Samsung Galaxyના સ્માર્ટફોનમાં ડિસ્કાઉન્ટની જાહેરાત

સેમસંગ દ્વારા તહેવારોના ભાગરૂપે તમામ ફોનમાં 22 સપ્ટેમ્બરથી ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ છે.

Samsung Galaxyના સ્માર્ટફોનમાં ડિસ્કાઉન્ટની જાહેરાત

સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા (ચિત્રમાં) જાન્યુઆરી 2024 માં લોન્ચ કરવામાં આવ્યું હતું

હાઇલાઇટ્સ
  • Samsung Galaxyના સ્માર્ટફોનમાં 22 સપ્ટેમ્બરથી વિવિધ ડિસ્કાઉન્ટ ઓફરની શર
  • Samsung Galaxy S24 Ultra S24 રૂ. 75,000 થી ઓછી કિંમતે ખરીદી શકાશે
  • Galaxy A સિરીઝના ફોનમાં પણ ડિસ્કાઉન્ટ
જાહેરાત

ભારતમાં સેમસંગના ફોનનું એક અલગ જ ગ્રાહક વર્ગ છે અને તેઓ સેમસંગ ખરીદીમાં કોઈ ડિસ્કાઉન્ટ જાહેર થાય તેની રાહ જોતા હોય છે. આ સમયે સેમસંગ દ્વારા તહેવારોના ભાગરૂપેSamsung Galaxy S24 Ultra S24 , Samsung Galaxy S24 FE, Galaxy S24 (સ્નેપડ્રેગન), Galaxy A55 5G, અને અન્ય ગે Galaxy A સિરીઝ, Galaxy Galaxy M સિરીઝ અને F સિરીઝના સ્માર્ટફોન આગામી અઠવાડિયાથી ડિસ્કાઉન્ટ સાથે મળશે. આ ઘટાડો મર્યાદિત સમય માટે જાહેર કરવામાં આવ્યો છે.Samsung Galaxyના સ્માર્ટફોનમાં ડિસ્કાઉન્ટની જાહેરાત,Samsung Galaxyના સ્માર્ટફોનમાં 22 સપ્ટેમ્બરથી વિવિધ ડિસ્કાઉન્ટ ઓફરની શરુઆત થાય છે. જેમાં, ગ્રાહક પ્રીમિયમ, મિડ-રેન્જ અને પરવડી શકે તેવા ફોનની સિરીઝમાં નવા ફોનની ખરીદીમાં રૂ. 58,000 સુધીની બચત કરી શકે છે. Samsung Galaxyના સ્માર્ટફોન રૂ. 9,999 થઈ લઈને રૂ. 1,29,999 સુધીમાં મળે છે. કંપનીએ આ ડિસ્કાઉન્ટ કયા સુધી ઉપલબ્ધ છે તેની જાહેરાત કરી નથી.

Samsung Galaxyનો ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy S24 Ultra S24 ગયા વર્ષે જાન્યુઆરી 2024 માં Snapdragon 8 Gen 3 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે અને તે રૂ. 75,000 થી ઓછી કિંમતે ખરીદી શકાશે. જ્યારે Samsung Galaxy A55 5G ફોન રૂ. 25,000 થી ઓછી કિંમતે ઓફર દરમ્યાન મળશે. જે તેના લોન્ચ સમયની કિંમત કરતા લગભગ રૂ. 15,000 નો ઘટાડો દર્શાવે છે. સેમસંગ દ્વારા અન્ય ફોનમાં પણ ડિસ્કાઉન્ટ જાહેર કરાયા છે તેમાં, Galaxy F06 5G, Galaxy M06 5G, Galaxy M16 5G વગેરેનો સમાવેશ થાય છે.

Galaxy ના S સિરીઝના ફોનમાં ડિસ્કાઉન્ટ જોઈએ તો, Samsung Galaxy S24 Ultra જે રૂ. 1,29,999માં મળે છે તે ડિસ્કાઉન્ટ હેઠળ રૂ. 71,999માં મળશે. Samsung Galaxy S24 (Snapdragon પ્રોસેસર) જેની કિંમત રૂ. 74,999 છે તે રૂ. 39,999માં ખરીદી શકાશે.

Samsung Galaxy S24 FE રૂ. 59,999ને સ્થાને રૂ. 29,999માં મળશે.

Galaxy A સિરીઝના ફોન Samsung Galaxy A55 5G રૂ. Rs. 39,999 ને સ્થાને રૂ. 23,999માં અને Samsung Galaxy A35 5G ફોન રૂ. 30,999ને બદલે ડિસ્કાઉન્ટ પછી રૂ. 17,999માં ખરીદી શકાશે.

Galaxy M સિરીઝમાં ડિસ્કાઉન્ટ જોઈએ તો, Galaxy M36 5G રૂ. 19,999ને બદલે ડિસ્કાઉન્ટ પછી 13,999, Samsung Galaxy M16 5G રૂ. 13,399નો ફોન રૂ. 10,499માં અને Samsung Galaxy M06 5G રૂ. 9,999ને સ્થાને રૂ. 7,499માં ડિસ્કાઉન્ટ દરમ્યાન લઈ શકાશે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. એમેઝોન સેલમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત અન્ય ઓફર દ્વારા ભાવમાં વધુ ઘટાડો મેળવી શકશો
  2. એમેઝોન દ્વારા સૌથી વધુ વેચાતા કેમેરા પર 85 ટકા સુધી છૂટની ઓફર
  3. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025, 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે
  4. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ 2025, 23 સપ્ટેમ્બર થી શરૂ થઈ ગયું છે
  5. રિયલમી ટૂંક સમયમાં ભારતમાં તેનો Realme 15 Pro 5G ગેમ ઓફ થ્રોન્સ લોન્ચ કરશે
  6. એમેઝોન સેલમાં સ્ટુડન્ટ લેપટોપમાં આકર્ષક ડિસ્કાઉન્ટ
  7. એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમ્યાન લેપટોપ રૂ. 40,000 થી ઓછામાં
  8. એમેઝોન દ્વારા પાર્ટી સ્પીકર પર આકર્ષક ડિસ્કાઉન્ટ
  9. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2025 23 સપ્ટેમ્બરથી શરૂ થયું છે.
  10. એમેઝોન સેલમાં લેપટોપના ભાવમાં ધરખમ ઘટાડો
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »