સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ 2025ની ભારતમાં શરુઆત થઈ ગઈ છે. આ ફેસ્ટમાં સેમસંગના ડિવાઈઝમાં સારું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.
સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ: ગ્રાહકો ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 પર 53 ટકા સુધીની છૂટ મેળવી શકે છે
સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ 2025ની ભારતમાં શરુઆત થઈ ગઈ છે. આ ફેસ્ટમાં સેમસંગના AI-સક્ષમ ડિવાઈઝ સ્માર્ટફોન, ટીવી, લેપટોપ, હોમ એપ્લાયન્સિસ અને મોનિટર વગેરેમાં સારું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. હાલમાં જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના દરોમાં થયેલા ફેરફારને કારણે વિવિધ ઉપકરણો નવા ઘટાડેલા ભાવ સાથે સેમસંગની વેબસાઈટ લિસ્ટ કરાયા છે. હાલમાં ભારતમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025 હેઠળ પણ ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે. આ સાથે બેંક ઓફર અને નો કોસ્ટ ઈએમઆઈ તેમજ એક્સચેન્જ ઓફરનો પણ લાભ અપાઈ રહ્યો છે.
સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ 2025ના ભાગરૂપે કંપની દરેક સ્તરના ડિવાઇઝ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં સેમસંગ દ્વારા 53 ટકા સુધીનો ભાવમાં ઘટાડો આપી રહી છે. તેમાં, પ્રીમિયમ સ્માર્ટફોન જેમકે, Samsung Galaxy Z Fold 7, Galaxy Z Flip 7, Galaxy S25 Ultra, Galaxy S25, Galaxy S25 Edge, Galaxy S24 Ultra, Galaxy S24, Galaxy S24 FE, Galaxy A56, Galaxy A55, Galaxy A36, Galaxy A35, Galaxy A26, and Galaxy A17માં પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ખરીદનારને રૂ. 12,000 સુધીનું તાત્કાલિક બેંક ડિસ્કાઉન્ટ પણ અપાઈ રહ્યું છે. જેને કારણે વધુ નીચા ભાવે ખરીદીનો લાભ લઈ શકે છે.
HDFC, SBI સહિતની અગ્રણી બેંકના કાર્ડ પર 27.5 ટકા સુધીનું કેશબેક મળશે જે રૂ. 55,000 સુધી હોઈ શકે છે. ટીવી અને અન્ય તમામ કેટેગરીના ઉપકરણો માટે 30 મહિના સુધીના ઈએમઆઈ પણ બજાજ ફાયનાન્સ દ્વારા ઓફર કરાય છે. કેટલાક ઉપકરણો પર ઈએમઆઈ મહિને માત્ર રૂ. 1,290 થી શરૂ થાય છે.
Galaxy Book 5 Pro 360, Galaxy Book 5 Pro, Galaxy Book 5 360, Galaxy Book 5, અને Galaxy Book 4 સિરીઝમાં આ સેલ હેઠળ 59 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યા છે. આ ઉપરાંત રૂ. 17,490નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. ટેબ્લેટ્સ,ની વિશાળ શ્રેણી Galaxy Tab S11 Ultra, Galaxy Tab S11, Galaxy Tab S10 FE+, Galaxy Tab S10 FE, Galaxy Tab S10 Lite, Galaxy Tab S9 FE+, Galaxy Tab A11+, અને Galaxy Tab A11માં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને વધારાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ રૂ. 20,000 સુધી મળી રહ્યું છે.
ગેલેક્સીની વિવિધ સ્માર્ટ વોચ પણ 50 ટકા સુધી ડિસ્કાઉન્ટમાં મળી રહી છે અને તેમાં પણ સાથે રૂ. 20,000 સુધીનું બેંક ડિસ્કાઉન્ટ રહેશે.
સેમસંગ રેફ્રિજરેટર્સ 46 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે, તેના ડિજિટલ ઇન્વર્ટર કોમ્પ્રેસર પર 20 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. વોશિંગ મશીનની શ્રેણી પર 48 ટકા સુધી ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરાઈ રહ્યું છે. ડિજિટલ ઇન્વર્ટર મોટર પર 20 વર્ષની વોરંટી છે, જેમાં સંપૂર્ણપણે ઓટોમેટિક ફ્રન્ટ-લોડથી લઈને ટોપ-લોડ મોડેલ્સ સુધીના વિકલ્પો છે જે ઊર્જા વપરાશ ઘટાડીને શક્તિશાળી, AI-સંચાલિત સફાઈ પ્રદાન કરે છે.
સેમસંગ ટીવીની વિશાળ શ્રેણી પર 51 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે, જેમાં ધ ફ્રેમ અને Neo QLED જેવા લોકપ્રિય મોડેલોનો સમાવેશ થાય છે. પસંદગીના ટીવી મફત સાઉન્ડબાર અથવા ટીવી પણ આપવામાં આવે છે. ગ્રાહક રૂ. 5,000 સુધીના એક્સચેન્જ બોનસ, 30 મહિના સુધીના EMI પ્લાન અને 3 વર્ષની વિસ્તૃત વોરંટીનો લાભ પણ મેળવી શકે છે.
સેમસંગ માઇક્રોવેવ્સમાં 39 ટકા સુધીની છૂટ અને સાથે સિરામિક ઈનેમલ કેવિટી પર 10 વર્ષની વોરંટી આપવામાં આવે છે. પસંદગીના વિન્ડફ્રી એર કંડિશનર્સ 48 ટકા સુધીની છૂટ સાથે, એસીમાં 5 સ્ટાર મોડેલ પર મફત ઇન્સ્ટોલેશન અને 5 વર્ષની વ્યાપક વોરંટી આપવામાં આવી રહી છે.
જાહેરાત
જાહેરાત