Realme GT 7T મીડિયાટેક ડાયમેન્સિટી 8400-મેક્સ SoC પર ચાલે છે
ભારતમાં Realme ના મોડેલ એટલે કે Realme GT 7 અને Realme GT 7T પર થોડા સમય માટે ઓફર જાહેર કરવામાં આવી છે અને એમાં પણ 10 જૂનથી એમેઝોન તેમજ Realme ઇન્ડિયાની વેબસાઇટ પર ‘બેસ્ટ સેલર ડે' પણ જાહેર કરાયો છે એ સાથે આ કંપનીના આ નવા મોડેલ પર અનેક ઑફર પણ મળી રહેશે જેમકે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, બેંક આધારિત ઓફિસ તેમજ એક્સચેન્જ ઑફરસ્ પણ તેમાં તમને મળી રહેશે, સરળ નાણાંકીય લેવડ દેવડ માટે વપરાશકર્તાઓ માટે નો કોસ્ટ ઈ એમ આઈ નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે એ સાથે તેમાં Realme GT 7 મીડિયાટેક ડાયમેન્સિટી ચિપસેટ્સ પર ચાલે છે એ સાથે તેમાં 7,000mAh બેટરી ક્ષમતા પણ મળી રહેશે.
Realme Realme GT 7T ખરીદનાર ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ તેમજ બેંક ઑફર મળી રહેશે જેમાં રૂ.3,000 ની બેંક ઓફર અથવા રૂ. 6,000 સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એ સાથે આ ઓફરની મદદથી તેઓ અલગ અલગ વેરિયન્ટ ના મોડેલ અલગ અલગ કિંમતના ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે. 8GB + 256GB મોડેલ રૂ. 28,999 માં મળશે જે વાસ્તવિક લોન્ચ કિંમત રૂ. 34,999 છે.
12GB + 256GB અને 12GB + 512GB RAM સ્ટોરેજ મોડેલની કિંમત અનુક્રમે રૂ.31,999 (રૂ.37,999) અને રૂ 35,999 રૂપિયા (રૂ.41,999) ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે.
Realme GT 7 ખરીદનાર ગ્રાહકો માટે પણ હાલમાં Realme બેસ્ટ સેલર ડેસ દરમિયાન ઑફર આપવામાં આવી છે તેમાં તેઓ રૂ.3000 સુધીની બેંક ઑફર તેમજ રૂ.5000 સુધીનું એક્સચેન્જ ઑફર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે એ સાથે આ મોબાઇલ ફોન્સ એટલે કે Realme GT 7 8GB RAM + 256GB સ્ટોરેજ કેપેસિટી સાથે રૂ.34,999 માં મળી રહેશે જેની મૂળ કિંમત જોઈએ તો તે રૂ.39,999 થી ઓછી છે.
અને બીજા વેરીયન્ટ જોવા જઈએ તો તે 12GB + 256GB અને 12GB + 512GB RAM આ બન્ને સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અનુક્રમે રૂ. 37,999 (રૂ. 42,999) અને રૂ. 41,999 (રૂ. 46,999) માં મળી રહેશે.
આ સાથે ગ્રાહકોને સરળ રસ્તા માટે બન્ને મોડેલ માં નવ મહિના સુધી નો કોસ્ટ EMI ના વિકલ્પો પણ મળી રહેશે જે હાલમાં ખરીદી માટે એમેઝોન તેમજ Realme ઇન્ડિયાની વેબસાઈટ પર પણ મળી રહેશે અને આ સેલ 14જૂનના રોજ સમાપ્ત થશે.
જાહેરાત
જાહેરાત