15Wનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ થશે Motorola Edge 60s

15Wનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ થશે Motorola Edge 60s

Photo Credit: Motorola

મોટોરોલા એજ 60s ગ્લેશિયર મિન્ટ, મિસ્ટી આઇરિસ અને પોલર રોઝ (અનુવાદિત) શેડ્સમાં આવશે

હાઇલાઇટ્સ
  • આધુનિક સમયમાં પૂરી પાડશે AIની સુવિધા
  • મળી રહેશે 5,500mAhની બેટરી ક્ષમતા
  • MediaTek Dimensity 7400 SoC વેરિયન્ટ મળી રહેશે
જાહેરાત

માહિતી મુજબ જાણવા મળ્યું છે કે Motorola Edge 60s ટૂંક જ સમયમાં ચીનમાં લોન્ચ થવા જય રહ્યો છે એ સાથે મોબાઈલ ફોનની ડિઝાઇન તેમજ કલર અંગે વિકલ્પો પણ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. Motorola Edge 60ની સ્ટોરેજ કૅપેસિટી તેમજ RAM સાથે અનેક વિગતો વિશે જણાવ્યું છે એ સાથે ડિઝાઇન્સ વિશે પણ માહિતી પૂરી પાડી છે. જે હાલમાં ચાલતા Edge 60 જેવી જ હોય તેવું લાગી રહ્યું છે.ચાલો જાણીએ Motorola Edge 60ના ફિચર્સ, ડિઝાઇન્સ તેમજ કલર વિશે ,અંદાજિત સમય જાણીએ તો Motorola Edge 60s 8 મે ના રોજ ચીનમાં લોન્ચ થશે ત્યારબાદ બીજા દેશો તેમજ ભારતમાં લોન્ચ થશે. સ્ટોરેજમાં Motorola Edge 60s 12GB+256GB તેમજ 12GB+512GB RAM સુધીની સ્ટોરેજમાં મળી રહેશે એ સાથે આ ફોનમાં કલર જોઈએ તો ગ્લેશિયર મિન્ટ, મિસ્ટી આઇરિસ અને પોલર રોઝ જેવા કલર વિકલ્પોમાં મળી રહેશે.

હેન્ડસેટમાં ધૂળ અને પાણી બચવા માટે કંપની દ્વારા IP68+IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીના અન્ય હેન્ડસેટ તેમજ મોડેલની જેમ જ, Motorola Edge 60s એ AI ની સુવિધાઓ પૂરી પાડે છે એ સાથે અનેક સુવિધાઓ પ્રદાન કરશે. Motorola Edge 60s એ 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ 1.5K પોલેડ કર્વ-એજ ડિસ્પ્લે સાથે આવશે જેમાં OIS સપોર્ટ તેમજ 50 MPનો Sony LYT-700C પ્રાઇમરી કેમેરા જોવા મળશે એ સાથે 13 MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા પણ મળી રહેશે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો તેમાં 32MP નો સેલ્ફી કેમેરા પણ મળી રહેશે.

Motorola Edge 60ની ડિઝાઇન્સ વિશે વાત કરીએ તો આ મોડેલની ડિઝાઈન Motorola Edge 60અને motorola edge 60 pro જેવી જ છે પાછળના ભાગમાં થોડો ઊંચો લંબચોરસ કેમેરા મોડ્યુલ જોવા મળે છે અને વક્ર ડિસ્પ્લેમાં ખૂબ જ પાતળા તેમજ સમાન બેઝલ્સ અને ટોચ પર રહેલ કેન્દ્ર-સંરેખિત હોલ જે પંચ કટઆઉટમાં જોવા મળે છે. અને વોલ્યુમ રોકર અને પાવર બટન જમણી બાજુ આવેલા છે અને નીચે જોઈએ તો સિમકાર્ડ સ્લોટ,માઇક, સ્પીકર ગ્રિલ તેમજ યુએસબી ટાઇપ-સી પોર્ટ જોવા મળે છે. તેથી આ મોડેલને Motorola Edge 60અને motorola edge 60 pro મોડેલના વેરિયન્ટ સાથે જોડવામાં આવશે અને આ ફોન ફોલ્ડેબલ કેટેગરીમાં પણ ઉમેરવામાં આવશે જે એક સાથે એક જ તારીખે લોન્ચ થશે.

Motorola Edge 60s વેરિઅન્ટમાં MediaTek Dimensity 7400 SoC અને એ સાથે 68W વાયર્ડ મળી રહેશે એ સાથે 15Wનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ જે 5,500mAh બેટરી ક્ષમતા સાથે આવશે. ફોનના હેન્ડસેટ 8.2mm જાડાઈ માપી શકશે જેનું વજન 190g સુધીનું હોઈ શકે .

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »