કંપની હવે Galaxy S26, S26+ અને Galaxy S26 Ultra જેવા નવા ફ્લેગશિપ મોડેલ્સ સાથે ક્લાસિક ડિઝાઇન અને પ્રીમિયમ પરફોર્મન્સ પર ફોકસ કરશે.
સેમસંગ ગેલેક્સી S25 એજ ગેલેક્સી ચિપ માટે કસ્ટમ સ્નેપડ્રેગન 8 એલિટ પર ચાલે છે
Samsung એ “Edge”ને કહ્યું અલવિદા! Galaxy S26 ના લાઇનઅપમાં આવશે ત્રણ નવા મોડલ,મે મહિનામાં લોન્ચ થયેલું Galaxy S25 Edge, Galaxy S શ્રેણીનું અત્યાર સુધીનું સૌથી પાતળું સ્માર્ટફોન બન્યું હતું. ફક્ત 5.8mm જાડાઈ સાથે! આ સ્લિમ-પ્રોફાઇલ ડિવાઇસને Galaxy S25 લાઇનઅપના ચોથા મોડેલ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે નવા અહેવાલો ચોંકાવનારા છે જેમાં Samsung એ તેની અનુગામી ‘Galaxy S26 Edge' ડિવાઇસને રદ કરી દીધી છે. આનું કારણ છે. નિરાશાજનક વેચાણ!દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ હવે ‘Edge' શ્રેણીને પૂરી રીતે બંધ કરવાની તૈયારીમાં છે. હવે આવનારી Galaxy S26 શ્રેણી પર કેન્દ્રિત રહેશે. જેમાં Galaxy S26, Galaxy S26+ અને Galaxy S26 Ultra જેવા ફ્લેગશિપ મોડેલ્સ શામેલ રહેશે.
અહેવાલ અનુસાર, કંપનીએ પોતાના કર્મચારીઓને પણ ‘Edge' લાઇનઅપ અને આવનારા Galaxy S26 Edge મોડેલને રદ કરવાની સૂચના આપી દીધી છે. હાલમાં Galaxy S25 Edge માત્ર પસંદગીના બજારોમાં ઉપલબ્ધ છે, પરંતુ ઇન્વેન્ટરી પૂરી થતાં જ તેની વેચાણ પ્રક્રિયા બંધ થઈ જશે તેવી શક્યતા છે.
આગામી વર્ષે Samsung પોતાના ફ્લેગશિપ Galaxy S26 લાઇનઅપ જેમાં Galaxy S26, S26+ અને S26 Ultraનો સમાવેશ થશે પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. કંપની હવે ફરીથી ક્લાસિક ડિઝાઇન અને પ્રીમિયમ પરફોર્મન્સ પર ફોકસ કરવા માગે છે, જેથી Edge જેવા પ્રયોગો કરતાં વધુ સ્થિર દિશામાં આગળ વધી શકાય.
Samsungની લોકપ્રિય Galaxy Edge શ્રેણી હવે અસ્તિત્વના અંતિમ તબક્કે હોવાનું જણાઈ રહ્યું છે.
ટિપસ્ટર્સ મુજબ, Galaxy S25 Edgeના નબળા વેચાણને કારણે કંપનીએ તેના અનુગામી Galaxy S26 Edgeને સત્તાવાર રીતે રદ કરી દીધો છે. પ્રખ્યાત લિકસ્ટર્સ ફોનઆર્ટ (@UniverseIce) અને મેક્સ જામ્બોર (@MaxJmb) એ પણ આ દાવાને સમર્થન આપ્યું છે, જેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે Samsung હવે ‘Edge' લાઇનઅપને આગળ નહીં ધપાવે. તેમ છતાં, કોરિયન મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે Galaxy S26 Edgeનો સ્ટોક પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યો છે.
એથી શક્યતા છે કે કંપની આ મોડેલને પછીની કોઈ ખાસ તારીખે અલગથી લોન્ચ કરવાનો વિકલ્પ ખુલ્લો રાખે.
આ નિર્ણય એ સમયે આવ્યો છે જ્યારે Galaxy S25 Edge, તેની 12GB RAM + 256GB સ્ટોરેજ આવૃત્તિ સાથે, રૂ. 1,09,999 ના ભાવમાં પાંચ મહિના સુધીમાં રજૂ થયું હતું. આ સ્માર્ટફોનમાં 6.7-ઇંચ 120Hz AMOLED ડિસ્પ્લે, 200MP પ્રાથમિક સાથે 12MP અલ્ટ્રાવાઇડ ડ્યુઅલ કેમેરા, અને 3,900mAh બેટરી સાથે કસ્ટમ Snapdragon 8 Elite for Galaxy ચિપસેટ જેવા હાઇ-એન્ડ ફીચર્સ આપવામાં આવ્યા હતા. ફક્ત 5.8mm જાડાઈ અને 163 ગ્રામ વજન સાથે, તે Galaxy S શ્રેણીનું અત્યાર સુધીનો સૌથી પાતળો સ્માર્ટફોન હતો.
શરૂઆતની અફવાઓ સૂચવે છે કે Galaxy S26+ મોડેલને પણ લાઇનઅપમાંથી દૂર કરવામાં આવશે અને તેના સ્થાને Galaxy S26 Edgeને ફ્લેગશિપ ત્રિપુટીમાં સામેલ કરવાની યોજના હતી. હવે, એ પણ શક્ય છે કે Samsung આખી Edge બ્રાન્ડિંગને વિદાય આપીને પોતાની આગામી Galaxy S26, S26+ અને S26 Ultra શ્રેણી પર જ ફોકસ કરશે.
લાગે છે, Samsung હવે પ્રીમિયમ ડિઝાઇન કરતાં વધુ સ્થિર માર્કેટ સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યું છે.
જાહેરાત
જાહેરાત