Tecno Spark Go 5G કેટલાક AI ફીચર્સને સપોર્ટ કરે છે. જેમાં, ગૂગલનું સર્કલ ટુ સર્ચ અને ટેકનોના એલા AI આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે.
Photo Credit: Tecno
Tecno Spark Go 5G માં 6,000mAh બેટરી હશે
Tecno Spark Go 5G ભારતમાં લોન્ચ થશે તે વાત પાકી થઈ ગઈ છે અને તેમાં 6000 mAh બેટરી આપવામાં આવી છે. Tecno Spark Go 5G સ્માર્ટ ફોન ભારતમાં 14 ઓગસ્ટે બપોરે 12 વાગે લોન્ચ કરશે. ફોન લોન્ચ થાય તે અગાઉ ફોનના સ્પેસિફિકેશન અને તેની કિંમત અંગેની કેટલીક વિગતો બહાર આવી છે. આ વિગતો જોઈએ તો, ફોન કેટલાક AI ફીચર્સને સપોર્ટ કરે છે. જેમાં, ગૂગલનું સર્કલ ટુ સર્ચ અને ટેકનોનું એલા AI આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે. આ ફીચર અનેક ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. ટેકનો કંપની એક ચાઇનીઝ ફોન ઉત્પાદક કંપની છે અને આફ્રિકન માર્કેટ માટે ફોન ઉત્પાદનમાં તેની નિપુણતા છે.
ટેકનો દ્વારા તેનો નવો લોન્ચ થઈ રહેલો ફોન એકદમ સ્લીમ અને વજનમાં હળવો રહેશે તેમ જણાવાયું છે. તેની સાઈઝ 7.99 mm અને તેનું વજન 194 ગ્રામ રહેશે. Tecno Spark Go 5Gમાં 6000 mAh બેટરી આપવામાં આવી છે. એમેઝોનની માઇક્રોસાઇટ પ્રમાણે આ ફોન 14 ઓગસ્ટે બપોરે 12 વાગે લોન્ચ થશે અને તેનું વેચાણ ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા કરાશે. હાલમાં ટેકનો સ્પાર્ક ગો સ્માર્ટ ફોન અપગ્રેડ કરાયો છે અને નવો આવી રહેલો ફોન 5G કનેક્ટિવિટી ધરાવે છે.
ફોન Ella AI આસિસ્ટન્ટને સપોર્ટ કરતું હોવાથી તે ભારતીય ભાષાઓ હિન્દી, મારાથી, ગુજરાતી, તમિલ અને બંગાળીને સપોર્ટ કરશે. ફોન AI રાઇટિંગ આસિસ્ટન્ટ અને ગૂગલના સર્કલ ટુ સર્ચને પણ સપોર્ટ કરે છે. Tecno Spark Go 5G નો નેટવર્ક કોમ્યુનિકેશનને સપોર્ટ કરે છે અને તે ટેકનોના ફ્રી લિન્ક એપ દ્વારા શક્ય બનશે. અહીં એ પણ નોંધવું જોઈએ કે, કંપનીનો અગાઉ રજૂ કરાયેલો Tecno Spark Go 2માં પણ આ ફીચર આપવામાં આવ્યું છે અને સેલ્યુલર કનેક્ટિવિટી વિના પણ તેના દ્વારા કોલ અને મેસેજ કરી શકાય છે.
Tecno Spark Go 2ના 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂ. 6,999 રાખવામાં આવી છે અને આ ફોનમાં 5000mAh બેટરી છે. ફોન T7250 પ્રોસેસર અને 13 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા સાથે આવે છે. તેને ધૂળ અને પાણી સામે IP64 રેટિંગ મળ્યું છે. ફોનમાં 8 મેગાપિક્સલ સેલ્ફી શૂટર રહેશે. ટેકનોની ફ્રી લિન્ક એપ, 4G કેરિયર એગ્રીગેશન 2.0 અને લિન્કબૂમિંગ V1.0 ટેકનોલોજી સપોર્ટ ધરાવે છે.
જૂન મહિનામાં જ કંપનીએ તેનો Tecno Spark Go 2 ભારતીય બજારમાં રજૂ કર્યો હતો. ફોન 4G LTE કનેક્ટિવિટીને સ્પોર્ટ કરે છે. આ એક ફોર્થ જનરેશન મોબાઇલ નેટવર્ક ટેકનોલોજી છે. જે તેની સ્પીડ અને સારી કામગીરી આપવા માટે જાણીતી છે.
જાહેરાત
જાહેરાત