MediaTek Dimensity 9500, 16GB RAM, 1TB સ્ટોરેજ સાથે થશે લોન્ચ

અનેક ફીચર્સ અને પ્રીમિયમ ડિઝાઇન સાથે આ સ્માર્ટફોન્સ ભારતીય બજારમાં થશે ઉપલબ્ધ

MediaTek Dimensity 9500, 16GB RAM, 1TB સ્ટોરેજ સાથે થશે લોન્ચ

Photo Credit: Oppo

ઓપ્પો ફાઇન્ડ X9 શ્રેણીમાં હેસલબ્લેડ-ટ્યુન્ડ ક્વાડ-રીઅર કેમેરા સેટઅપ છે

હાઇલાઇટ્સ
  • MediaTek Dimensity 9500 + 16GB RAM: સ્મૂથ મલ્ટીટાસ્કિંગ અને ફ્લેગશિપ પર
  • Find X9 Proમાં 200MP પેરિસ્કોપ ટેલિફોટો, સ્ટાન્ડર્ડમાં 50MP કેમેરાનો જા
  • 7,500mAh (Pro) + 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે
જાહેરાત

Oppo Find X9 સિરીઝ ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરવા તૈયાર ! વૈશ્વિક સ્તરે લોન્ચિંગ તારીખ થઈ જાહેર.Oppo Find X9ના કલર અને ફીચર્સ,ચીનમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા પછી હવે Oppo Find X9 સિરીઝ ટૂંક સમયમાં ભારતના બજારમાં મચાવશે ધમાલ. કંપનીએ વૈશ્વિક સ્તરે તેના Oppo Find X9 અને Find X9 Pro સ્માર્ટફોન્સ સાથે Watch S અને Pad 5 પણ 16 ઓક્ટોબરે લોન્ચ કર્યા હતા. હવે, બ્રાન્ડે વૈશ્વિક લોન્ચ માટે 28 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. જો કે, ભારતમાં લોન્ચની ચોક્કસ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.નવી Find X9 સિરીઝમાં નવા યુગના MediaTek Dimensity 9500 ચિપસેટ સાથે જોવા મળશે, જેમાં 16GB સુધીની RAM અને 1TB સુધીનો ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. Oppo Find X9 મોડેલ ટાઇટેનિયમ ગ્રે અને સ્પેસ બ્લેક કલર વેરિઅન્ટમાં આવશે અને Find X9 Pro વધુ પ્રીમિયમ લુક સાથે સિલ્ક વ્હાઇટ અને ટાઇટેનિયમ ચારકોલ શેડ્સમાં જોવા મળશે.

આ સ્માર્ટફોન્સને વૈશ્વિક સ્તરે 28 ઓક્ટોબરે બાર્સેલોના ખાતે યોજાનાર ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ભારતીય બજાર માટે, India Mobile Congress (IMC) 2025 દરમિયાન Oppo એ જાહેરાત કરી હતી કે નવેમ્બર મહિનામાં Find X9 સિરીઝ ભારતમાં રજૂ થશે. જો કે, કંપનીએ હજી સત્તાવાર તારીખ જાહેર કરી નથી. હાલના અહેવાલો આ સિરીઝ 18 નવેમ્બરે ભારતીય બજારમાં લોન્ચ થવાની શક્યતા છે.

જાણો Oppo X9 Pro ની કિંમત :

ભારતીય બજારમાં Oppo Find X9 સિરીઝની કિંમતને લઈને પહેલેથી જ ચર્ચામાં આવી ગઈ છે. અહેવાલો મુજબ, Find X9 Proની કિંમત રૂ. 1,00,000થી ઓછી હોવાની શક્યતા છે, જ્યારે સ્ટાન્ડર્ડ Find X9 લગભગ રૂ. 65,000ની આસપાસ લોન્ચ થઈ શકે છે. ચીનમાં, Find X9નું બેઝ વેરિઅન્ટ જે 12GB RAM અને 256GB સ્ટોરેજ સાથે તેની કિંમત CNY 4,399 અંદાજિત ભારતીય કિંમત લગભગ રૂ. 54,300 છે, જ્યારે Find X9 Proનું બેઝ ઓપ્શન જે CNY 5,299 અંદાજિત ભારતીય કિંમત લગભગ રૂ. 65,400થી શરૂ થાય છે.

Oppo Find X9 સિરીઝ ફીચર્સ :

આ મોડલમાં ફિચર્સ ખરેખર “ફ્લેગશિપ ક્લાસ”નો અનુભવ આપે છે. જે નવીનતમ MediaTek Dimensity 9500 SoC સાથે સંચાલિત આ સ્માર્ટફોન્સમાં 16GB સુધીની RAM અને 1TB સુધીની આંતરિક સ્ટોરેજ સાથે આવશે. ડિસ્પ્લેની વાત કરીએ તો, Find X9 Proમાં 6.78-ઇંચ અને Find X9માં 6.59-ઇંચની AMOLED સ્ક્રીન આપવામાં આવી છે, જે 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે અદ્ભુત વિઝ્યુઅલ્સનો અનુભવ આપે છે. બંને મોડેલમાં 3600 nits સુધીની પીક બ્રાઇટનેસ અને ઓલવેઝ-ઓન ડિસ્પ્લે (AOD) સપોર્ટ મળી રહેશે.

ફોટોગ્રાફી માટે Oppoએ Find X9 સિરીઝને એક શક્તિશાળી કેમેરા સાથે આવશે. બંને સ્માર્ટફોનમાં 50MP Sony LYT-828 પ્રાથમિક સેન્સર અને 50MP Samsung JN5 અલ્ટ્રાવાઇડ લેન્સ આપવામાં આવ્યા છે. જ્યાં Find X9 Proમાં 200MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ છે, ત્યાં સ્ટાન્ડર્ડ Find X9માં 50MP ટેલિફોટો સેન્સર છે. સેલ્ફી લવર્સ માટે જે માટે Find X9 Proમાં 50MP ફ્રન્ટ કેમેરા, જ્યારે Find X9માં 32MP સેલ્ફી શૂટર આપવામાં આવ્યો છે.

બેટરી જોવા જઈએ તો, Find X9 Proમાં વિશાળ 7,500mAh અને Find X9માં 7,025mAh બેટરી છે, બંને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. એ સાથે જ બંને સ્માર્ટફોન IP66, IP68 અને IP69 રેટિંગ્સ સાથે આવે છે, જે તેમને ધૂળ અને પાણીથી રક્ષણ આપે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »