X300 અને X300 Pro ડિસેમ્બરની શરૂઆતમાં ભારતમાં લોન્ચ થશે

Vivo એ ચીનમાં આ મહિનાની શરૂઆતમાં X300 અને X300 Pro લોન્ચ કરી દીધા છે ત્યારે નજીકના ભવિષ્યમાં તેને ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવો અંદાજ છે.

X300 અને X300 Pro ડિસેમ્બરની શરૂઆતમાં ભારતમાં લોન્ચ થશે

Photo Credit: Vivo

Vivo X300 (ચિત્રમાં) આ મહિનાની શરૂઆતમાં ચીનમાં Vivo X300 Pro ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો

હાઇલાઇટ્સ
  • Vivo X300 Proમાં 6,510mAh બેટરી રહેશે
  • બંને ફોનમાં MediaTek ના Dimensity 9500 પ્રોસેસર
  • ફોનમાં 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગ
જાહેરાત

Vivo એ ચીનમાં આ મહિનાની શરૂઆતમાં X300 અને X300 Pro લોન્ચ કરી દીધા છે ત્યારે નજીકના ભવિષ્યમાં તેને ભારતમાં લોન્ચ કરવામાં આવે તેવો અંદાજ છે. આ સ્માર્ટફોન તાજેતરમાં UAE ની TDRA સર્ટિફિકેશન વેબસાઇટ પર લિસ્ટેડ કરવામાં આવ્યા છે આમ વૈશ્વિક ધોરણે ક્રમશ: રિલીઝ કરવામાં આવશે. X300 અને X300 Pro બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ડેટાબેઝ પર પણ દેખાયા હોવાના અહેવાલ છે. આમ, તેને ટૂંકમાં ભારતમાં રજૂ કરાશે.Vivo X300 Pro, Vivo X300 ભારતમાં લોન્ચ,Vivo X300 સિરીઝના ફોન ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી અઠવાડિયા દરમ્યાન તે ક્યારે લોન્ચ કરવામાં આવે તેની જાહેરાત કરવામાં આવશે તેમ ટિપસ્ટર યોગેશ બ્રાર (@heyitsyogesh) ને ટાંકીને સ્માર્ટપ્રિક્સના અહેવાલમાં જણાવાયું છે.

Vivo X300ના સ્પેસિફિકેશન્સ

Vivo X300 ની વાત કરીએ તો, આ સ્માર્ટફોન MediaTek ના Dimensity 9500 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 16GB LPDDR5x RAM સાથે 1TB સ્ટોરેજ છે. પાવર બેકઅપ માટે, ફોનમાં 6,040mAh બેટરી છે અને 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે. આ મોબાઇલ 6.31-ઇંચ 1.5K સ્ક્રીનને સપોર્ટ કરે છે. આ ફ્લેટ ડિસ્પ્લે BOE Q10+ OLED પેનલ પર બનેલ છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

આ ફોન સ્ક્રીનમાં 4500nits બ્રાઇટનેસ અને 2169Hz PWM ડિમિંગ પણ છે અને અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોટોગ્રાફી માટે, Vivo X300 ના ટ્રિપલ રીઅર સેટઅપમાં 200-મેગાપિક્સલનો Samsung HPB સેન્સર, 50-મેગાપિક્સલનો LYT602 પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50-મેગાપિક્સલનો Samsung JN1 સેન્સર છે.

Vivo X300 Pro અને સ્ટાન્ડર્ડ Vivo X300 ના ભારતીય વર્ઝન તેમના ચાઇનીઝ સમકક્ષો જેવા જ હોવાની અપેક્ષા છે, જોકે Vivo બેટરી ક્ષમતા જેવા ફીચર્સમાં થોડા ફેરફાર કરી શકે છે.

Vivo X300 Proના સ્પેસિફિકેશન્સ

Vivo X300 Proમાં 6,510mAh બેટરી આપવામાં આવી છે. Pro વેરિઅન્ટમાં 120Hz રિફ્રેશ રેટ અને સર્ક્યુલર પોલરાઇઝેશન 2.0 સાથે 6.78-ઇંચ 1.5K BOE Q10+ LTPO OLED ડિસ્પ્લે છે. તે LPDDR5x RAM, UFS 4.1 સ્ટોરેજ અને Android 16-આધારિત OriginOS 6 સાથે જોડાયેલ MediaTek Dimensity 9500 ચિપસેટ પર ચાલે છે. ફોનમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ અને ડ્યુઅલ સ્પીકર્સનો સમાવેશ થાય છે.

તેમાં Zeiss-ટ્યુન્ડ ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં OIS સાથે 50-મેગાપિક્સલનો Sony LYT-828 મુખ્ય સેન્સર, 50-મેગાપિક્સલનો Samsung JN1 અલ્ટ્રાવાઇડ લેન્સ અને OIS સાથે 200-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ, V3+ અને Vs1 ઇમેજિંગ ચિપ્સ દ્વારા સમર્થિત છે.

સ્ટાન્ડર્ડ Vivo X300 સમાન ચિપસેટ અને OS શેર કરે છે પરંતુ 6.31-ઇંચ 1.5K OLED ડિસ્પ્લે અને 200 મેગાપિક્સલનો Samsung HPB મુખ્ય, 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ અને 50 મેગાપિક્સલનો Sony LYT-602 પેરિસ્કોપ સેન્સર સાથે એક અલગ કેમેરા સેટઅપ ઓફર કરે છે, બંને ફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »