6,000mAh ની બેટરી ક્ષમતા સાથે લોન્ચ થશે Vivo X Fold 5.
Photo Credit: Vivo
Vivo એ ચીનમાં Vivo X Fold 5 ને સત્તાવાર રીતે ટીઝ કરવાનું શરૂ કર્યું છે
Vivo X Fold 5 ટૂંક સમયમાં લોન્ચ થશે એવી જાહેરાત થઈ ચૂકી છે જેમાં કંપનીના એક્ઝિક્યુટિવ દ્વારા Weibo એટલે કે એક ચાઈનીઝ વેબસાઈટ પર પોસ્ટ દ્વારા આપણને આ ફોનની ડીઝાઈન અને તેની અન્ય સુવિધાઓ વિશે જાણવા મળે છે.જાણો Vivo X Fold 5 ની ડીઝાઈન અને તેના ફિચર્સ ,આ ફોનનું પાતળું તેમજ હળવું તેનું આવરણ જોવા મળશે અને તે અંદાજિત માહિતી મુજબ જૂનું મોડેલ Vivo X Fold 3 છે તેના કરતાં વજનમાં હલકો હશે. આથી Vivo X Fold 5 નું વજન અંદાજિત 219 ગ્રામ જેટલું હશે.Vivo X Fold 5 બહાર તેમજ અંદરની એમ બન્ને સાઈડ ડિસ્પ્લે પર LTPO 8T પેનલનો ઉપયોગ થયેલો જોવા મળશે એ સાથે તેમાં 4,500 nits પીક બ્રાઇટનેસ પણ મળી રહેશે અને ઉચ્ચ-આવર્તન માટે PWM ડિમિંગ પ્રદાન કરે છે તે અંગેની જાહેરાત કરાઈ છે આ ફોલ્ડેબલ ફોનના ડિસ્પ્લેમાં TUV રાઈનલેન્ડ ગ્લોબલ આઇ પ્રોટેક્શન 3.0 સર્ટિફિકેશન અને Zeiss માસ્ટર કલર સર્ટિફિકેશન મળી રહેશે આ સાથે 8.03-ઇંચ ફોલ્ડેબલ આંતરિક ડિસ્પ્લે મળી રહેશે તેમાં 6.53-ઇંચ કવર ડિસ્પ્લે મળી રહેશે એવી માહિતી સામે આવી રહી છે અને ફોનમાં કેમેરા સેટઅપ માં 50MP સેન્સર સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ મળી રહેશે.
આ મોડેલ ધૂળ તેમજ પાણીથી પણ રક્ષણ આપશે IP5X અને IPX9+ સુધીનું પ્રોટેક્શન આપશે.
આ મોડેલની બેટરી ક્ષમતાની વાત કરીએ તો તેમાં 6,000mAh ની બેટરી ક્ષમતા મળી રહેશે અને એ સાથે 30W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ આવશે જે સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપસેટ સાથે 16GB RAM અને 512GB સ્ટોરેજ ક્ષમતા મળી રહેશે.
આ મોડેલમાં સ્ક્રીનને અનુકૂળ બનાવવા માટે તેનો રીફ્રેશ રેટ તેમજ અલ્ટ્રા-હાઇ રિઝોલ્યુશન માટે ઉચ્ચ કક્ષાની પિક્સેલ ઘનતા પ્રોવાઇડ કરવામાં આવે આવે છે એ સાથે આ મોડેલ
એટલે કે Vivo X Fold 5 અત્યંત ઠંડીથી પણ રક્ષણ આપે છે એટલે કે લાંબા સમય સુધી જો તમે ફોનને -20°C માં રાખો તો પણ તે સામાન્ય રીતે કામ કરી શકે છે. કંપની જણાવે છે કે આ ફોલ્ડબલ મોડેલ 1 મીટર ઊંડાઈએ પણ જો તમે પાણીની અંદર હોવ તો પણ તેને 1000 વખત ખોલ બંધ કરી શકાય તેટલી ક્ષમતા ધરાવે છે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket