ઓપ્પો K13 Turboમાં 7000 mAh બેટરી અને 80w નું ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.
Photo Credit: Oppo
Oppo K13 ટર્બો શ્રેણી IPX6, IPX8 અને IPX9 પાણી પ્રતિકાર રેટિંગને પૂર્ણ કરે છે તેવો દાવો કરવામાં આવે છે
Oppo K13 Turbo અને Oppo K13 Turbo pro બંને ફોન 11 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થયા છે. ફોનના સ્પેસિફિકેશન ઘણા સારા છે અને Oppo K13 Turboમાં મીડિયાટેક ડાયમેનસિટી 8450 પ્રોસેસર તેમજ તેના પ્રો વર્ઝન Oppo K13 Turbo pro માં સ્નેપડ્રેગન 8s જેન 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Oppo K13 Turbo સિરીઝમાં ઇનબિલ્ટ કુલિંગ સિસ્ટમ છે. બંને ફોનમાં પેસિવ થર્મલ મેનેજમેન્ટ માટે 7,000 sq mm વેપર ચેમ્બર અને 7,000 sq mm ગ્રેફાઇટ લેયર આપવામાં આવ્યું છે. ઓપ્પો K13 Turboમાં 7000 mAh બેટરી અને 80w નું ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.
Oppo K13 Turbo ફોનમાં 50 મેગાપિક્સલ ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે અને 16 મેગાપિક્સલ સેલ્ફી શૂટર આપવામાં આવ્યું છે. ફોનને ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગેનું IPX6, IPX8 અને IPX9 પ્રાપ્ત છે. Oppo K13 Turbo સિરીઝના સ્માર્ટ ફોનમાં 6.80 ઇંચ 1.5K (1,280×2,800 પિક્સલ) એમોલ્ડ ડિસ્પ્લે આવશે અને તેનો રિફ્રેશ રેટ 120Hz સુધીનો રહેશે. આ સાથે જ તેમાં ગ્લોબલ બ્રાઈટનેસ લેવલ 1,600 નિટ્સ છે.
Oppo K13 Turboમાં મીડિયાટેક ડાયમેનસિટી 8450 પ્રોસેસર તેમજ તેના પ્રો વર્ઝન Oppo K13 Turbo pro માં સ્નેપડ્રેગન 8s જેન 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે 12GB રેમ અને 256GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજને સ્પોર્ટ કરે છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત ColorOS 15.0. 2. પર ચાલશે. ફોનમાં બે વર્ષની OS અપગ્રેડ અને ત્રણ વર્ષની સિક્યોરિટી અપડેટ્સ આપવામાં આવી છે. બંને ફોનની સાઈઝ જોઈએ તો, 162.78×77.22×8.31mm અને તેનું વજન જોઈએ તો, અનુક્રમે 207 ગ્રામ અને 208 ગ્રામ છે. ઓપ્પો ફોનમાં બાહ્ય કુલિંગ માટે ટર્બો બેક ક્લિપ પણ લોન્ચ કરી છે અને તેની કિંમત રૂ. ૩,999 રાખી છે.
Oppo K13 Turbo 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે રૂ. 27,999માં તેમજ 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવતો ફોન રૂ. 29,999માં મળશે. ફોન ૧૮ ઓગસ્ટથી ખરીદી શકાશે અને તેમાં ફર્સ્ટ પર્પલ, નાઇટ વ્હાઇટ અને મિડનાઇટ માવરિક કલર આપવામાં આવ્યા છે. Oppo K13 Turbo Proમાં બે વિકલ્પ આપવામાં આવ્યા છે અને તેમાં, 8GB રેમ અને 256GB સ્ટોરેજ વાળો ફોન રૂ. 37,999 અને 12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતો ફોન રૂ. 39,999 માં ખરીદી શકાશે. આ ફોન 15 ઓગસ્ટથી બજારમાં આવશે અને તે મિડનાઇટ માવરિક, પર્પલ ફેન્ટમ તેમજ સિલ્વર નાઇટ કલરમાં લઈ શકાશે.
Oppo K13 Turbo સિરીઝના ફોન ભારતમાં ફ્લિપકાર્ટ અને કંપનીના ઈ સ્ટોર તેમજ પસંદગીના રિટેલ સ્ટોર પરથી લઈ શકાશે. પસંદગીની બેંકના કાર્ડથી ખરીદનારને રૂ. 3000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને નવ મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
જાહેરાત
જાહેરાત