Realme P3 Lite 5G સ્માર્ટ ફોન ૧૩ સપ્ટેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં આ ફોન ફ્લિપકાર્ટ ઉપર લિસ્ટ કરાયો છે.
Photo Credit: Realme
Realme P3 Lite 5G લિલી વ્હાઇટ, પર્પલ બ્લોસમ અને મિડનાઇટ લિલી રંગોમાં ઉપલબ્ધ હોવાની પુષ્ટિ થઈ છે
Realme P3 Lite 5G સ્માર્ટ ફોન ૧૩ સપ્ટેમ્બરે લોન્ચ થવા જઈ રહ્યો છે ત્યારે તેમાં મળી રહેલા સ્પેસફિકેશન અને કિંમત અંગેની માહિતી મળી છે. આ લેખમાં તેના અંગે માહિતી આપીશું. Realme P3 Lite 5G સ્માર્ટ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 6300 5G ચિપસેટ અને 6,000mAh બેટરી સાથે આવશે. તે, 45W ચાર્જિંગને સપોર્ટ કરશે. હાલમાં આ ફોન ફ્લિપકાર્ટ ઉપર લિસ્ટ કરાયો છે અને તેમાં, 4GB રેમ અને 128GB સ્ટોરેજ તેમજ 6GB રેમ અને 128GB સ્ટોરેજના વિકલ્પ લિસ્ટ કરાયા છે.
Realme P3 Lite 5G સ્માર્ટ ફોન ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટથી સજ્જ છે અને એન્ડ્રોઇડ 15 પર આધારિત Realme UI 6.0 દ્વારા ઓપરેટ થશે. તેમાં રિફ્રેશ રેટ 120Hz સુધીનો અને 625 નિટ્સ સુધીની બ્રાઇટનેસ મળશે. ફોનનો ડિસ્પ્લે 6.67 ઇંચ HD+ (720×1,604 પિક્સેલ્સ) આપવામાં આવ્યો છે. Realme P3 Lite 5G લિલી વ્હાઇટ, પર્પલ બ્લોસમ અને મિડનાઇટ લિલી કલરના વિકલ્પમાં મળશે. ફોનમાં આ સ્માર્ટફોનના કેમેરા જોઈએ તો, એક
32 મેગાપિક્સલનો રીઅર કેમેરા તેમજ 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ધૂળ અને પાણી સામે સુરક્ષા અંગેનું IP64 રેટિંગ તેને મળ્યું છે. ફોનમાં 45W ચાર્જિંગ સપોર્ટ સાથે 5Wનું રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ રહેશે. તેની સાઈઝ જોઈએ તો, 7.94mm છે.
લોન્ચ થવા અગાઉ જ તેને ફ્લપકાર્ટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે અને તેમાં Realme P3 Lite 5Gની કિંમત 4GB રેમ અને 128GB સ્ટોરેજ માટે રૂ. 12,999 અને 6GB રેમ અને 128GB સ્ટોરેજ માટે રૂ. 13,999 રહેશે. ફોન ૧૩ સપ્ટેમ્બરે લોન્ચ કરાશે આ અંગેની વિગતો ફ્લિપકાર્ટ પર જોઈ શકાય છે. તે પ્રમાણે Realme P3 Lite 5G ની કિંમત પર ગ્રાહકને કેટલીક છૂટ પણ જાહેર કરાઈ છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને ફ્લિપકાર્ટ SBI ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરતા તેમાં ચુકવણી પર 5 ટકા સુધીનું કેશબેક મળશે. હાલમાં ફ્લિપકાર્ટની વેબસાઈટ પર તેના પેજમાં કમિંગ સન જોઈ શકાય છે અને લોન્ચ સમયે તે ક્યારથી ખરીદી શકાશે તે જણાવાશે.
જાહેરાત
જાહેરાત