રિયલમી તેની Realme P4 સિરીઝમાં બે ફોન લોન્ચ કરશે જેમાં, Realme P4 5G અને P4 Pro 5Gનો સમાવેશ થાય છે.
Photo Credit: Realme
Realme P4 સિરીઝમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે
ચાઇનિઝ સ્માર્ટફોન બ્રાન્ડ રિયલમીએ તેના નવા Realme P4 સિરીઝના ન્યૂ જનરેશન ફોન ભારતમાં 20 ઓગસ્ટ લોન્ચ થશે તે વાતને સમર્થન આપ્યું છે. ડ્યુઅલ ચિપ સાથે લોન્ચ થનારા ફોનના સ્પેસિફિકેશન સને કિંમત અંગેની બાબતો પણ જાણવા મળી છે. રિયલમી તેની Realme P4 સિરીઝમાં બે ફોન લોન્ચ કરશે જેમાં, Realme P4 5G અને P4 Pro 5Gનો સમાવેશ થાય છે. રિયલમી Realme P4 5Gમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા પ્રોસેસર અને P4 Pro 5Gમાં સ્નેપડ્રેગન 7 જેન 4 પ્રોસેસર આપશે. ફોનમાં અલગથી ગ્રાફિક સિપ આપવાને કારણે ફોનના વિઝ્યુઅલ્સ અને કામગીરીમાં ઘણો સુધારો જોવા મળશે અને ફોન સ્મૂધ એક્સપિરિયન્સ આપશે.
કંપનીએ જણાવ્યું હતું કે, રિયલમી P4 5Gમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા પ્રોસેસર આવશે અને તેમાં સાથે પિક્સલવર્ક ચીપસેટ પણ અપાશે. ફોનમાં 6.77 ઇંચનો ફૂલ એચડી+ રિસોલ્યુશન સાથે હાયપર ગ્લો એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને તેનો રિફ્રેશ રેટ 144Hz રહેશે. ફોન HDR10+ ટેક્નોલોજીને સપોર્ટ કરતું હોવાથી તે પિક્ચર અને વિડિયોઝની ગુણવતામાં સુધારો કરી વપરાશકારના જોવાના અનુભવને જીવંત બનાવશે. તેમાં 4,500 નિટ્સ સુધીની બ્રાઇટનેસ મળશે.
Realme P4 5Gમાં 7000 mAh ટાઈટન બેટરી આપવામાં આવી છે અને 80w ના ફાસ્ટ ચાર્જિંગને ફોન સપોર્ટ કરે છે. ફોન 25 મિનિટમાં જ 50 ટકા ચાર્જ થઈ જશે તેવો પણ કંપની દાવો કરે છે. ફોન રિવર્સ ચાર્જિંગ, AI ચાર્જિંગ તેમજ બાયપાસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. ફોન વધુ ગરમ ન થાય તે માટે ફોનમાં 7000 sq mm એરફ્લો વીસી કુલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. Realme P4 5Gમાં 11 કલાક સુધી BGMI રમી શકશે તેવો પણ દાવો કરી રહી છે.
આ ફોનમાં સ્નેપડ્રેગન 7 જેન 4ચિપસેટ અને સાથે ગ્રાફિક્સ માટે ખાસ એવી બીજી હાયપર વિઝન AI ચિપ પણ આપવામાં આવી છે. આથી ફોન એકદમ સ્મૂધ ચાલશે અને ગેમિંગના અનુભવને વધુ સારો બનાવશે. કંપનીના દાવા પ્રમાણે આ ફોન 90 FPS પર 8 કલાક સુધી BGMI ગેમ રમી શકાશે. ફોન 7.68mm જાડાઈ ધરાવે છે. તેમાં, 7000 mAh બેટરી આવશે અને 80w વાયર્ડ ચાર્જિંગ તેમજ 10w રિવર્સ ચાર્જિંગની સગવડ ધરાવે છે. ફોનમાં હાઈપગ્લો એમોલેડ 4D+ કર્વ ડિસ્પ્લે અપાયો છે. ડિસ્પ્લે આંખોની સુરક્ષા અંગે TÜV Rheinland સર્ટિફિકેટ પણ ધરાવે છે.
કંપનીના પ્રોડક્ટ માર્કેટિંગ હેડના જણાવ્યા અનુસાર ફોનની કિંમત રૂ. 30,000ની નીચે રહેશે.
રિયલમી P4 સિરીઝ આગામી અઠવાડિયે રજૂ કરાશે તેમજ તેનું વેચાણ ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા અને કંપનીની વેબસાઇટ દ્વારા કરશે. હાલમાં તેના અલ્ટ્રા મોડેલના લોન્ચને પાછું ઠેલવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.
જાહેરાત
જાહેરાત