Realme P3 Lite 5G, 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યાથી ખરીદી શકાશે અને તે ફ્લિપકાર્ટ અને રિયલમીના ઓનલાઇન સ્ટોર પર મળશે.
Photo Credit: Realme
Realme P3 Lite 5G, Realme P3 Lite 5G ની ભારતમાં કિંમત, Realme P3 Lite 5G સ્પષ્ટીકરણો, Realme P3 Lite, Realme
Realme P3 Lite 5G સ્માર્ટ ફોન ભારતમાં લોન્ચ થયો છે અને તેમાં ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ આપવામાં આવ્યું છે. ફોનનો ડિસ્પ્લે 6.67 ઇંચ HD+ (720×1,604 પિક્સલ) આપવામાં આવ્યો છે. અને તેમાં રિફ્રેશ રેટ 120Hz સુધીનો અને 120Hz સુધીનો ટચ સેમ્પલિંગ રેટ રહેશે. Realme P3 Lite 5G લિલી વ્હાઇટ, પર્પલ બ્લોસમ અને મિડનાઇટ લિલી કલરના વિકલ્પમાં મળશે. Realme P3 Lite 5G સ્માર્ટ ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત Realme UI 6.0 દ્વારા ઓપરેટ થશે.
Realme P3 Lite 5G ભારતમાં 22 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે ત્યારે તેના સ્પેસિફિકેશન્સ પર એક નજર નાખી લઈએ. ફોન ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ થી સજ્જ છે Realme P3 Lite 5G ડ્યુઅલ સીમ સાથે આવશે. (nano+ nano) તેમાં 6GB સુધીની રેમ આપવામાં આવી છે અને 128GB સુધીની સ્ટોરેજ છે. 18GB સુધીની વર્ચ્યુઅલ RAM પણ આપે છે. તેના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાશે.
કેમેરા જોઈએ તો, એક 32 મેગાપિક્સલનો રીઅર કેમેરા તેમજ 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગેનું IP64 રેટિંગ તેને મળ્યું છે. ફોન રેઈન વોટર સ્માર્ટ ટચ ફીચર પણ ઓફર કરે છે જેમાં, તમે ભીના હાથે પણ ફોનનપ ઉપયોગ સારીરીતે કરી શકશો. આ સાથે જ ફોન આર્મરશેલ ટફ બિલ્ડ છે અને તે મિલિટરી-ગ્રેડ શોક રેઝિસ્ટન્સ ટેસ્ટ પાસ કરે છે તેવો પણ કંપની દ્વારા દાવો કરાય છે. ફોનમાં 45W ચાર્જિંગ સપોર્ટ સાથે 5Wનું રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ રહેશે. તેનું વજન 197 ગ્રામ છે.
Realme P3 Lite 5Gની કિંમત 4GB રેમ અને 128GB સ્ટોરેજ માટે રૂ. 12,999 અને 6GB રેમ અને 128GB સ્ટોરેજ માટે રૂ. 13,999 રહેશે. જો કે, લોન્ચ ઓફરમાં 4GB રેમ અને 6GB રેમ ધરાવતાં ફોન અનુક્રમે રૂ. 10,499 અને રૂ. 11,499માં મળશે. ફોન 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યાથી ખરીદી શકાશે અને તે ફ્લિપકાર્ટ અને રિયલમીના ઓનલાઇન સ્ટોર પર મળશે.
જાહેરાત
જાહેરાત