Samsung Galaxy F36, Galaxy M36 ને ભારતમાં એન્ડ્રોઇડ 16 આધારિત One UI 8 અપડેટ મળશે
Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી M36 (ચિત્રમાં) એન્ડ્રોઇડ 15-આધારિત One UI 7.0 સાથે આવે છે
Samsung Galaxy F36, Galaxy M36 ને ભારતમાં એન્ડ્રોઇડ 16 આધારિત One UI 8 અપડેટ મળશે તેવી એક માહિતી મળી છે. આ અપડેટ સૌ પહેલા તેના જુલાઈમાં લોન્ચ કરાયેલા 7 મી જનરેશનના ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં આપવામાં આવ્યું હતું. ભારતમાં ગેલેક્સી ડિવાઇસ માટે One UI 8 રિલીઝ તારીખની જાહેરાત પછી, કંપનીએ એન્ડ્રોઇડ 16-આધારિત ફર્મવેર અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે.દક્ષિણ કોરિયાની ટેક કંપની દ્વારા Samsung Galaxy F36 અને Galaxy M36 હવે આ અપડેટ પ્રાપ્ત કરશે તેવા અહેવાલો સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. હાલમાં સેમસંગ ગેલેક્સી M36માં એન્ડ્રોઇડ 15-આધારિત One UI 7.0 આપવામાં આવ્યું છે.
One UI 8 અપડેટ અંગેની માહિતી એક વપરાશકાર મોહમ્મદ ખત્રીએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં આપી હતી. તેમાં, જણાવ્યું કે, One UI 8 હવે ભારતમાં ગેલેક્સી F36 અને ગેલેક્સી M36 માટે ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ 16-આધારિત અપડેટની સાઈઝ આશરે 2344.43MB હશે. અને ડિવાઈઝને આધારે નીચેના બિલ્ડ નંબરોમાંથી એક સાથે આવે છે: E366BXXU2BYI4, E366BODM2BYI4, E366BXXU2BYI3.
Galaxy F36 અને Galaxy M36 માટે One Ui 8 સપ્ટેમ્બર 2025 માટે નવું સિક્યોરિટી પેચ પણ આવશે. One UI 8 અપડેટ હેઠળ ઘણા સુધાર કરાયા છે અને સિક્યોર ફોલ્ડરને વધુ મજબૂત કરાયું છે. જેનાથી વ્યક્તિગત ફાઇલ અને ડેટા સુરક્ષિત રહેશે. સેમસંગે જણાવ્યું કે, આ અપડેટ તમારા ગેલેક્સીને નવો જ દેખાવ આપશે.
One UI 8 અને Android 16 વાઇબ્રન્ટ કલર, સ્પષ્ટ વિજેટ્સ અને ઑપ્ટિમાઇઝ્ડ લેઆઉટ સાથે એક આકર્ષક, સાહજિક ડિઝાઇન રજૂ કરે છે. તેના દ્વારા સરળ, વધુ વ્યક્તિગત અનુભવનો આનંદ માણતી વખતે તમારા ડેટાને કનેક્ટ કરવા, બનાવવા તેમજ તેને સુરક્ષિત કરવાની નવી રીતો શોધી શકાશે.
One UI 8 માન્ય ડિવાઈઝમાં ફ્રી ઓવર-ધ-એર (OTA) અપડેટ તરીકે ઓફર કરવામાં આવે છે. એકવાર પ્રાપ્ત થયા પછી, વપરાશકર્તાઓને તે જાણ કરતી સૂચના પ્રાપ્ત થશે. તેઓ Settings > Software Update પર મેન્યુઅલી પણ અપડેટ માટે તપાસ કરી શકે છે.
ડાઉનલોડ અને ઇન્સ્ટોલ પર ટેપ કરો અને તમારા ગેલેક્સી ડિવાઇસ પર One UI 8 ઇન્સ્ટોલ કરવા માટે નિયમો અને શરતો માટે સંમતિ દર્શાવો. સોફ્ટવેર અપડેટ્સ સામાન્ય રીતે તબક્કાવાર રીતે રોલઆઉટ કરવામાં આવે છે. આમ, જેમને તેમના ગેલેક્સી ડિવાઇસ પર આ અપડેટ ના મળે તેઓને નજીકના ભવિષ્યમાં One UI 8 મળશે.
જાહેરાત
જાહેરાત