ભારતમાં Nothing Phone 3 નું ઉત્પાદન કરવામાં આવશે કંપનીએ મોડેલ નંબર સાથે જાહેર કર્યું.
નથિંગ ફોન 2 (ચિત્રમાં) થી વિપરીત, નથિંગ ફોન 3 માં ગ્લિફ ઇન્ટરફેસ હોવાની શક્યતા ઓછી છે.
ટૂંક સમયમાં ભારત તેમજ અન્ય વૈશ્વિક બજારોમાં લોન્ચ થશે Nothing Phone 3 કંપની દ્વારા ફોન અંગેની અમુક માહિતિ બહાર પાડવામાં આવી છે એ પણ આપણને જાણવા મળે છે આ ફોનનું ઉત્પાદન ભારતમાં થશે અને આ મૉડલ Glyph ઇન્ટરફેસ વિના જોવા મળી શકે છે. અગાઉ લૉન્ચ થયેલ મોડેલ Nothing Phone 2 કરતાં સસ્તું હોઈ શકે છે Phone 3a નું મોડેલ. એ સાથે આ મૉડલના ડીઝાઈન વિશેની માહિતી પણ લીક થઈ હોવાનું સામે આવી રહ્યું છે.માહિતી મુજબ ફોનના અમુક ફિચર્સ વિશે જાણવા મળ્યું છે એમાં કંપની જણાવે છે કે આ ફોન Nothing Phone 3 એ ઉચ્ચકક્ષાની વિશિષ્ટતાઓ સાથે જોવા મળશે એટલેકે તેમાં Dimensity 9400 SoC, Snapdragon 8 શ્રેણીની ચિપથી જોવા મળશે અને આ કંપનીના CEO એટલે કે કાર્લ પેઈએ દ્વારા જાણવા મળ્યું છે કે આ ફોનના મોડેલ ની કિંમત GBP 800 અંદાજિત ભારતીય બજાર કિંમત જોવા જઈએ તો તે રૂ. 93,000ની આસપાસ હોય શકે છે એટલે એવું સમજી શકાય કે આ મોડેલ Samsung Galaxy S25 અથવા iPhone 16 જેવા સ્માર્ટફોન સાથે સ્પર્ધામાં ઉતરી શકે છે એવી સંભાવનાઓ છે.
આ ફોનના દેખાવની માહિતી મળી છે એના પર નજર કરીએ તો આ ફોનના મોટા ભાગે પાછળની પેનલ વધુ નજરે પડે છે અને તે પેનલ અગાઉ લોન્ચ થયેલ ફોનની જેમ જ પારદર્શક જોવા મળશે એ સાથે એવી માહિતી સામે આવી રહી છે કે આમાં Glyph ઇન્ટરફેસનો સમાવેશ થતો નથી અને ફોનના તસવીર પરથી અંદાજો લગાવતા આઈડિયા આવે કે આ ફોનમાં ગોળાકાર કેમેરા આઇલેન્ડમાં સ્થિત ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ જોવા મળી શકે છે.
આ સ્માર્ટફોનનો નીચેનો જમણો ભાગ હોય તેવું લાગે છે, અને તે દર્શાવે છે કે મોડેલ નંબર A024 Nothing Phone 3 સાથે સંબંધિત હશે. એ સાથે ફોનના લોન્ચિંગ ની તારીખ વિશે જાણીએ તો 1 જુલાઈના રોજ ભારત તેમજ અન્ય વૈશ્વિક બજારોમાં લોન્ચ થશે Nothing Phone 3.
X પર Nothing ના સહ-સ્થાપક Akis Evangelidis દ્વારા મુકાયેલ પોસ્ટ દ્વારા જાણવા મળે છે કે તે ભારતમાં Nothing ફોનના મેન્યુફેકચરિંગ માટે ભારતમાં ફેક્તરની મુલાકાતે આવશે અને તેમાં કામ કરવા માટે 500 કરતા પણ વધુ કર્મચારીઓ રોકવામાં આવશે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket