સાઉથ કોરિયન ટેક જાયન્ટ દ્વારા F સિરીઝના આ સ્માર્ટફોનનું ભારતમાં વેચાણ 29 જુલાઈએ 12 વાગે શરૂ થશે

સેમસંગ ગેલેક્સી દ્વારા વધુ એક ફોન સેમસંગ ગેલેક્સી F36 5G બજારમાં લોન્ચ કરાયો છે.

સાઉથ કોરિયન ટેક જાયન્ટ દ્વારા F સિરીઝના આ સ્માર્ટફોનનું ભારતમાં વેચાણ 29 જુલાઈએ 12 વાગે શરૂ થશે

Photo Credit: Samsung

ગેલેક્સી F36 5G લેધર ફિનિશ રીઅર પેનલ સાથે ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે

હાઇલાઇટ્સ
  • ફોનમાં One UI 7 સોફ્ટવેર આપવામાં આવ્યું છે કે જે એન્ડ્રોઇડ 15 આધારિત છ
  • સેમસંગ F36 5G ડ્યુઅલ સીમ ધરાવે છે અને તેમાં 5,000mAh બેટરી આપવામાં આવી
  • AI ફીચર્સ જેમકે, સર્કલ ટુ સર્ચ અને જેમિની લાઇવ ઇમેજ ક્લીપર અને ઓબ્જેક્ટ
જાહેરાત

સેમસંગ ગેલેક્સી દ્વારા વધુ એક ફોન સેમસંગ ગેલેક્સી F36 5G બજારમાં લોન્ચ કરાયો છે. ફોનમાં One UI 7 સોફ્ટવેર આપવામાં આવ્યું છે કે જે એન્ડ્રોઇડ 15 આધારિત છે. સેમસંગ દ્વારા તાજેતરમાં જ આ અપડેટ રજૂ કરાયું છે. જેના કારણે વપરાશકારને નવી વિઝ્યુઅલ ડિઝાઇન, AI આધારિત અનેક નવા ફીચર્સનો લાભ મળશે. સાઉથ કોરિયન ટેક જાયન્ટ દ્વારા F સિરીઝના આ સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં 29 જુલાઈએ 12 વાગે શરૂ થશે. સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ ઉપરાંત આ ફોન ફ્લિપકાર્ટમાંથી ખરીદી શકાશે. તેમાં ત્રણ કલર વિકલ્પો કોરલ રેડ, લુક્સ વાયોલેટ અને ઓનેક્સ બ્લેક મળી રહેશે. આ ત્રણેય ફોનમાં રીઅર પેનલ લેધર ફિનિશ આપવામાં આવી છે. F36 5G ડ્યુઅલ સીમ ધરાવે છે અને તેમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી F36 5Gની ભારતમાં કિંમત

ભારતમાં ગેલેક્સીના F36 5G માં 6GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 17,499 રાખવામાં આવી છે અને 8GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 18,999 રાખવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી F36 5Gના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

આ ફોનમાં Exynos 1380 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેની સાથે Mali-G68 અને MP5 GPU કે જે મિડ રેન્જ ગ્રાફિક કાર્ડ છે તે પણ આપવામાં આવ્યું છે. ફોન 6.7 ઇંચ સુપર એમોલેડ ફૂલ એચડી રિસોલ્યુશન સાથે આવશે અને તેનો રિફ્રેશિંગ રેટ 120Hz છે. 5,000mAh બેટરી સાથે આવતો આ ફોન 25W ફાસ્ટ ચાર્જિંગ થઈ શકશે. તેમાં સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

તેમાં વેપર ચેમ્બર આપવામાં આવી છે તેમજ વધુ સ્ટોરેજ માટે microSD cardની વ્યવસ્થા કરવામાં આવી છે. ફોનમાં સેલ્ફી કેમેરા માટે વોટરડ્રોપ નોચ ફિચર ઉમેરવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે Galaxy F36 5Gમાં Wi-Fi, બ્લૂટૂથ 5.3 અને GPS + GLONASS આપવામાં આવ્યું છે. ફોન ની સાઈઝ 164.4x77.9x7.7m રહેશે તેમજ તેનું વજન 197 ગ્રામનું છે.

Galaxy F36 5Gના કેમેરા

ફોન ત્રણ રીઅર કેમેરાથી સજ્જ છે અને તેમાં f/1.8 સેન્સર સાથે 50 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે, આ કેમેરા OIS અને 4K વીડિયોરેકોર્ડિંગને પણ સપોર્ટ કરશે. તેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા તેમજ 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર કેમેરા આપવામાં આવ્યો છે. તેના ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો, સેલ્ફી અને વિડીયોકોલિંગ માટે 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે જે 4K વીડિયોરેકોર્ડિંગ માટે સજ્જ છે. ફોનમાં AI ફીચર્સ જેમકે, સર્કલ ટુ સર્ચ અને જેમિની લાઇવ ઇમેજ ક્લીપર અને ઓબ્જેક્ટ ઇરેસર સહિતના ફીચર્સ છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »