Nothing Phone 3 ને Android 15 પર આધારિત Nothing OS 3.5 સાથે મોકલવામાં આવે તેવી શક્યતા છે.
Photo Credit: Nothing
આગામી નથિંગ ફ્લેગશિપમાં ગ્લિફ ઇન્ટરફેસને બદલે નવું ગ્લિફ મેટ્રિક્સ હશે
તારીખ 1 જુલાઈના રોજ ભારત સહિત સમગ્ર વૈશ્વિક બજારમાં Nothing Phone 3 લોન્ચ થવા જઈ રહ્યો છે. લૉન્ચ પહેલા આ ડીવાઈસની ડીટેઇલ્સ સોશીયલ મીડીયામાં લાઈક થઈ ગઈ છે. એક ટીપસ્ટરે આપેલી માહિતી મુજબ Nothingનું આ ડીવાઈસ 6.7 ઇંચની LTPO OLED સ્ક્રીન આપવામાં આવશે. જેમાં 50MPના ટ્રીપલ રિયર કેમેરા યુનિટ આપવામાં આવ્યા છે. આ ડીવાઈસ 100W સુધીનું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. જેમાં 5150mAhની લોંગ લાઈફ બેટરી મળશે.અગાઉ એક ટીપસ્ટર દ્વારા X માધ્યમ ઉપર એક વિગતવાર ડીવાઈસને લગતી પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે અનુસાર તેમાં 1.5K રિઝોલ્યુશન સાથે 6.7ઈંચની LTPO OLED સ્ક્રીન હોવાનું કહેવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રીપલ રિઅર કૅમેરા સેટઅપ જોવા મળશે. જેમાં 50MPનો મુખ્ય કેમેરો, 50MPનો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ અને 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે આવશે. સાથે જ 50MPનો પરિસ્કોપ ટેલિફોટો શૂટરનો સમાવેશ થાય છે.
સૂપર સેલ્ફી અને વીડિયો કોલ માટે ડીવાઈસમાં 50MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે. સાથે જ તે એન્ડ્રોઇડ 15 આધારિત નથીંહ OS 3.5 પર કાર્યરત રહેશે. ટિપસ્ટર દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે ફોનમાં 5150mAh ની બેટરી મળશે. જે 100Wના વાયર્ડ અને વાયરલેસ રિવર્સ ચાર્જીંગ મળશે. આની સાથે જ ડીવાઈસમાં NFC અને e-SIM કેપેસિટી પણ આપવામાં આવશે.
UK સ્થિત કંપનીને આ નવા ડીવાઈસના SoCની વિગતો વિશે પહેલેથી જ કંદર્મ કરી છે. આ ડીવાઈસ સ્નેપડ્રેગન 8s Gen4 ચિપસેટ સાથે જેવા મળશે. Nothing Phone 2ના કંપેરિઝનમાં CPU પરફોમન્સમાં 36% જેટલો સુધારો આપી શકે છે સાથે જ GPU અને NPU પરફોમેન્સ માં અનુક્રમે 88 અને 66%નો સુધારો જોવા મળશે.
આ સાથે જ કંપની તેના આગામી હેન્ડસેટ માટે લાંબા સમય સુધી સોફ્ટવેર સપોર્ટ પણ આપશે. કંપનીના પ્રેસીડેંટ અકિસ ઈવાંજેલિડીસના જણાવ્યા મુજબ ફોન 3 અને 5 વર્ષ સુધીના સિક્યોરિટી પેચ સાથે આવશે. અગાઉના જૂના ફોનમાં તે 3 વર્ષનો ઓસ અને 4 વર્ષનું સિક્યોરિટી પેચ આપવામાં આવતો હતો.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket