ગેલેક્સી S26 pro લોન્ચ થાય તે અગાઉ તેની ડિઝાઇન સામે આવી છે

સેમસંગ ગેલેક્સી S26 Pro સ્માર્ટફોનમાં મેમરી વધારીને 16GB કરી શકે છે. 6.3 ઇંચનું ડિસ્પ્લે રહેશે જે તેના ગયા વર્ષે આવેલા ફોનના 6.2 ઇંચના ડિસ્પ્લેથી થોડું મોટું છે.

ગેલેક્સી S26 pro લોન્ચ થાય તે અગાઉ તેની ડિઝાઇન સામે આવી છે

Photo Credit: Samsung

સેમસંગ ગેલેક્સી S26 પ્રોમાં 50-મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા હોવાનું કહેવાય છે

હાઇલાઇટ્સ
  • ગેલેક્સી S26 pro તેની S શ્રેણીનું રિબ્રાન્ડેડ સ્ટાન્ડર્ડ મોડેલ હોઈ શકે
  • તેમાં, સ્નેપડ્રેગન 8 એલીટ 2 ચિપસેટ આપવામાં આવશે
  • Galaxy S26 Proમાં 6.3 ઇંચનું ડિસ્પ્લે રહેશે
જાહેરાત

દક્ષિણ કોરિયાની ટેક કંપની સેમસંગ દ્વારા ગેલેક્સી S26 pro લોન્ચ થાય તે અગાઉ તેની ડિઝાઇન સામે આવી છે અને તેમાં ઉપસેલી પીલ આકારનો કેમેરા છે તેમજ ગેલેક્સી S26 pro બ્લુ કલરમાં દર્શાવાયો છે. આ નવો આવી રહેલો ફોન તેની S શ્રેણીનું રિબ્રાન્ડેડ સ્ટાન્ડર્ડ મોડેલ અને ગેલેક્સી S25 નો અનુગામી હોવાનું કહેવાય છે. જો કે, હજુ સેમસંગ ગેલેક્સી S26 pro લોન્ચ થવાને થોડા મહિનાની વાર છે.

સેમસંગ ગેલેક્સી S26 pro ની ડિઝાઇન

Galaxy S26 Pro ની ડિઝાઇનમાં ખૂબ નજીવા ફેરફાર કરાશે જ્યારે S26 Edgeના કેમેરા મોડ્યુલની ડિઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કરાશે. Galaxy S26 Pro ની નવી ડિઝાઇનમાં થોડોક ઉપસેલો કેપ્સ્યુલ આકારનો કેમેરા દર્શાવાયો છે. જે Galaxy S25 ની મોડ્યુલ લેસ ડિઝાઇનથી અલગ છે. તેમાં, કેમેરા મેટાલિક રિંગથી કવર કરાયા હતા. જોકે, ગયા વર્ષની જેમ લેન્સ રિંગ સાથે થોડા ઉપર ઉપસેલા રહેશે. અન્ય તમામ ડિઝાઇન જેમકે, LED ફ્લેશ, પાવર અને વોલ્યુમ બટનો અને ફ્રન્ટ કેમેરાનું સ્થાન વગેરે અગાઉના ફોન જેમ જ રહેશે.

સેમસંગની હવે રજૂ થનારી સિરીઝમાં ગેલેકસી S26 pro, Galaxy Edge કે જે પ્લસ મોડલને બદલે આવશે અને ગેલેક્સી S26 Ultra નો સમાવેશ થાય છે તેવી માહિતી પણ અગાઉ લીક થઈ હતી.

સેમસંગ ગેલેક્સી S26 proના સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી S26 pro ફોનના કેટલાંક સ્પેસિફિકેશન અંગે પણ જાણકારી મળી છે તે પ્રમાણે તે સ્નેપડ્રેગન 8 એલીટ 2 ચિપસેટ આપવામાં આવશે જો કે, પસંદગીના બજારમાં તેમાં નવી એક્ઝીનોસ ચિપ પણ આપી શકે છે. આ ઉપરાંત તેના અગાઉના ફોનની સરખામણીએ તેમાં કેમેરામાં 12 મેગાપક્સલના અલ્ટ્રાવાઈડ સેન્સરમાં અપગ્રેડ કરી 50 મેગાપિક્સલ સેન્સર આપવામાં આવે તેવી શક્યતા છે.

Galaxy S26 Proમાં 6.3 ઇંચનું ડિસ્પ્લે રહેશે જે તેના ગયા વર્ષે આવેલા ફોનના 6.2 ઇંચના ડિસ્પ્લેથી થોડું મોટું છે. સેમસંગ ગેલેક્સી S26 Pro સ્માર્ટફોનમાં મેમરી વધારીને 16GB કરી શકે છે. ગેલેક્સી AIને લગતી કામગીરી માટે ગેલેક્સી દ્વારા આ ફેરફાર કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણમાં આવ્યું છે. આ ઉપરાંત બેટરી ક્ષમતા પણ વધારીને 4,300mAh બેટરી આપવામાં આવે તેમ લાગે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »