ટૂંક સમયમાં અનેક ફિચર્સ સાથે લોન્ચ થશે Vivo T4

ફનટચ OS 15 દ્વારા ચાલશે આ ફોન.

ટૂંક સમયમાં અનેક ફિચર્સ સાથે લોન્ચ થશે Vivo T4

નવા ફિચર્સ સાથે લોન્ચ થશે Vivo T4

હાઇલાઇટ્સ
  • ડીવાઈસમાં આપને 5,500mAh સુધીની બેટરી ક્ષમતા આપવામાં આવી છે
  • આ ડીવાઈસમાં હેવી બેટરી લાઇફ સાથે 90Wનો ચાર્જિંગ સપોર્ટ મળી રહેશે
  • વિવિઘ સ્ટોરેજની કેપેસિટીના o સાથે મળી રહેશે આ મોડેલ
જાહેરાત

હાલમાં જ Vivo કંપની દ્વારા મિડ-રેન્જ સેગમેન્ટની કિંમતે Vivo T4 ડીવાઈસનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે ટૂંક સમયમાં Vivo T4 અલ્ટ્રા તરીકેના હાઇ-એન્ડ વેરિઅન્ટમાં બજારમાં આવી શકે છે. 'અલ્ટ્રા' Vivoની T સિરીઝના મિડ-રેન્જ સ્માર્ટફોન માટે નવું નથી, કારણ કે Vivo T3 Ultra હાલમાં જ ભારતમાં 27,999 રુપિયાના વેચાણ પર મૂકવામાં આવ્યો હતો. એક ટિપસ્ટરે હવે લોન્ચના તારીખ - સમય સાથે આગામી Vivo T4 અલ્ટ્રા મોડલની મુખ્ય ફીચર્સ વિશે જણાવ્યું છે અને કહ્યું છે કે Vivo નું આ નવું મોડેલ આ જૂનની શરૂઆતમાં જ પોતાનું T4 Ultra મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટિપસ્ટરે ડીવાઈસના સ્પેશિયલાઈઝેશન શેર કરી છે, જે હાલના Vivo T3 અલ્ટ્રા મોડલને ટૂંક સમયમાં બદલી નાખશે.

જાણો Vivo T4 અલ્ટ્રાના ફીચર્સ:

ટિપસ્ટર દ્વારા દાવો કરાયો છે કે Vivo T4 અલ્ટ્રામાં 6.67 ઇંચની પોલેડ પેનલ ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120Hzના સ્ક્રીન રિફ્રેશ રેટ સાથે આવશે. આ ફોન MediaTek Dimensity 9300 સિરીઝ SoC દ્વારા કાર્યરત રહેશે. જો કે, ટીપસ્ટરે શેર કર્યું નથી કે કયું સ્પેશિયલ SoC T4 અલ્ટ્રામાં આપવામાં આવશે.

Vivo T4 Ultra કેમેરા વિભાગમાં મોટું અપગ્રેડ આપવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક કેમેરા પર 50 MPનો Sonyનો IMX921 સેન્સર વાળો કેમેરો આપવામાં આવશે. સાથે 50MPનો અલ્ટ્રાવાઇડ કેમેરો અને 50MPનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો જોવા મળશે એવી અંદાજિત ધારણાઓ કરવામાં આવી છે. એ સાથે ફોન ફનટચ OS 15 દ્વારા ચાલતો હોવાનું કહેવામાં આવ્યું છે, એ સાથે તે એન્ડ્રોઇડ 15 પર આધારિત જોવા મળશે. જ્યારે ટિપસ્ટરે બેટરીની ક્ષમતાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી પરંતુ ચાર્જીંગ સપોર્ટ ની વાત કરતા જણાવ્યું છે કે આ મોડેલ Vivo T4 Ultra એ 90Wના ચાર્જિંગને સપોર્ટ કરી શકશે.

Vivo T3 અલ્ટ્રા સ્પેશિયલાઇઝેશન અને કિંમત:

વર્તમાન Vivo T3 અલ્ટ્રામાં 6.78 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જે 120Hzના રીફ્રેશ રેટ સાથે આવે છે. આ સાથે તે MediaTek Dimensity 9200+ SoC દ્વારા કાર્યરત છે. તેમાં 50MP સુધીનો OIS પ્રાઇમરી કેમેરો અને પાછળ 50MPનો અલ્ટ્રાવાઇડ કેમેરો પણ જોવા મળશે. આ ફોનમાં 50MPનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો પણ આપવામાં આવ્યો છે. એ સાથે તેમાં બેટરી જોવા જઈએ તો તે 5,500mAh ક્ષમતા ધરાવતી બેટરી છે જે 80W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન અલગ અલગ સ્ટોરેજ કેપેસીટી તેમજ કિંમત સાથે ઉપલબ્ધ છે જેના બેઝ વેરિયંટ જોવા જઈએ તો તે 8GB+128GB છે જેની કીંમત 27,999 રૂપિયા રાખવામાં આવી છે. અને 12GB+256GB સ્ટોરેજ કેપેસિટી ધરાવતા વેરિઅન્ટની કિંમત જોવા જઈયે તો તે રૂ. 31,999 સુધીની રાખવામાં આવી છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo F31 સિરીઝના સ્માર્ટફોન આગામી મહિને લોન્ચ થવાની શક્યતા જોવાઈ રહી છે
  2. બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા સહિત કેટલાક શેરોમાં અઠવાડિયામાં બે વાર એરટેલનું નેટવર્ક ખોરવાયું
  3. એપલે તેના ત્રીજા રિટેલ સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી
  4. Honor Magic V Flip 2 ઓનરની વેબસાઇટ પરથી પ્રી બુક કરી શકશે
  5. ગૂગલે પિક્સલ 10, પિક્સલ 10 પ્રો અને પિક્સલ 10 પ્રો XL લોન્ચ કર્યા
  6. ગૂગલે દેખાવમાં અને કામગીરીમાં બેજોડ ફોન Google Pixel 10 Pro Fold રજૂ કર્યો
  7. એરટેલે તેનો પ્રચલિત રૂ. 249 મૂલ્યનો પ્રિપેઇડ રિચાર્જ પ્લાન પાછો ખેંચ્યો
  8. Redmi 15 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ Highlights
  9. એરટેલે તેના ગ્રાહકોને ફ્રી એપલ મ્યૂઝિકની ઓફર કરી છે
  10. Honor X7c 5G ફોનનું ૨૦ ઓગસ્ટથી ખરીદી શકાશે
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »