડેટમાં એક્સપાન્ડેડ સિસ્ટમ લેંગ્વેજ અને પ્રાદેશિક પસંદગીઓ પણ ઉમેરવામાં આવી છે. તે પ્લે સ્ટોર અપડેટ્સ દ્વારા સ્પેમ સામે પણ સુરક્ષા પ્રદાન કરે છે. વધુમાં, કોલર આઈડી અને વોઇસમેઇલ વિકલ્પોમાં પણ સુધારા રજૂ કરાયા છે.

મોટો સિક્યોર 5.5 ને એન્ડ્રોઇડ 16 માં સિક્યોર પાવર-ઓફ, એડવાન્સ્ડ પ્રાઇવસી ડેશબોર્ડ અને કંટ્રોલ્સ જેવી સુવિધાઓ સાથે પણ અપડેટ કરવામાં આવ્યું છે. આ રોલઆઉટ ટૂંક સમયમાં વધુ મોટોરોલા સ્માર્ટફોન સુધી પહોંચશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »