Galaxy M36 5G ટ્રિપલ રીઅર કેમેરા યુનિટથી સજ્જ હશે, જેનું મુખ્ય કાર્ય OIS સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો મુખ્ય સેન્સર હશે.
Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી M36 5G ઓરેન્જ હેઝ, સેરેન ગ્રીન અને વેલ્વેટ બ્લેક શેડ્સમાં આવશે
Samsung દ્વારા Galaxy M36 5G સ્માર્ટફોનના લોન્ચિંગનું કન્ફર્મેશન આપવામાં આવ્યું છે. કંપની દ્વારા હાલમાં જ આવનારા લેટેસ્ટ સ્માર્ટફોનની ડિઝાઈન અને કીંમતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેની સાથે જ હવે કેમેરો, બિલ્ડ ક્વોલિટી સહિતના ફોનના મુખ્ય ફિચર્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. Galaxy M36 5G ફોન જુલાઈ 2024માં લૉન્ચ થયેલા M35 5Gનું અપડેટ વર્ઝન હોઈ શકે છે. જેમાં ત્રીપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે.Samsung Galaxy M36 5G ભારતમાં લોન્ચિંગ તારીખ, ફિચર્સ અને કલર ,Galaxy M36 5G ફોન ભારતમાં 27 જૂને લોન્ચ થશે જેની જાહેરાત કંપનીએ એક પત્રકાર પરિષદમાં આપી છે. આ સાથે જ એમેઝોનની માઇક્રોસાઇટમાં થયેલી લાઈવ જાહેરાત સૂચવે છે કે તે ઑફિશિયલી Samsung ઇન્ડિયાની ઇ-કોમર્સ સાઈટ દ્વારા ખરીદી માટે મૂકવામાં આવશે. ફોન ઓરેન્જ હેઝ, સેરીન ગ્રીન અને વેલ્વેટ બ્લેક કલર ઓપ્શનમાં યુઝર્સને મળશે.
કંપનીએ વધુમાં કહ્યું હતું કે આ લેટેસ્ટ 5G ફોન 7.7mmની થિકનેસ ધરાવે છે. જેમાં કોરનિંગ ગોરીલા ગ્લાસ વિક્ટસ ડિસ્પ્લે પ્રોટેક્શન આપવામાં આવશે. સાથે જ ગૂગલ જેમિની અને સર્કલ ટુ સર્ચ જેવું AI ફીચર પણ મળી શકે છે.
કેમેરાની વાત કરીએ તો ડીવાઈસ ઓસ સપોર્ટેડ 50MP ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેની બાજુમાં LED ફ્લેશ આપવામાં આવશે. સાથે જ તેની ફ્રન્ટ અને બેક સાઈડ કેમેરામાં 4K વિડિયો રેકોર્ડીંગનો સપોર્ટ આપવામાં આવી શકે છે.
હાલમાં જ કંપની દ્વારા M36 ફોન સિરીઝની પ્રાઈઝ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં દેશમાં આ ફોન 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં અવેલેબલ હશે.
હાલમાં જ Galaxy M36 5G ડીવાઈસ મોડેલ નંબર SM-M366B સાથે ગીક બેન્ચ પર જોવા પણ મળ્યો હતો. જે સૂચવે છે ડીવાઈસ Exynos 1380 SoC, 6GB RAM આવી શકે છે. જે એન્ડ્રોઇડ 15 આધારિત One UI 7 આઉટ ઓફ ધ બોક્સ પર કાર્યરત રહેશે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket