Photo Credit: Vivo
Vivo X200 FE એમ્બર યલો, ફ્રોસ્ટ બ્લુ અને લક્સ ગ્રે કલર વેરિઅન્ટમાં વેચાય છે
Vivo X200 FE ભારતીય બજારમાં લોન્ચ કરાયો છે. કંપની દ્વારા તેના આ પ્રીમિયમ ફોન માટે પ્રી બુકિંગ શરૂ પણ કરી દેવાયું છે. ફોનમાં 6,500mAh બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં, ઓક્ટાકોર મીડિયાટેક ડાયનેન્સિટી 9300+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. Vivo X200 FE 16GBની LPDDR5X રેમ અને 512GB સુધીની UFS 3.1 ઓનબોર્ડ સ્ટોરેજને પણ સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 15 આધારિત Vivo Funtouch OS 15 પર કામ કરે છે. Vivo X200 FE ભારતમાં સોમવારે જ Vivo X Fold 5 સાથે લોન્ચ કરાયો છે, આ ફોન તાઇવાનમાં જૂન મહિનામાં જ રજૂ કરવામાં આવ્યો હતો. તે 6.31 ઇંચની એમોલેડ ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં 90Wનું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. ફોનની અન્ય માહિતી જેમકે, ભાવ અને તેના ફીચર્સ અંગે આપણે વિસ્તારથી જાણીએ.
ભારતમાં Vivo X200 FEના બે વિકલ્પો રજૂ કરાયા છે. જેમાં 12GB રેમ અને 256 GB સ્ટોરેજ અને 16GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે આવશે અને તેની કિંમત અનુક્રમે રૂ. Rs. 54,999 અને Rs. 59,999 રહેશે. આપણે ત્યાં તે ૨૩ જુલાઈથી ફ્લિપકાર્ટ અને વીવોની વેબસાઈટ દ્વારા મળી શકશે. હાલમાં, તે પ્રી ઓર્ડર કરી શકાય છે. તેમાં, અંબર યલો, લ્યુક્સ ગ્રે, અને ફોરેસ્ટ બ્લુ કલર મળી શકશે.
આ સ્માર્ટ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા 50 મેગાપિક્સલ Zeiss કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં, 50 મેગાપિક્સલનો Sony IMX921 પ્રાઇમરી સેન્સર કે જે OISને સપોર્ટ કરે છે, અને 8 મેગાપિક્સલ120 ડિગ્રી અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા આપવામાં આવ્યો છે. આગળની બાજુ સેલ્ફી અને વીડિયોકોલ માટે તેમાં 50 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે.
Vivo X200 FEમાં 6.31 ઇંચની 1.5K (1,216x2,640 પિક્સલ) એમોલ્ડ ડિસ્પ્લે છે અને તેનો રિફ્રેશિંગ રેટ 120Hz છે. તેની બ્રાઇટનેસ 1,800 નાઇટ્સ સુધીની છે. તેમાં એન્ડ્રોઇડ 15 આધારિત FuntouchOS 15 નો ઉપયોગ કરાયો છે.
Vivo X200 FEમાં 6,500mAh બેટરી અને 90W નું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ પણ છે. આ સાથે ફોન ધૂળ અને પાણી સામે સુરક્ષા માટે IP68+IP6 રેટિંગ મેળવવામાં સફળ થયું છે. તેની કનેક્ટિવિટી માટે ડ્યુઅલ નેનો સીમની સગવડ આપે છે. 5G, 4G, Wi-Fi, Bluetooth 5.4, GPS, OTG, NFC અને USB ટાઇપ C પોર્ટરને તે સપોર્ટ કરે છે. તેનું માપ જોઈએ તો તે 150.83x71.76x7.99mm છે અને તેનું વજન 186 ગ્રામ છે.
જાહેરાત
જાહેરાત