6,000mAh બેટરી ક્ષમતા સાથે લોન્ચ થશે Oppo K13x 5G

યુનિક ડિઝાઇન તેમજ અનેક રંગ વિકલ્પો સાથે આ મહિનાના અંતમાં લોન્ચ થશે Oppo K13x 5G.

6,000mAh બેટરી ક્ષમતા સાથે લોન્ચ થશે Oppo K13x 5G

Photo Credit: Oppo

Oppo K13x 5G મિડનાઈટ વાયોલેટ અને સનસેટ પીચ કલર વિકલ્પોમાં આવશે

હાઇલાઇટ્સ
  • 50-MP ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ સાથે લોન્ચ થશે આ Oppo K13x 5G
  • Oppo K13x 5G મીડિયાટેક ડાયમેન્સિટી 6300 SoC સાથે આવવાની અપેક્ષા છે
  • Oppo K13x 5G માં 8-MP નો સેલ્ફી સ્નેપર હોઈ શકે છે
જાહેરાત

ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે Oppo નું નવું મોડેલ Oppo K13x 5G. ફોન લોન્ચિંગની તારીખ અંગે હજુ ચોક્કસપણે માહિતી સામે આવી નથી. લોન્ચ થતાની સાથે આ મોડેલ ખરીદી માટે ફ્લિપકાર્ટ તેમજ ઈ સ્ટોર પર મળી રહેશે એ સાથે કંપની દ્વારા ફોનની બેક પેનલ અને ડીઝાઈન વિશેની માહિતી બહાર પડે છે એ સાથે આ મોડેલ એટલે કે Oppo K13x 5Gએ મીડિયાટેક ડાયમેન્સિટી 6300 SoC સાથે અને 6,000mAh બેટરી ક્ષમતા સાથે લોન્ચ થશે એવી માહિતી સામે આવી રહી છે.જાણો Oppo K13x 5G ડિઝાઇન, કિંમત અને તેના ફિચર્સ,Oppo K13x 5G ની અંદાજિત કિંમત જોવા જઈએ તો તે ભારતમાં રૂ.15,999 જેટલી અથવા તો તેનાથી ઓછું હોય શકે છે. આ મોડેલનાં કલરની વાત કરીએ તો તે વાયોલેટ અને સનસેટ પીચ કલર વેમાં ઉપલબ્ધ રહેશે.

Oppo કંપની દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ પરથી આપણને ફોનના બેક પેનલના ભાગ વિશે જણાવે મળે છે જે ઉપર ડાબા ખૂણામાં દેખાય છે અને લંબગોળ કેમેરા યુનિટ સાથે નજરે ચડે છે.

ફોનમાં ગોળાકાર ધાર સાથે ફ્લેટ ડિસ્પલે પેનલ જોઈ શકાય છે અને ઉપર ની સાઈડ વચ્ચે હોલ-પંચ સ્લોટ હોવાની ધારણા છે જેથી ફ્રન્ટ કેમેરા રાખી શકાશે. અંદર ગોળ આકારના બે કેમેરા સેન્સર જોઈ શકાય છે કે LED ફ્લેશ યુનિટમાં ઊભા ગોઠવાયેલ છે અને આ કેમેરા AI બેક્ડ કેમેરા સાથે જોવા મળશે આ સાથે ફોનમાં AI ઇમેજીંગ સાથે સારી એવી એડિટિંગ માટેની ફેસેલિટી પણ મળી રહેશે.

મોડેલ લોન્ચિંગ માટેની તારીખ વિશે હજુ સુધી કંઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પણ સૂત્રો મુજબ એવી જાણવા મળ્યું છે આ ફોન જૂન માસના છેલ્લા અઠવાડિયા સુધી લોન્ચ થશે એવી સંભાવના છે અને આ મોડેલ વેચાણ માટે ફ્લિપકાર્ટ વેબસાઈટ પર અને Oppo કંપનીની વેબસાઇટ એટલે કે Oppo India અને ઓફ્લાઈન સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ રહેશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »