Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી F36 5G ને ગેલેક્સી M36 5G સાથે ગૂગલ પ્લે કન્સોલ પર જોવામાં આવ્યું હતું (ચિત્રમાં)
Samsung દ્વારા તેનો નવો 5G મોબાઇલ લોન્ચ થવા જઈ રહ્યો છે. જો કે, સાઉથ કોરિયન ટેક જાયન્ટે હજુ સુધી ચોક્કસ ક્યારે આ ફોન લોન્ચ થશે તેની જાણકારી આપી નથી. ફોન અંગેની જાહેરાત પણ ફ્લિપકાર્ટ પર લાઇવ કરાઇ છે. જેના પરથી લાગે છે કે તેમાં નવા AI ફીચર્સ પણ આવશે. જો તમે નવો ફોન 5G લેવા માંગતા હોય તો આ એક સારો વિકલ્પ બની શકે છે. ફોનમાં Exynos 1380 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં 5,000mAh બેટરી છે. ફોન ભારતમાં ફ્લિપકાર્ટ ઓનલાઈન ઈ કોમર્સ બેબસાઇટ દ્વારા મેળવી શકાશે. બેનરમાં જણાવ્યા પ્રમાણે તેની સીમ ટ્રે ડાબી બાજુ રહેશે. બેનરમાં જોતા ફોન વધુ પાતળો અને તેનો રિયર કેમેરા આઇસલેન્ડ વર્ટિકલી એલાઇન જોઈ શકાય છે.
નેક્સ્ટ જનરેશન સેમસંગ ગેલેક્સી એફ સિરીઝના સ્માર્ટફોન અંગે કેટલીક માહિતી બહાર આવી છે અને તે પ્રમાણે તે AI ફીચર્સ થી સજ્જ રહેશે. ગેલેક્સી F36 5Gની “Flex HI-FAI” દર્શાવાયું છે અને તેમાં AIને અલગ કલરમાં હાઈલાઈટ કરાયું છે. આ ઉપરાંત તેમાં, તેની સીમ ટ્રે ડાબી બાજુ રહેશે. બેનરમાં જોતા ફોન વધુ પાતળો અને તેનો રિયર કેમેરા વર્ટિકલી એલાઇન સેટઅપમાં આપવામાં આવ્યો છે જે ઘણો સ્ટાઈલિશ અને સ્લીક જોઈ શકાય છે. ફોન Exynos 1380 ચિપસેટ અને સાથે 6Gb રેમ થઈ સજ્જ છે અને તેનાથી તેનું ઓપરેટિંગ ઘણું સ્મૂધ રહેશે. તેના ડિસ્પ્લેનું રિસોલ્યુશન 1,080x2,340 પિક્સલ રહેશે જ્યારે પિક્સલ ડેન્સિટી 450ppi હોઈ શકે છે.
સેમસંગનું આ ડિવાઈઝ લેટેસ્ટ એન્ડ્રોઇડ સિસ્ટમ એન્ડ્રોઇડ 15 પર ચાલશે. તેમાં સાથે સેમસંગનો કસ્ટમ યુઝર ઈન્ટરફેસ One UI 7 પણ છે.
સાઉથ કોરિયન ટેક દ્વારા ભારતમાં આ ફોન લોન્ચ કર્યાના કેટલાક સપ્તાહ પછી તેને અન્ય ઉપખંડમાં પણ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સેમસંગે તેનો Galaxy F36 5G ફોન 26 જૂન લોન્ચ કર્યો છે. આ ફોનમાં, Exynos 1380 ચિપસેટ તેમજ 8GBની રેમ અને 256GB ની ઇન્ટર્નલ સ્ટોરેજ છે. તે 6.7 ઇંચનો ફૂલ એચડી અને સુપર એમોલેડ ડિસ્પ્લે તેમજ 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે. તેની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્લસ આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટ તાજેતરમાં જ ગૂગલ પ્લે કોન્સોલમાં પણ જોવા મળ્યો હતો. જેમાં, તેની ડિઝાઇન અને હાર્ડવેર અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી.
જાહેરાત
જાહેરાત