Realme નો લેટેસ્ટ Realme 14T લાવી રહ્યો છે નેચરલ રંગોના ઓપ્શન

ફુલ HD ડિસ્પ્લે, 100W ના સુપર ચાર્જિંગ સાથે લોન્ચ થયો Realme 14T.

Realme નો લેટેસ્ટ Realme 14T લાવી રહ્યો છે નેચરલ રંગોના ઓપ્શન

Photo Credit: 91Mobiles

Realme 14T के Realme 14 सीरीज़ का नया एडिशन होने की उम्मीद है

હાઇલાઇટ્સ
  • 100 Wના સુપર ફાસ્ટ ચાર્જીંગના સપોર્ટ સાથે બજારમાં એન્ટ્રી કરી Realme 14
  • 6.6 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે સાથે જોવા મળશે 120Hz એનો રિફ્રેશ રેટ
  • લેટેસ્ટ હેડસેટમાં 8GB RAM સાથે 128GB અને 256GB સુધીનું બિલ્ટ-ઈન સ્ટોરેજ
જાહેરાત

રિયલમી કંપનીનું નવું મોડેલ Realme 14T ભારતમાં ટૂંક જ સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે જેની સત્તાવાર તારીખનું કોઈ પ્રકારનું કન્ફર્મેશન કરવામાં આવ્યું નથી. આ મોડેલમાં 8GB રેમ સાથે બે પ્રકારના સ્ટોરેજ હશે. જેમાં 128GB અને 256GBનો સમાવેશ થાય તેવી શક્યતાઓ છે. તે સાથે આ મોડેલમાં 6,000mAh બેટરી આવી શકે છે. તે વૉટર અને ડસ્ટ પ્રૂફ માટે IP69 રેટેડ હોઈ શકે છે.ભારતમાં Realme 14Tની પ્રાઈઝ,કેટલાક સોર્સ દ્વારા આ મોડેલની કેટલીક વિગતો લીક થઈ છે. જેમાં ફોનનું 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ રૂ.17,999માં વેચવામાં આવશે જ્યારે 8GB RAM + 256GBની કિંમત રૂ. 18,999 પર રાખવામાં આવે તેવી સંભાવનાઓ છે.

તેની સાથે Realme ફોનની ખરીદી પર 1,000 રુપિયા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. સાથો સાથ આ મોડેલ માઉન્ટેન ગ્રીન તેમજ લાઈટ પર્પલ રંગમાં જોવા મળશે.

Realme 14ના મોડેલ સિરિઝમાં Realme 14Tનો નવો ઉમેરો થયો છે. જેમાં તે 120Hz રિફ્રેશ રેટ સાથે 6.6 ઇંચની ફુલ HD+ (1,080x2,340 px) ડિસ્પ્લે જોવા મળશે. સાથે 50 MPના મુખ્ય કૅમેરા દ્વારા સંચાલિત ડ્યુઅલ રીઅર કૅમેરા યુનિટ કંપની દ્વારા આપવામાં આવશે. સાથે 32MPનો સુપરત સેલ્ફી શૂટર કેમેરો પણ કંપની આપશે. તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ લેટેસ્ટ હેન્ડસેટ 100W સુધીના ચાર્જિંગ ને સપોર્ટ પણ કરશે.

સૂત્રો દ્વારા વધું જાણવા મળ્યું છે કે, આ Realme 14Tમાં અંદરની સાઈડ ઈન ડિસ્પ્લે ફિંગરપ્રીન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. જે Android 15 આધારિત Realme UI 6.0 સાથે કામ કરશે અને તેની 5G અને NFC કનેક્ટિવિટી પણ જોવા મળી શકે છે. જેનું લંબાઈ 163.1 x 75.6 x 7.9mm અને વજન 196 ગ્રામ સુધીનું હોઈ શકે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »