સેમસંગ દ્વારા One UI 8 માં OEM અનલોકિંગ વિકલ્પ બધા માટે દૂર કરાયો

સેમસંગ દ્વારા આ મહિનાની શરૂમાં લોન્ચ કરેલા ફોનમાં કસ્ટમ રોમ ફ્લેશ કરવા માટે OEM અનલોકિંગ વિકલ્પ દૂર કર્યો

સેમસંગ દ્વારા One UI 8 માં OEM અનલોકિંગ વિકલ્પ બધા માટે દૂર કરાયો

Photo Credit: Samsung

ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 પર સ્થિર વન UI 8 બિલ્ડમાં પુરાવા મળી આવ્યા હતા (ચિત્રમાં)

હાઇલાઇટ્સ
  • વન UI 8માં હવે OEM અનલોકિંગ નહીં
  • સેમસંગે OEM અનલોકિંગ ટૉગલ દૂર કર્યું છે
  • સેમસંગ દ્વારા અગાઉ અમેરિકામાં ડિવાઇસ બુટલોડર સગવડ દૂર કરી હતી
જાહેરાત

સેમસંગ દ્વારા આ મહિનાની શરૂમાં ગેલેક્સી Z Fold 7 અને and Galaxy Z Flip 7 લોન્ચ કર્યા જેમાં એન્ડ્રોઇડ 16-આધારિત વન UI 8 ફર્મવેર રજૂ કર્યું હતું. આ ફર્મવેર પ્રમાણે તેમાં કસ્ટમ રોમ ફ્લેશ કરવા માટે OEM અનલોકિંગ વિકલ્પ આપવામાં આવ્યો હતો. હવે કંપની દ્વારા OEM અનલોકિંગ વિકલ્પ દૂર કર્યો છે. આ OEM અનલોકિંગ સુવિધા દૂર કરતા વન UI 8 પર ચાલતા ગેલેક્સી ડિવાઈઝ પર કસ્ટમ ROMs નહીં ચલાવી શકે, OEM અનલોકિંગ એક એવી સુવિધા છે કે તેના વપરાશકારને ડિવાઈસ બૂટલોડરને અનલોક કરવાની સગવડ આપે છે.ગેલેક્સીના ફોનમાં OEM અનલોક કરતા અગાઉથી ઇન્સ્ટોલ કરાયેલા એપ્લિકેશન વપરાશકાર તેની આવશ્યકતા અનુસાર દૂર કરી શકે છે અને ફોનની કોર સીસ્ટમ ફાઇલ્સમાં ફેરફાર શક્ય બને છે.

વન UI 8માં હવે OEM અનલોકિંગ નહીં

સેમીગુરુના અહેવાલ પરથી જાણવા મળે છે કે, સેમસંગે તેના ડેવલપર ઓપ્શનમાં જે OEM અનલોકિંગનો વિકલ્પ આપ્યો હતો તે દૂર કર્યો છે. આ ફેરફાર સેમસંગના સાતમી જનરેશનના ગેલેક્સી ફોલ્ડેબલ ફોન અને Galaxy S25 Ultra પર લાગુ પડે છે. જો કે, શરૂઆતના ફર્મવેરમાં કોઈ ખામી દેખાઈ નથી. પરંતુ, XDA ફોરમ દ્વારા એવા પુરાવા શોધી કાઢ્યા છે કે, સેમસંગ દ્વારા એન્ડ્રોઇડ 16 આધારિત ફર્મવેરના કોડમાંથી OEM અનલોકિંગ સુવિધાના ટૉગલને સદંતર દૂર કર્યું છે. સાઉથ કોરિયન ટેક જાયન્ટે આ સાથે અન્ય કેટલાક ફીચર પણ દૂર કર્યા છે. વન UI 8ના સ્ટેબલ બિલ્ડમાં ક્યાંય OEM અનલોકિંગ જોવા મળતું નથી.

SystemProperties.get ("ro.boot.other.locked"). equals("1") કોડ સ્નિપેટ કાર્યક્ષમતામાં ફેરફાર દર્શાવે છે. જ્યારે સમાન મૂલ્ય 0 પર સેટ હોય છે, ત્યારે ફોન વપરાશકાર બુટલોડરને અનલૉક કરી શકે પણ જ્યારે મૂલ્ય 1 પર સેટ હોય ત્યારે ફેરફાર શક્ય નથી. સેમસંગ ગેલેક્સીના અમેરિકાના ફોનમાં આ મૂલ્ય 1 પર સેટ હોવાની જાણકારી મળી રહી છે. સાથે જ અન્ય તમામ બજારોમાં મળતા આ ફોનમાં બુટલોડર અનલૉક થઈ શકે છે. જો કે, તમામ જગ્યા એ One UI 8 ના કોડમાં મૂલ્ય 1 પર જ સેટ હોવાનું કહેવાય છે. સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 અંગે AYFK બિલ્ડમાં એક પબ્લિકેશને આ જાણકારી મેળવી હતી. આ જાણકારી મળતા લાગી રહ્યું છે કે, સેમસંગ દ્વારા આ ફેરફાર જાણીને કરવામાં આવ્યા છે અને One UI 8 માં OEM અનલોકિંગ વિકલ્પ બધા માટે દૂર કરાયો છે. આ જો કંપની દ્વારા ફેરફાર કરવામાં ન આવે તો વપરાશકાર તેને વાપરી શકશે નહીં.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »