OnePlus 15 અને Ace 6 નું Snapdragon 8 Elite Gen 5 સાથે ધમાકેદાર પરફોર્મન્સ

OnePlus 15 અને OnePlus Ace 6 બંને મોડલ્સ Snapdragon 8 Elite Gen 5 ચિપસેટથી સજ્જ અને શક્તિશાળી બેટરી સાથે આવશે.

OnePlus 15 અને Ace 6 નું Snapdragon 8 Elite Gen 5 સાથે ધમાકેદાર પરફોર્મન્સ

Photo Credit: OnePlus

OnePlus Ace 6 ના સિલ્વર શેડ પાછળ ACE બ્રાન્ડિંગ ધરાવે છે તેવું લાગે છે

હાઇલાઇટ્સ
  • 27 ઑક્ટોબર, ચીનમાં સાંજે 7 વાગ્યે (ભારતીય સમય પ્રમાણે 4:30 PM) સુધી થશે
  • નવીનતમ Qualcomm Snapdragon 8 Elite Gen 5 સાથે બનશે OnePlus 15 નો પહેલુ
  • 7,000mAh સુધીની બેટરી ક્ષમતા સાથે
જાહેરાત

OnePlus તેના બે મોડલ ટૂંક સમયમાં લોન્ચ કરી રહ્યું છે તેની લોન્ચિંગ તારીખ સામે આવી રહી છે એના મોડલ વિશે જોઈએ તો OnePlus 15 એ OnePlus Ace 6 સાથે પ્રદર્શનમાં આવશે.OnePlus ફરી એકવાર ટેક જગતમાં ધૂમ મચાવવાની તૈયારીમાં છે. કંપનીએ પોતાના આગામી ફ્લેગશિપ OnePlus 15 અંગે રસપ્રદ જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ ધરાવનાર કંપનીનો પહેલો મોડલ બનશે, જે અતિશય ઝડપ અને શક્તિનો સંયોજન લાવશે.શુક્રવારના રોજ OnePlus એ પોતાના નવા ફ્લેગશિપ મોડલ સાથે OnePlus 15 ની લોન્ચ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, જેથી લોકોમાં ફેલાયેલી અસ્પષ્ટતા દૂર થઈ ગઈ. કંપનીએ જણાવ્યું કે આ સ્માર્ટફોન ઓક્ટોબરના અંતમાં ચીનમાં લોન્ચ થશે આ સાથે બીજો હાઈ-પરફોર્મન્સ ફોન ધરાવતો OnePlus Ace 6 પણ રજૂ થવાનો છે. જો કે બંને ફોન્સના ફીચર્સ અંગે કંપનીએ હજી કોઈ વિગત જાહેર કરી નથી, પરંતુ બંને મોડલ્સ ચીનના OnePlus ઑનલાઇન સ્ટોર પર લિસ્ટ કરવામાં આવ્યા છે અને પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે.

જાણો OnePlus 15 ક્યારે થશે લોન્ચ ?

Weibo પર કરવામાં આવેલા એક પોસ્ટ દ્વારા OnePlus એ જાહેર કર્યું કે OnePlus 15 ચીનમાં 27 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે અંદાજિત ભારતીય સમય મુજબ 4:30 વાગ્યે લોન્ચ થશે. આ લોન્ચ ઈવેન્ટમાં તેની સાથે OnePlus Ace 6 પણ રજૂ થશે, જેના વિશે કંપનીએ માહિતી બહુ ગુપ્ત રાખી છે.

લીક થયેલી છબીઓમાં OnePlus Ace 6 નો ડિઝાઇન OnePlus 15 બંને મળતા આવે છે અને તેનો કેમેરા મોડ્યુલ આવેલો છે તે આકર્ષક લૂક આપે છે. તફાવત એટલો છે કે Ace 6 માં ત્રણને બદલે માત્ર બે કેમેરા સેન્સર છે. ફોન સિલ્વર અને ગોલ્ડન એમ બે રંગોમાં નજરે ચડે છે, જેમાં સિલ્વર વેરિઅન્ટ પાછળ Ace બ્રાન્ડિંગ જોવા મળે છે, જ્યારે ગોલ્ડન રંગ વધુ ક્લાસી અને શાંત લૂક આપે છે.

OnePlus 15 અને OnePlus Ace 6 બંને સ્માર્ટફોન Oppo e-Shop, JD Mall, અને અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પ્રી-રિઝર્વેશન માટે લિસ્ટ થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં વેચાણ શરૂ થશે.

OnePlus 15 અને OnePlus Ace 6: ફીચર્સ અને સ્પષ્ટીકરણો :

OnePlus 15 આ કંપનીનો પહેલો એવો સ્માર્ટફોન હશે જેમાં Qualcomm Snapdragon 8 Elite Gen 5 જેવી તાકાતવર અને નવીન ચિપસેટનો સમાવેશ થશે. ડિસ્પ્લે મામલે પણ OnePlus 15 ને 165Hz રિફ્રેશ રેટ સાથેની 1.5K OLED સ્ક્રીન આપવામાં આવી શકે છે, જે ગેમિંગ અને વિડિયો અનુભવને વધુ સ્મૂથ બનાવશે. 7,000mAhની બેટરી ક્ષમતા અને 100W વાયરડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ બંને સપોર્ટ કરશે.

બીજી તરફ, OnePlus Ace 6માં 1.5K BOE OLED ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આવશે જે સ્પીડ અને સેફ્ટી માટે સારો અનુભવ આપી શકે છે. Ace 6 ને પણ Snapdragon 8 Elite ચિપસેટ સાથે તેની 7,800mAh બેટરી 120W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »