Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2025 એ આ વર્ષે કંપનીનો બીજો ઇવેન્ટ છે
Samsung Galaxy Unpacked 2025 Event 9 જુલાઈએ નિર્ધારિત કરવામાં આવ્યો છે જેમાં કંપની તેના Galaxy Z Fold 7 and Galaxy Z Flip 7 નું અનાવરણ કરી શકે છે. સેમસંગે તેના Galaxy Unpacked 2025 event માં "new AI-powered interface" ડિવાઇસીઝના લોન્ચનુંનું ટીઝર રજુ કર્યું છે.સાઉથ કોરિયન જાયન્ટ તેના આધુનિક જનરેશનનાં ફોલ્ડેબલ ફોન Samsung Galaxy Z Fold 7 અને Galaxy Z Flip 7નું અનાવરણ કરશે. આ અનપેક્ડ ઇવેન્ટ માટેના આમંત્રણ પાત્રો પણ કંપનીએ વિતરણ કરવાનું શરુ કરી દીધું છે. આ ઇવેન્ટમાં કદાચ Galaxy Watch 8 series તેમજ Galaxy Buds Core કે જેનું હાલમાં ટીઝર રજુ કરાયું હતું તેને પણ રજુ કરે તેવું માનવામાં આવે છે.
Samsung Galaxy અનપેક્ડ 2025 ઇવેન્ટ 9 જુલાઈએ 10:00 am ET/ 4:00 pm CT એ બ્રુક્લીન, ન્યુયોર્કમાં યોજાશે જેમાં કંપની તેના આધુનિક અને ગ્રેટેસ્ટ એડિશન્સનાં ગેલેક્સી પોર્ટફોલિયોના ફોન રજુ કરશે. આ ઇવેન્ટ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગે યોજાશે. આ જાહેરાત સેમસંગે તેના ન્યૂઝરૂમ પોસ્ટ દ્વારા કરી હતી.
Galaxy Unpacked event of 2025 નો બીજો સમારંભ કંપની વ્યક્તિગતરીતે લોકો સમક્ષ કરે તેવી શક્યતા છે. જેને તમે યુટ્યુબ પાર અને સેમસંગની વેબસાઈટ પાર લાઈવ પણ નિહાળી શકશો. આ દ્વિવાર્ષિક સમારંભમાં શું રજુ કરશે તેની વિગતો હજુ જાહેર કરાઈ નથી જો કે, તેમાં નવા AI-powered interface ધરાવતા next-generation Galaxy ફોનના ટીઝર લોન્ચ કરાયા છે. આ ઉપકરણો બ્રેકથ્રુ હાર્ડવેરથી સજ્જ રહેશે, જે ગેલેક્સીનાં AI સ્યુટ ફીચરને સપોર્ટ કરશે ઉપરાંત તે સમસંગની કારીગરીને પણ દર્શાવશે.
આ ઇવેન્ટમાં આધુનિક ફોલ્ડ કરી શકાય તેવા ફોન રજુ કરાવાના હતા, પરંતુ હજુ નિશ્ચિત નથી. Samsung Galaxy Z Fold 7ના ટીઝર પ્રમાણે તે અત્યંત પાતળો, વજનમાં હળવો તેમજ અત્યારસુધીના ફોલ્ડ કરી શકાય તેવા ફોનમાં અત્યન્ત આધિનિક બની રહેશે. જ્યારે Galaxy Z Flip 7 માં તાજેતરમાં લોન્ચ થયેલી Exynos 2500 SoC મળી શકે છે. કંપની Galaxy Z Flip FE (Fan Edition) પણ લોન્ચ કરવાનું વિચારી રહી છે. જે કિંમતમાં પ્રમાણમાં ઓછું રહેશે અને પરવડી શકશે.
જાહેરાત
જાહેરાત