Oppo Find X9 & X9 Pro લોન્ચ: Hasselblad કેમેરા, 1.5K LTPO ડિસ્પ્લે અને આકર્ષક ફીચર્સ સાથે

Oppo Find X9 & X9 Pro બન્ને મોડલ 5G, Wi-Fi, GPS, બ્લૂટૂથ અને USB-C પોર્ટ સાથે સંપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.

Oppo Find X9 & X9 Pro લોન્ચ: Hasselblad કેમેરા, 1.5K LTPO ડિસ્પ્લે અને આકર્ષક ફીચર્સ સાથે

Oppo Find X9 Pro 200-મેગાપિક્સલ સેમસંગ HP5 ટેલિફોટો પેરિસ્કોપ સેન્સરથી સજ્જ છે

હાઇલાઇટ્સ
  • Hasselblad-ટ્યુન્ડ સેટઅપ, Pro મોડેલમાં 200MP પેરિસ્કોપ ટેલિફોટો, 50MP
  • Find X9 Pro 7,500mAh, Find X9 7,025mAh, 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
  • IP66/IP68/IP69 રેટિંગ સાથે આપશે ધૂળ અને પાણીથી રક્ષણ
જાહેરાત

Oppo Find X9 & X9 Pro લોન્ચ: ડાયમેન્સિટી 9500 ચિપ્સેટ અને હેસલબ્લેડ કેમેરા અનુભવ સાથે! Oppo એ પોતાની નવી ફ્લેગશિપ સિરિઝ Find X9 અને Find X9 Pro ગુરુવારે ચીનમાં હાર્ડવેર ઇવેન્ટમાં લોન્ચ કરાયો આ બન્ને ફોન મીડિયાટેક Dimensity 9500 SoCથી સજ્જ એ સાથે તે એન્ડ્રોઇડ 16 આધારિત ColorOS 16 ચલાવે છે. ફોનમાં Hasselblad-ટ્યુન્ડ કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાથમિક સેન્સર તરીકે 50-MP Sony LYT 828 નો સમાવેશ થાય છે. Pro મોડેલમાં ખાસ 200-MP પેરિસ્કોપ ટેલિફોટો શૂટર છે, જ્યારે સ્ટાન્ડર્ડ X9 મોડેલમાં 50-MP ટેલિફોટો કેમેરા આવેલ છે. ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP66, IP68 અને IP69 રેટિંગને પૂર્ણ કરે છે,જે ડિવાઇસને સૌથી વધુ સલામતી આપે છે. જાણો Oppo Find X9 અને X9 Pro કિંમત,Oppo Find X9ના વેરિઅન્ટ્સની શરૂઆત 12GB + 256GB મોડેલ માટે CNY 4,399 જેની ભારતીય અંદાજિત કિંમત લગભગ ₹54,300 છે. ચાલો વધુ સ્ટોરેજ અને રેમ સાથેના મોડેલ્સ જોઈએ,16GB + 256GB: CNY 4,699 (~₹58,000),12GB + 512GB: CNY 4,999 (~₹61,700) ,16GB + 512GB: CNY 5,299 (~₹65,400) ,16GB + 1TB: CNY 5,799 (~₹71,600)

જ્યારે Oppo Find X9 Proની શરૂઆત 12GB + 256GB વર્ઝનથી CNY 5,299 જેની અંદાજિત ભારતીય કિંમત ₹65,400) છે. અન્ય સ્ટોરેજ અને રેમ સાથેના મોડેલ્સની કિંમતો:

  • 12GB + 512GB: CNY 5,699 (~₹70,300)
  • 16GB + 512GB: CNY 5,999 (~₹74,100)
  • 16GB + 1TB: CNY 6,699 (~₹82,700)

Oppo Find X9 Pro & Find X9ના સ્પેસિફિકેશન્સ :

Oppo Find X9 Proમાં 6.78-ઇંચનું LTPO 1.5K ડિસ્પ્લે (2772×1272 પિક્સેલ્સ) આવેલ છે અને Find X9માં 6.59-ઇંચ 1.5K ડિસ્પ્લે (2760×1256 પિક્સેલ્સ) સાથે જોવા મળશે. બંને ફોન 120Hz રિફ્રેશ રેટને અને 1800nits ગ્લોબલ પીક બ્રાઇટનેસ અને આ સ્થાનિક પીક બ્રાઇટનેસમાં 3600nits સુધી પહોંચી શકશે. આના કારણે સ્ક્રીનની ક્ષમતાને 20% કરતાં વધુ દેખાઈ આવે છે, ફુલ-સ્ક્રીન AOD ફીચર પણ મળશે. આ ProXDR ડિસ્પ્લે HDR- અને HDR Vivid, Dolby Vision અને HDR10+ને સપોર્ટ કરે છે.

Find X9 અને X9 Pro મીડિયાટેક Dimensity 9500 ચિપસેટ સાથે જે 16GB સુધીની RAM અને 1TB સુધીની સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે એ સાથે તેમાં એન્ડ્રોઇડ 16 આધારિત ColorOS 16 આવેલ છે.કેમેરાની વાત કરીએ તો Oppo Find X9 માં50MP Sony LYT-828 પ્રાથમિક કેમેરા,50MP Sony LYT-600 પેરિસ્કોપ ટેલિફોટો50MP Samsung JN5 અલ્ટ્રાવાઇડ કેમેરા, 32MP ફ્રન્ટ કેમેરા સેલ્ફી અને વિડિયો કોલ્સ માટે ઉપલબ્ધ છે. Oppo Find X9 Pro અલ્ટ્રાવાઇડ કેમેરા સાથે 200MP પેરિસ્કોપ ટેલિફોટો (3x ડિજિટલ ઝૂમ)અને 50MP ફ્રન્ટ કેમેરા સેલ્ફી માટે આવેલ છે.

Find X9 માં 7,025mAh બેટરી ક્ષમતા મળી રહેશે અને Find X9 Pro માં 7,500mAh બેટરી ક્ષમતા મળશે, એ સાથે આ બન્ને મોડલ 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મળશે ધૂળ અને પાણીથી રક્ષણ, જેના માટે IP66, IP68 અને IP69 ફિચર્સ આપવામાં આવ્યા છે અને બંનેમાં કનેક્ટિવિટી વિકલ્પો માટે 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS, USB-C મળી રહેશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »