Photo Credit: Realme
Realme 14T 5G લાઈટનિંગ પર્પલ, ઓબ્સિડીયન બ્લેક અને સર્ફ ગ્રીન કલર વેરિઅન્ટમાં આવે છે
ગયા શુક્રવારે ભારતમાં Realme 14T 5G ફોન કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ડિવાઇસમાં આપને 45 Wનું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ તથા 6000mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં 50MPના ડ્યુઅલ રીયર કેમેરા યુનિટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટ 8GB RAM અને 256GBના બિલટીન સ્ટોરેજ સાથે બજારમાં આવ્યૂ છે. ફોન MediaTek ડાયમેન્સિટી 6300 ચિપસેટ દ્વારા કાર્યરત રહેશે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ફોનમાં 2100nitsની પિક બ્રાઇટનેસ સાથેની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, ફોનને ડસ્ટ અને પાણીના પ્રતિકાફથી રક્ષણ કરવા માટે IP66+IP68+IP69 રેટિંગ આપવામાં આવ્યું છે.Realme 14T 5G કિંમત,આ ડિવાઇસના બેજજઃ વેરિયન્ટ એટલે કે 8 GB + 128 GBની કિંમત 17,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 8 GB + 256 GBની વાત કરીએ તો તેની કિંમત 19,999 રૂપિયા છે. આ હેન્ડસેટ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે જેમાં લાઇટિંગ પર્પલ, ઓબ્સિડીયન બ્લેક અને સર્ફ ગ્રીન કલરનો સમાવેશ થાય છે. આપ આ ડિવાઇસ ફ્લિપકાર્ટ તેમજ Realme ઈન્ડિયા ઈ-સ્ટોર દ્વારા ખરીદી શકાશે.
ફોનમાં 6.67 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ સાથે આપવામાં આવી છે. જેમાં 2100nitsની હાઈએસ્ટ બ્રાઇટનેસ લેવલ સાથે 180Hzનો ટચ સેમ્પલિંગ રેટ, સ્ક્રીન ટુ બોડી રેશિયો તથા 92% સ્પેક્ટ રેશિયો આપવામાં આવ્યો છે. વધુમાં ડિસ્પ્લે સાથે DCI P3 વાઈડ કલર ગેમટની સાથે આંખોના રક્ષણ માટે TUV રાઈનલેન્ડ આપવામાં આવ્યું છે.
હેન્ડસેટ 8GB LPDDRAX RAM સાથે 6nm Octa Core Media Tek Dimensity 6300નું ચિપસેટ અને 256GB સુધીનું ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 15ના Realme UI 6 દ્વારા કાર્યરત છે.
કેમેરાની વાત કરી તો ડિવાઇસમાં f/1.8 અપર્ચરનો 50MPનો મુખ્ય કેમેરા સાથે f/2.4 અપર્ચર સાથેનો 2 MPનો ડેપ્થ સેન્સરનો કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયોકોલ માટે ફોનમાં f/2.4 અપર્ચર સાથે 16 MPનો ગફરાંત કેમેરા આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં આપેલા કેમેરામાં AI આધારિત ઇમેજિંગ ટૂલ્સ સહિત લાઈવ ફોટો ફીચર્સની પણ સુવિધા આપવામાં આવી છે.
ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે જેને 45W SuperVOOC ચાર્જિંગ માટેનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. જેને ડસ્ટ અને પાણીના પ્રતિકારને રક્ષણ આપવા માટે IP66+IP68+IP69નું રેટિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટીની વાત કરી તો ડિવાઇસમાં 5G, 4G, WiFi 5, બ્લૂટૂથ 5.3, GPS અને USB Type C પોર્ટ આપવામાં આવ્યો છે. ફોનની થિકનેસની વાત કરીએ તો તે 7.97mm છે અને ફોનનું વજન 196 ગ્રામ સુધીનું છે.
જાહેરાત
જાહેરાત