OnePlus Ace 6 આગામી સપ્તાહે ચીનમાં લોન્ચ કરાશે ત્યારે તેના સ્પેસિફિકેશનની માહિતી સામે આવી રહી છે. તેમાં દમદાર 7,800mAh બેટરી આપવામાં આવશે અને તે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
Photo Credit: Weibo/OnePlus
આગામી OnePlus હેન્ડસેટ વૈશ્વિક સ્તરે OnePlus 15R તરીકે લોન્ચ થઈ શકે છે.
OnePlus Ace 6 આગામી સપ્તાહે ચીનમાં લોન્ચ કરાશે ત્યારે તેના સ્પેસિફિકેશનની માહિતી સામે આવી રહી છે. તેમાં દમદાર 7,800mAh બેટરી આપવામાં આવશે અને તે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. OnePlus Ace 6 માં સ્નેપડ્રેગન 8 Elite પ્રોસેસર આવામાં આવે તેવી શકયતા છે. તે 165Hz AMOLED સ્ક્રીન અને બાયોમેટ્રિક સિક્યોરિટી માટે અલ્ટ્રાસોનિક ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવશે.
OnePlus Ace 6ના મુખ્ય સ્પેસિફિકેશન્સOnePlus એ તેના Ace 6 સ્માર્ટફોનને "અલ્ટ્રા પર્ફોર્મન્સ" ફ્લેગશિપ ગણાવ્યું છે અને ચાઇનીઝ માઇક્રોબ્લોગિંગ સાઇટ Weibo પર એક પોસ્ટ દ્વારા તેના મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા મુજબ, આ સ્માર્ટફોન 165Hz સુધીના વેરિએબલ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. પેનલ 60, 90, 120, 144 અને 165Hz પર રિફ્રેશ કરી શકશે. તેમાં, ફ્લેટ AMOLED સ્ક્રીન રહેશે આંખોના પ્રોટેક્શન માટેના ફીચર્સ તેમજ તે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવશે. OnePlus Ace 6 ક્વોડ ઇન્ગ્રેસ પ્રોટેક્શન રેટિંગ ધરાવશે.
OnePlus Ace 6 અંગે અગાઉ દર્શાવાયેલા ટીઝર પ્રમાણે તેમાં મેટલ ફ્રેમ હશે તે ત્રણ કલર બ્લેક , ફ્લેશ વ્હાઇટ અને ક્વિકસિલ્વરમાં મળશે. OnePlus Ace 6 માં સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ હોવાની શક્યતા છે જે અગાઉ રજૂ કરાયેલા તેના પ્રીમિયમ ફ્લેગશીપ ફોન OnePlus 13માં પણ આપવામાં આવી છે. તેનું વજન 213 ગ્રામ રહેશે. ધૂળ અને પાણી સામે રક્ષણ માટે તેને IP66 + IP68 + IP69 + IP69K રેટિંગ મળ્યું છે.
OnePlus Ace 6 માં, 7,800mAh બેટરી આપવામાં આવશે જે તેના સેગમેન્ટમાં સૌથી મોટી હોવાનો દાવો કરવામાં આવે છે. તે 120W પર ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જોકે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
OnePlus Ace 6નું પ્રી બુકિંગ
OnePlus Ace 6, Oppo e-Shop, JDMall અને કંપનીના અન્ય ઓનલાઈન સ્ટોરફ્રન્ટ્સ પર પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે. તેને CNY 1 (આશરે રૂ. 12) માં પ્રી-બુક કરી શકાય છે અને CNY 3,255 (આશરે રૂ. 40,000) સુધીના લાભો મેળવી શકે છે. આ સાથે જ કંપનીનો અન્ય એક ફોન OnePlus 15 પણ લોન્ચ થવા જઈ રહ્યો છે. OnePlus Ace 6 સ્માર્ટફોન 27 ઓક્ટોબરે સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે) લોન્ચ કરાશે. ફોન લોન્ચ સમય જેમ નજીક આવશે તેમ તેના અંગે વધુ માહિતી મળશે.
જાહેરાત
જાહેરાત
Google Says Its Willow Chip Hit Major Quantum Computing Milestone, Solves Algorithm 13,000X Faster
Garmin Venu X1 With 2-Inch AMOLED Display, Up to Eight Days of Battery Life Launched in India