Oppo F31 સિરીઝના સ્માર્ટફોન આગામી મહિને લોન્ચ થવાની શક્યતા જોવાઈ રહી ત્યારે તેમાં 7,000mAh બેટરી હોઈ શકે છે.
Photo Credit: Oppo
Oppo F29 શ્રેણીના અનુગામી 80W ચાર્જિંગ માટે સપોર્ટ સાથે આવવાની શક્યતા છે
Oppo F31 સિરીઝના સ્માર્ટફોન આગામી મહિને લોન્ચ થવાની શક્યતા જોવાઈ રહી છે. લોન્ચ થાય તે અગાઉ જ તેના કેટલાક સ્પેસિફિકેશન્સ લીક થયા છે અને તે પ્રમાણે તેમાં 7,000mAh બેટરી હોઈ શકે છે. આ ઉપરાંત તેના Oppo F31 અને Oppo F31 Pro સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી જ્યારે Oppo F31 Pro+ માં સ્નેપડ્રેગન 7 જેન ૩પ્રોસેસર આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. Oppo F29 પછી Oppo F31 સિરીઝ બજારમાં આવવા તૈયાર છે ત્યારે તેની લીક થયેલી ડિઝાઇન રેન્ડર સ્વરૂપે જોવા મળી હતી. જેમાં, Oppo F31 Pro+ વ્હાઇટ, પિન્ક અને બ્લુ કલરના ઓપ્શન્સમાં મળશે. Oppo F31 Pro બ્લેક અને ગોલ્ડ કલરમાં જોઈ શક્યા છે.
ઓપ્પો સ્માર્ટફોનની Oppo F31 સિરીઝના ત્રણેય ફોન Oppo F31, Oppo F31 પ્રો અને Oppo F31 pro+માં 7,000mAh બેટરી આપવામાં આવી છે. Oppo F31 Pro+માં સ્નેપડ્રેગન 7 જેન 3 પ્રોસેસર અને ફ્લેટ ડિસ્પ્લે રહેશે તેમજ જાણકારી પ્રમાણે તેમાં 12GB રેમ એન 256GB સ્ટોરેજ આવશે. ઓપ્પો 31 સ્ટાન્ડર્ડ સ્માર્ટ ફોનમાં ગોળાકાર આકારમાં કેમેરા સેટઅપ આવશે જ્યારે Oppo F31 pro માં ચોરસ આકારમાં કેમેરા સેટઅપ આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. તેમાં કેમેરા સેન્સર અને એલઇડી ફ્લેશ પણ ઊભી રેખામાં આપવામાં આવ્યા છે.
અગાઉના એક અહેવાલ અનુસાર ભારતમાં Oppo F31 સિરીઝના સ્માર્ટ ફોન 12 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બરની વચ્ચે લોન્ચ થશે. આ ફોન ઓપ્પો F 29 માં જ હાર્ડવેરમાં થોડા સુધારા સાથે રજૂ કરાય તેવી શક્યતા છે.
ટિપસ્ટર અભિષેક યાદવે ફોન અંગે દર્શાવેલા સ્પેશિફિકેશન્સમાં ઓપ્પો F31 મીડિયાટેક ડાયમેન્સિટી 6300 અને ઓપ્પો F31 પ્રો મીડિયાટેક ડાયમેન્સિટી 7300 સિપ્સેટ સાથે આવશે. બંને ફોનમાં 80wનું ચાર્જિંગ આપવામાં આવ્યું છે. Oppo F31 pro+માં સ્નેપડ્રેગન 7 જેન 3 પ્રોસેસર આવશે.
ભારતમાં ઓપ્પો દ્વારા તેના ઓપ્પો F 29 અને ઓપ્પો F 29 પ્રો ફોન આ વર્ષે માર્ચ મહિનામાં રજૂ કરાયા હતા અને તેના પ્રોસેસરની વાત કરીએ તો સ્નેપડ્રેગન 6 જેન 1 આપવામાં આવ્યું હતું તેમજ તેમાં 6.7 ઇંચનો ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે અને 50 મેગાપિક્સલ રીઅર કેમેરા આપવામાં આવ્યો છે. ઓપ્પો F 29 પ્રો મોડેલ મીડિયાટેક ડાયમેન્સિટી 7300 Energy SoCથી સજ્જ છે.
જાહેરાત
જાહેરાત