Oppo Find X9, Find X9 Proના ફિચર્સ અંગેની માહિતી

બેઝ Oppo Find X9 માં 6.59 ઇંચ 1.5K ફ્લેટ LTPO OLED ડિસ્પ્લે અને તેમાં રિફ્રેશ રેટ 120Hz મળશે.

Oppo Find X9, Find X9 Proના ફિચર્સ અંગેની માહિતી

Photo Credit: Weibo/Zhou Yibao

Oppo Find X9 (ડાબે) માં ફ્લેટ ડિસ્પ્લે હશે

હાઇલાઇટ્સ
  • Oppo Find X9 માં 6.59 ઇંચ 1.5K ફ્લેટ LTPO OLED ડિસ્પ્લે
  • Oppo Find X9 અને Find X9 Pro 80W ફાસ્ટ ચાર્જિંગ
  • Oppo Find X9 લાઇનઅપ Android 16 પર આધારિત ColorOS 16 સાથે
જાહેરાત

Oppo Find X9, Find X9 Pro ચીનમાં લોન્ચ થાય તે અગાઉ તેની બેટરી તેમજ મળનારા ફિચર્સ અંગેની માહિતી જાણવા મળી છે. Oppo દ્વારા પહેલા Find X9 અને Find X9 Pro લોન્ચ કરાશે તેવું અનુમાન છે. ત્યારબાદ થોડાક સમય પછી તેમાં અલ્ટ્રા રજૂ કરાશે તેવી ધારણા છે. Oppo Find X9 અને Find X9 Proના સ્પેસિફિકેશન્સ કંપનીના એક અધિકારી દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા અને તેમાં બેટરી અને અન્ય સ્પેસિફિકેશન જાણવા મળ્યા છે.Oppo Find X9, Find X9 Pro બેટરી,Oppo Find પ્રોડક્ટ મેનેજર Zhou Yibao એ પુષ્ટિ આપી છે કે Oppo Find X9માં 7,025mAh 'ગ્લેશિયર' બેટરી (ચાઇનીઝનું ભાષાંતર) આપવામાં આવશે તેમજ Find X9 Pro માં 7,500mAh બેટરી હોવાની શક્યતા છે. Oppo Find X9 સિરીઝમાં કોલ્ડ કોર્વિંગ ટેકનોલોજી રહેશે અને ફોન ટાઇટેનિયમ કલરમાં મળે તેવી શક્યતા છે. આ વાતને Oppo Find ના પ્રોડક્ટ મેનેજર Zhou Yibao સમર્થન આપ્યું હતું.

Oppo Find X9, Find X9 Proના સ્પેસિફિકેશન

Oppo Find X9 લાઇનઅપ Android 16 પર આધારિત ColorOS 16 સાથે આવશે, જેમાં Apple ડિવાઈઝ પર મળતા કેટલાક ફીચર માટે નેટિવ સપોર્ટનો પણ સમાવેશ થાય છે. તેના ઉદાહરણ માટે કંપનીના અધિકારીએ AirPods 4 ને Oppo Find X9 સાથે જોડીને દર્શાવ્યું હતું. આંખોને માટે અનુકૂળ આવે તેમ એન્ટિ-મોશન સિકનેસ મોડ સાથે ડિસ્પ્લે આવશે. Oppo Find X9 સિરીઝના ફોનમાં Hasselblad ટ્યુન્ડ કેમેરા આપવામાં આવશે.

વેનીલા Oppo Find X9 માં 7.9mm જાડાઈ સાથે અને તેનું વજન લગભગ 203 ગ્રામ હશે. Oppo Find X9 Pro 8.25mm જાડાઈ અને લગભગ 224 ગ્રામ વજન સાથે આવશે. બંને સ્માર્ટ ફોન 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે તેમ ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન (ચાઇનીઝનું ભાષાંતર) એ Weibo પોસ્ટમાં દાવો કર્યો છે.

બેઝ Oppo Find X9 માં 6.59 ઇંચ 1.5K ફ્લેટ LTPO OLED ડિસ્પ્લે અને તેમાં રિફ્રેશ રેટ 120Hz મળશે. આ ઉપરાંત તેમાં MediaTek Dimensity 9500 SoC આપવામાં આવે અને તેમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હોય તેવી ધારણા છે.

Helplines
Vandrevala Foundation for Mental Health9999666555 or help@vandrevalafoundation.com
TISS iCall022-25521111 (Monday-Saturday: 8 am to 10 pm)
(If you need support or know someone who does, please reach out to your nearest mental health specialist.)

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »