Poco F7 5G ફોન ભારતમાં લોન્ચ થયો છે. જેમાં Snapdragon 8s Gen 4 ચિપસેટ અને 7,550mAh Battery આપવામાં આવી છે.
Photo Credit: Poco
પોકો F7 5G IP66+IP68+IP69 ધૂળ અને પાણી પ્રતિકાર રેટિંગને પૂર્ણ કરે છે તેવો દાવો કરવામાં આવે છે
પોકો F7 5G ફોન ભારતમાં લોન્ચ થયો છે. જેમાં Snapdragon 8s Gen 4 ચિપસેટ અને 7,550mAh Battery આપવામાં આવી છે. Poco F7 5Gમાં 50-megapixel Sony IMX882 પ્રાઈમરી રેર સેન્સર અને 20-megapixel સેલ્ફી સેન્સર જેવા ફીચર્સ છે. Poco F7 5G ભારતમાં અને પસંદગીના વૈશ્વિક બજારમાં વેચાણ માટે મુકાયો છે. Poco F7 5G ના ભારતમાં રજુ કરાયેલા ફોનમાં 7,550mAh battery જ્યારે અન્ય બજારોમાં તેમાં 6,500mAh બેટરી આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં Snapdragon 8s Gen 4 ચિપસેટ, 6,000mm sq વેપર કુલિંગ ચેમ્બર પણ છે. Xiaomi's HyperOS 2.0થી ચાલે છે.પોકો F7 5G ફોનમાં ડ્યુઅલ રેર કેમેરા છે. ધૂળ અને પાણી સામે રક્ષણ અંગે તેને IP66+IP68+IP69 રેટિંગ મળ્યું હોવાનું જાણવા મળે છે.
ભારતમાં Poco F7 5G સ્માર્ટ ફોન 12GB + 256GB સ્ટોરેજની કિંમત રૂ. 31,999 અને તેના 12GB + 512GB સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત રૂ. 33,999 છે. આ સ્માર્ટ ફોન 1લી જુલાઈથી ફ્લિપકાર્ટ પર મળી શકશે. તેના કલર જોઈએ તો સાયબર સિલ્વર એડિશન, ફોરેસ્ટ વ્હાઇટ અને પેન્ટોમ બ્લેક કંટ્રીવેઝમાં મળી શકશે.Poco F7 5G સ્માર્ટ ફોનમાં 6.8 ઇંચ 1.5K (1,280x2,772 pixels) AMOLED ડિસ્પ્લે છે. ફોન 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે. તેની સ્ક્રીન HDR10+ને સપોર્ટ કરે છે અને કોર્નિંગ ગોરીલા ગ્લાસ 7i પ્રોટેક્શન આપે છે. આ ફોનમાં 3200 નિટ્સ સુધીની બ્રાઇટનેસ છે.
આ હેન્ડસેટમાં Snapdragon 8s Gen 4 SoC અને 12 GB સુધીની LPDDR5X RAM અને 512GB સુધીની ની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
Poco F7 5G સ્માર્ટ ફોનમાં AI ફીચર્સ જેવા કે, ગુગલ જેમિની, સર્કલ ટુ સર્ચ, તેમજ AI નોટ્સ, AI ઇન્ટરપ્રિટર, ઇમેજ એન્હેન્સર, AI ઇમેજ એક્સ્પાનશન વગેરે આપવામાં આવ્યા છે.
તેના કેમેરા અંગે જાણીએ તો તેમાં 50 મેગાપિક્સલ સોની IMX882 પ્રાઈમરી સેન્સર અને સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ સેન્સર તેમજ 20 પિક્સલ ફ્રન્ટ કેમેરા સેલ્ફી અને વિડીયો કોલ માટે છે. અન્ય ફીચર્સ જણીએ તો આ હેન્ડસેટમાં AI આધારિત 3D IceLoop System ટેમ્પરેચર કંટ્રોલ માટે અને 6,000mm sq વેપર કુલિંગ ચેમ્બર આપવામાં આવી છે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket