નથિંગ તેનો આગામી સ્માર્ટફોન Nothing 3a Lite નવેમ્બરની શરૂઆતમાં વૈશ્વિક સ્તરે લોન્ચ કરી રહી છે.
Photo Credit: Nothing
Nothing 3a Lite 8GB રેમ, 128GB સ્ટોરેજ સાથે આવશે, સ્મૂથ પરફોર્મન્સ અને આકર્ષક ડિઝાઇન સાથે
ડન સ્થિત કન્સ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની નથિંગ તેનો આગામી સ્માર્ટફોન Nothing 3a Lite નવેમ્બરની શરૂઆતમાં વૈશ્વિક સ્તરે લોન્ચ કરી રહી છે. આ સાથે જ તેના કેટલાંક સ્પેસિફિકેશન્સ પણ સામે આવ્યા છે. જેમાં તે 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે તેમજ તે બે કલર બ્લેક અને વ્હાઇટમાં મળી શકે છે.Nothing Phone 3a Lite લોન્ચ અને કિંમત,Nothing Phone 3a Lite 4 નવેમ્બર, 2025 ના રોજ યુરોપમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે તેવું ફ્રેન્ચ પ્રકાશન Dealabs ના અહેવાલમાં જણાવ્યું છે. જો કે ચોક્કસ લોન્ચ તારીખ જાણવા મળી નથી. ફ્રાન્સમાં તેની અંદાજિત કિંમત EUR 249.99 રહેશે. કેટલાક યુરોપિયન દેશોમાં તેની કિંમત EUR 239.99 થી પણ ઓછી હોઈ શકે છે.
Geekbench લિસ્ટિંગ મુજબ, Nothing Phone 3a Lite સ્માર્ટફોનનો A001T મોડેલ નંબર છે. મીડિયાટેક ડાયમેન્સિટી 7300 પ્રોસેસરથી સજ્જ રહેશે અને ચિપસેટ Mali-G615 MC2 GPU સાથે જોડાયેલ હશે. તે Android 15 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. Nothing Phone 3a Lite માં 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે જે 120Hz સુધીનો રિફ્રેશ રેટ ઓફર કરી શકે છે. તે Nothing ના સિગ્નેચર ટ્રાન્સપરન્ટ ડિઝાઇન સાથે ગ્લાઇફ લાઇટ ઇન્ટરફેસ સાથે આવશે. તેમાં નથિંગના અન્ય ફોનની જેમ ટ્રિપલ કેમેરા સેટઅપ હોવાનો અંદાજ છે. તેમાં, 5,000mAh બેટરી હોઈ શકે છે જે 30W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે.
લિસ્ટિંગમાં આગામી સ્માર્ટફોનના સ્કોર્સ પણ જાહેર થયા છે. Nothing Phone 3a Lite એ સિંગલ-કોર ટેસ્ટમાં 1,003 પોઈન્ટ અને મલ્ટી-કોર ટેસ્ટમાં 2,925 પોઈન્ટ મેળવ્યા હોવાનું કહેવાય છે. વધુમાં, આગામી હેન્ડસેટનું GPU પ્રદર્શન પણ ઓનલાઈન લીક થયું છે. લિસ્ટિંગ મુજબ, ફોન OpenCL બેન્ચમાર્કમાં 2,467 પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો છે.
આ વર્ષની શરૂઆતમાં, નથિંગે તેની ફોન 3a સિરીઝ લોન્ચ કરી, જેમાં Nothing Phone 3a Pro and Phone 3a રજૂ કરાયા હતા બન્ને સ્માર્ટફોનની કિંમત રૂ. 30,000ની અંદર હતી.
Phone 3a Lite યુરોપમાં નવેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. જોકે, ભારતમાં લોન્ચ અને વેચાણની કોઈ માહિતી નથી. આમ, પરવડી શકે તેવો આ ફોન ભારત આવશે કે કેમ તે જાણવા હજુ થોડી રાહ જોવી પડશે.
જાહેરાત
જાહેરાત
Cat Adventure Game Stray is Reportedly Coming to PS Plus Essential in November