Poco M7 Plus 5G સ્માર્ટ ફોન ભારતમાં ઓગસ્ટ મહિનામાં લોન્ચ થયા હતા. હવે ફોન 4GB રેમમાં પણ રજૂ કરશે.
Photo Credit: Poco
Poco M7 Plus 5G માં 7,000mAh સિલિકોન-કાર્બન બેટરી છે
Poco M7 Plus 5G સ્માર્ટ ફોન 22 સપ્ટેમ્બરથી 4GB RAMમાં પણ મળશે. હાલમાં આ 6GB રેમ અને 8GB રેમમાં મળી રહ્યા છે. Poco M7 Plus 5G સ્માર્ટ ફોન ભારતમાં ઓગસ્ટ મહિનામાં લોન્ચ થયા હતા. હવે તેઓ Poco M7 Plus 5G સ્માર્ટ ફોન 4GB રેમમાં પણ રજૂ કરશે. આ નવા કન્ફિગરેશન ધરાવતો ફોન ફ્લિપકાર્ટ પર આ મહિનાના અંત સુધીમાં ઉપલબ્ધ થશે. Poco M7 Plus 5G ફોન Snapdragon 6s Gen 3 SoC થી સજ્જ છે અને તેમાં, 7,000mAh બેટરી છે. તે 33W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે આવે છે.
Poco M7 પ્લસ 5G ફોનમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજની કિંમત રૂ. 13,999 અને 8GB રેમ અને 128GB સ્ટોરેજની કિંમત રૂ. 14,999 રૂપિયા છે. તેમાં, એક્વા બ્લુ, કાર્બન બ્લેક અને ક્રોમ સિલ્વર કલર મળશે.
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલના ભાગ રૂપે 23 સપ્ટેમ્બરથી આ ફોન ખરીદી શકાશે. આ ઉપરાંત જેની પાસે ફ્લિપકાર્ટ પ્લસ અને બ્લેક મેમ્બરશિપ છે તેઓ આ ફોન 22 સપ્ટેમ્બરથી ખરીદી શકશે. આગામી તહેવારોની સીઝન સેલ દરમિયાન Poco M7 Plus 5Gના 4GB "લિમિટેડ એડિશન" વેરિઅન્ટ વેચાણ માટે ઉપલબ્ધ થશે.
Poco M7 Plus 5G ફોન Snapdragon 6s Gen 3 પ્રોસેસરથી સજ્જ છે અને તે Android 15 આધારિત HyperOS 2.0 પર ચાલે છે. ફોન 6.9 ઇંચ ફુલHD+ (1,080×2,340 પિક્સેલ્સ) ડિસ્પ્લે ધરાવે છે અને તેમાં 144Hz સુધીનો રિફ્રેશ રેટ મળશે. તેમાં, 8GB સુધી LPDDR4x રેમ અને 128GB UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવી છે. ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP64 રેટિંગ મળ્યું છે.
Poco M7 Plus 5G માં કેમેરાની વાત કરીએ તો, AI બેક્ડ ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ છે જેમાં 50 મેગાપિક્સલ મુખ્ય સેન્સર અને એક અન્ય કેમેરા છે. સેલ્ફી અને વિડિઓ કૉલ્સ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
Poco M7 Plus માં 5G, 4G, બ્લૂટૂથ 5.1, Wi-Fi, GPS અને USB Type C પોર્ટ કનેક્ટિવિટી મળશે. તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
જાહેરાત
જાહેરાત