Vivo S50 અને S50 Pro Mini લોન્ચ થાય તે અગાઉ તેના અંગેની કેટલીક વિગતો જાણવા મળી છે. આ મહિનાની શરૂઆતમાં Vivo X300 સિરીઝ લોન્ચ કર્યા પછી, Vivo નવી S-સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
Photo Credit: Vivo
Vivo S50 Pro ડાયમેન્સિટી 9400 ચિપસેટ સાથે આવશે, શક્તિશાળી પ્રદર્શન અને ઝડપી કામગીરી આપશે
Vivo S50 અને S50 Pro Mini લોન્ચ થાય તે અગાઉ તેના અંગેની કેટલીક વિગતો જાણવા મળી છે. આ મહિનાની શરૂઆતમાં Vivo X300 સિરીઝ લોન્ચ કર્યા પછી, Vivo નવી S-સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. એક માહિતી પ્રમાણે કંપની તેના આગામી Vivo S50 સિરીઝના સ્માર્ટફોન નવેમ્બર ચીનમાં લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોન લોન્ચ થાય તે અગાઉ ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને Vivo S50 અને S50 Pro Mini નાં મુખ્ય સ્પેસિફિકેશનની જાણકરી આપી છે.Vivo S50 અને S50 Pro Mini નાં મુખ્ય સ્પેસિફિકેશન,Digital chat station મુજબ, Vivo S50 શ્રેણીમાં અલગ કદના ડિસ્પ્લેવાળા બે મોડેલ હશે. સ્ટાન્ડર્ડ મોડેલમાં 6.59-ઇંચનો ફ્લેટ ડિસ્પ્લે હશે જે 1.5K રિઝોલ્યુશન સાથે આવશે. મેટલ મિડલ ફ્રેમ અને પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા સાથે જોડાયેલ હશે. ટેલિફોટો કેમેરામાં સારી ગુણવતા ધરાવતો મધ્યમ કદનો સેન્સર હોવાનું કહેવાય છે, જે ઝૂમ ફોટોગ્રાફીમાં નોંધપાત્ર અપગ્રેડ સૂચવે છે.
Vivo S50 Pro Mini 1.5K રિઝોલ્યુશન માટે સપોર્ટ સાથે 6.31-ઇંચ ફ્લેટ ડિસ્પ્લેથી સજ્જ હશે. પ્રો મોડેલ હોવાને કારણે, તેમાં ઉચ્ચ-સ્તરીય કેમેરા હાર્ડવેર આપવામાં આવે તેમ લાગે છે કે બંને ફોન 50-મેગાપિક્સલનાં ફ્રન્ટ કેમેરા સાથે આવશે.
Vivo S50 સિરીઝમાં Pro વેરિઅન્ટ ડાયમેન્સિટી 9400 થી સજ્જ હોઈ શકે છે. જે ગયા વર્ષે Vivo X200 સિરીઝમાં આપવામાં આવી હતી. Vivo S50 Pro Miniમાં ટ્રિપલ-કેમેરા, પેરિસ્કોપ કેમેરા સાથે અને અલ્ટ્રાસોનિક ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે.
Vivo S50 સિરીઝની સામે સ્પર્ધામાં Oppo Reno 15 અને Honor 500 રહે તેવી ધારણા છે. Oppo Reno 15 નવેમ્બરમાં ચીનમાં જ્યારે Honor 500 આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.
Vivo દ્વારા Vivo X300 FE પર પણ કામ ચાલી રહ્યું હોવાની માહિતી છે. Vivo S30 Pro Mini ને વૈશ્વિક સ્તરે Vivo X200 FE તરીકે રિબ્રાન્ડ કરવામાં આવ્યું હતું. તેથી, X300 FE S50 Pro Mini નું રિબેઝ વર્ઝન હોઈ શકે છે.
Vivo દ્વારા S40 સિરિઝને પડતી મુકાઇ હોવાનું કહેવાય છે કારણકે ત્યાં ચીનમાં નંબર 4 ને અશુભ માનવામાં આવે છે, જેના કારણે Vivo સીધા S50 સીરિઝ પર કામ કરી રહ્યું છે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket