સેમસંગ ગેલેક્સીએ નવો ફ્લિપ ફોન Galaxy Z Flip 7 ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો છે.
Photo Credit: Samsung
સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 4.1-ઇંચ એજ-ટુ-એજ કવર ડિસ્પ્લે સાથે આવે છે
સેમસંગ ગેલેક્સી નવો ફ્લિપ ફોન Galaxy Z Flip 7 ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો છે. તેના આ ફોનમાં 4.1 ઇંચની કવર સ્ક્રીન છે અને તેમાં Exynos 2500 ચિપસેટ આપવામાં આવી છે. તે એન્ડ્રોઇડ 16 બેઝડ One UI 8 થી ચાલશે. કંપની દ્વારા સેમસંગ અનપેક્ડ 2025 ઈવેન્ટમાં આ ફોનનું અનાવરણ કર્યું હતું. તેના કેમેરાની વાત કરીએ તો તેમાં બે આઉટવર્ડ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં, 50 મેગાપિક્સલનું મુખ્ય સેન્સર અને 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ સેન્સર છે. ભારત સાથે જ કંપનીએ વૈશ્વિક ધોરણે આ ફોન બુધવારે બજારમાં મૂક્યો હતો. હાલમાં આ ફોન કંપનીની વેબસાઈટ દ્વારા પ્રી ઓર્ડર કરી શકાય છે અને 25 જુલાઈથી આ ફોન સત્તાવાર રીતે વેચાણમાં આવશે..
આ સ્માર્ટ ફોનમાં 6.9 ઇંચનો ફૂલ એચડી ડાયનેમિક AMOLED 2X મેં ફોલ્ડેબલ ડિસ્પ્લે છે. તેનો રિફ્રેશિંગ રેટ 120Hz જ્યારે બ્રાઇટનેસ લેવલ 2,600 નીટ્સ સુધીનું છે. તેમાં ઇનહાઉસ 3nm Exynos 2500 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 12GB રેમ અને 512GB સુધીનું ઓનબોર્ડ સ્ટોરેજને સપોર્ટ કરે છે. Galaxy Z Flip 7 માં 4,300mAh બેટરી આપવામાં આવી છે. તેને ધૂળ અને પાણી સામે રક્ષણ માટે IP48 રેટિંગ મળ્યું છે. તેને ખોલવામાં આવે ત્યારે તેની જાડાઈ 6.5mm અને જ્યારે બંધ કરવામાં આવે ત્યારે 13.7mm છે તેમજ તેનું વજન 188 ગ્રામ છે. ફોનના ડિસ્પ્લેના રક્ષણ માટે તેની બહારની પેનલને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 થી સુરક્ષિત કારાઈ છે.
તે AI ફીચર જેવાકે, ટ્રાન્સક્રિપ્ટ આસિસ્ટન્સ, નોટ આસિસ્ટન્ટ, કોલ આસિસ્ટ, લાઇવ ટ્રાન્સલેશન ઉપલબ્ધ છે. તેમાં ગૂગલ જેમિની ફીચર અને ગૂગલનું સર્કલ ટુ સર્ચ પણ આપવામાં આવ્યું છે.
ભારતમાં સેમસંગ ગેલક્સી Z Flip 7, 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે રૂ. 1,09,999 માં મળશે. તેના 12GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતા ફોનની કિંમત રૂ. 1,21,999 છે. ફોન બ્લુ શેડો, કોરલ રેડ, જેટબ્લેક અને મિંટ શેડમાં ઉપલબ્ધ છે. ભારતમાં મિંટ શેડ માત્ર સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ પરથી જ મળી શકશે. પ્રી ઓડર દરમ્યાન Z Flip 7નો 12GB રેમ અને 512GB સ્ટોરેજ ધરાવતો ફોન 256GB ના ભાવે ખરીદી શકાશે. આ લાભ કંપની દ્વારા 12 જુલાઈ સુધી આપવામાં આવશે.
જાહેરાત
જાહેરાત
Scientists Unveil Screen That Produces Touchable 3D Images Using Light-Activated Pixels
SpaceX Expands Starlink Network With 29-Satellite Falcon 9 Launch
Nancy Grace Roman Space Telescope Fully Assembled, Launch Planned for 2026–2027