અપેક્ષિત ડેબ્યૂ પહેલા Oppo Reno 14FS 5G ની કિંમત, ડિઝાઇન અને સ્પષ્ટીકરણો લીક થઈ ગયા

Oppo Reno 14FS 5G ફોન જુલાઈના અંતમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં બજારમાં આવે તેવી ધારણા છે.

અપેક્ષિત ડેબ્યૂ પહેલા Oppo Reno 14FS 5G ની કિંમત, ડિઝાઇન અને સ્પષ્ટીકરણો લીક થઈ ગયા

Photo Credit: Oppo

Oppo Reno 14FS, Reno 5G 14F મોડેલ સાથે આકર્ષક સામ્યતા ધરાવી શકે છે (ચિત્રમાં)

હાઇલાઇટ્સ
  • Oppo Reno 14FS 5G સ્માર્ટરફોનમાં અહેવાલ સ્નેપડ્રેગન 6 જેન 4 ચિપસેટ (સંભવિ
  • Oppo Reno 14FS 5G માં 6,000mAh બેટરી, 45Wનું વાયર્ડ ચાર્જિંગ
  • સ્માર્ટ ફોનને ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP69 જેવું દમદાર રેટિંગ
જાહેરાત

ઓપ્પો રેનો 14FS 5G થોડા જ અઠવાડિયામાં બજારમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે જો કે, આ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત આ સ્માર્ટફોન લોન્ચ થાય પહેલા જ તેની ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સ અને કિંમત સહિતની વિગતો લીક થઈ છે. મળતી માહિતી પ્રમાણે Reno 14F 5G મોડેલ કરતા તેના હાર્ડવેરમાં ફેરફાર કરી વધુ સારું બનાવવામાં આવ્યું છે. Oppo Reno 14FS 5G માં 6,000mAh બેટરી આપવામાં આવી છે અને તેમાં 45Wનું વાયર્ડ ચાર્જિંગ રહેશે.ફોનના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ (સંભવિત),Oppo Reno 14FS 5G સ્માર્ટરફોનમાં અહેવાલ પ્રમાણે સ્નેપડ્રેગન 6 જેન 4 ચિપસેટ આપવામાં આવી છે અને તે એન્ડ્રોઇડ 15 આધારિત colorOS 15.0.2 પર ચાલશે. ફોનમાં 6.57 ઇંચની એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે, તેમજ તેનો રિફ્રેશ રેટ 120Hz રહેશે. લીક ઇમેજ પ્રમાણે તેના 32 મેગાપિક્સલનો કેમેરા માટે સેન્ટર એલાઇન હોલ પંચ કટઆઉટ આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટ ફોનને ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP69 જેવું દમદાર રેટિંગ પણ મળ્યું છે. આ ફોનનું માપ જોઈએ તો 158.16×74.9×7.7mm અને તેનું વજન 181 ગ્રામ રહેશે.

અહેવાલ પ્રમાણે Oppo Reno 14FS 5G ફોન AI આધારિત ફીચરથી સજ્જ હશે અને તેમાં ગૂગલનું સર્કલ ટુ સર્ચ, જેમિની AI આસિસ્ટન્ટ તેમજ ઇમેજ મેનીપ્યુલેશન ફીચરને સપોર્ટ કરે છે. ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં, 50 મેગાપિક્સલનો Sony IMX882 સેન્સર સાથે પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા રહેશે.

Oppo Reno 14FS 5Gના ભાવ

માહિતી માહિતી પ્રમાણે યુરોપમાં ફોનની કિંમત EUR 450(લગભગ રૂ. 45,700)રહેશે. ફોન જુલાઈના અંતમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં બજારમાં આવે તેવી ધારણા છે.

આ નવા આવી રહેલા ફોનમાં અગાઉ લોન્ચ થયેલા ઓપ્પો રેનો 14Fની સરખામણીએ સ્ટોરેજમાં સુધારો કરી રેમ વધારીને આપવામાં આવી છે તેમજ તે લ્યૂમિન્સ ગ્રીન તેમજ ઓપલ બ્લુ શેડમાં મળવાની શક્યતા છે. આ સાથે જ તેમાં 12GB રેમ અને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે તેવી શક્યતા છે.

લીક થયેલી ઇમેજ પ્રમાણે ફોન બ્લૂ કલર મળશે જે અગાઉ લોન્ચ થયેલા મોડેલ Oppo Reno 14F 5Gના જેવો દેખાઈ રહ્યો છે. આમ, ફોન લોન્ચ થતા પહેલા જ તેની ઘણીખરી માહિતી બહાર આવી હોવાથી ફોન અંગે કોઈ ખાસ ઉત્સુકતા જોવા મળશે નહીં તેમ પણ લાગી રહ્યું છે. ફોન તેના અગાઉના ફોન કરતાં વધુ સારા હાર્ડવેર સાથે આવશે અને સ્ટોરેજ સાથે આવશે તેમ જાણવા મળે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »