હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે ગૂગલના સર્કલ જેવા ફિચર્સ સાથે આવશે Vivo Y400 Pro 5G

MediaTek Dimensity 7300 SoC સાથે જોવા મળશે Vivo Y400 Pro 5G.

હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે ગૂગલના સર્કલ જેવા ફિચર્સ સાથે આવશે Vivo Y400 Pro 5G

Photo Credit: Vivo

Vivo Y400 Pro 5G ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ ઓફર કરશે

હાઇલાઇટ્સ
  • Vivo Y400 Pro 5G માં 50-MP Sony IMX882 મુખ્ય રીઅર સેન્સર જોવા મળશે
  • ફોનની સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120Hz સાથે 4,500 nits પીક બ્રાઇટનેસ સાથે 6.77
  • 90W સાથે 5,500mAh ધરાવતી બેટરી ક્ષમતા
જાહેરાત

Vivo Y400 Pro 5G થશે ટૂંક સમયમાં લોન્ચ. મોબાઈલ ફોન લોન્ચિંગ માટેની કોઈ સત્તાવાર માહિતી બહાર પડી નથી પરંતુ આ મોડેલ આ મહિનાના અંતમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. ફોન Android 15 પર ચાલશે અને ઘણી AI-સમર્થિત સુવિધાઓ સાથે આવશે.

જાણો Vivo Y400 Pro 5G કિંમત અને તેના ફિચર્સ:

કંપની દ્વારા એક પ્રેસ રિલીઝ વખતે જાણવા મળ્યું છે કે Vivo Y400 Pro 5G ae 20 જૂને ભારતમાં થશે લોન્ચ એ સાથે તે જણાવે છે કે ફોન 3D કર્વ્ડ ડિસ્પ્લેમાં આવશે અને આ સેગમેન્ટમાં આ ફોન સૌથી પાતળો હોવાની માહિતી બહાર આવી છે. કિંમત હજુ જાહેર નથી થઈ પરંતુ તે રૂ.25000 હોય શકે છે એવી ધારણાઓ છે. કંપની દ્વારા ફોનના પ્રમોશન માટે અમુક પોસ્ટર બહાર પાડવામાં આવ્યા છે એ પરથી ફોનના ફીચર્સ અને તેના કલર વિશેની અંદાજિત માહિતી મળી શકે. એ સાથે આમાં સુરક્ષા માટે, ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર આપેલ છે. તેમાં ગોલ્ડ, નેબ્યુલા પર્પલ અને સફેદ રંગમાં મળી રહેશે.

ફોનમાં માં ચોરસ LED ફ્લેશ યુનિટ તેમજ પાછળના ભાગમાં સફેદ મારબલ પેટર્ન જેવું કંઇક નજરે ચડે છે. ફોનમાં HD+ 3D કર્વ્ડ AMOLED સ્ક્રીન, 50-MP નો Sony IMX882 પ્રાઇમરી સેન્સર અને 2-MP નો સેકન્ડરી સેન્સર સહિત ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ જોવા મળશે. સેલ્ફી તેમજ વિડિયો કોલ માટે 32 MP નો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા, MediaTek Dimensity 7300 SoC જે 8GB + 128GB અને 8GB + 256GB RAM અને સ્ટોરેજ સાથે આવશે. ફોનમાં ચાર્જિંગ સપોર્ટ જોવા જઈએ તો તે 90W સાથે 5,500mAh ધરાવતી બેટરી પણ મળી રહેશે.

Vivo Y400 5G ને ઊભી, સહેજ ઉંચી ગોળી આકારની રીઅર કેમેરા મોડ્યુલ સાથે જોવા મળે છે એ સાથે તેમાં બે કેમેરાના સેન્સર જેને બે ચોરસ સ્લોટમાં મૂકેલા જોઈ શકીએ છીએ ફોનની જાડાઈ જોઈએ તો તે અંદાજે 7.4mm હોય શકે છે ફોનની સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120Hz સાથે 4,500 nits પીક બ્રાઇટનેસ સાથે 6.77-ઇંચની ફુલ-HD+ 3D કર્વ્ડ AMOLED સ્ક્રીન મળી રહેશે સાથે તેમાં ફનટચ 15 સાથે જોવા મળશે અને AI આધારિત ફિચર્સ પણ જેમાં AI ટ્રાન્સક્રિપ્ટ આસિસ્ટ, AI સુપરલિંક, AI નોટ આસિસ્ટ, AI સ્ક્રીન ટ્રાન્સલેશન અને સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ જેવી સુવિધાઓ મળી રહેશે.

Comments
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. વધુ
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે આવશે Vivo T4 Lite 5G
  2. WhatsApp કહે છે કે તે ક્યારેય યુઝર્સના ફોન નંબર શેર કે વેચશે નહીં
  3. IP64-રેટેડ ડસ્ટ અને સ્પ્લેશ-રેઝિસ્ટન્ટ બિલ્ડ અને MIL-STD-810H મિલિટરી-ગ્રેડ ટકાઉપણું પ્રમાણપત્ર સાથે આવશે Realme Narzo 80 Lite 5G
  4. હાલ પ્રચલિત AI સુવિધાઓ સાથે ગૂગલના સર્કલ જેવા ફિચર્સ સાથે આવશે Vivo Y400 Pro 5G
  5. Nothing Phone 3, Nothing Headphone 1 ની સાથે લોન્ચ થશે
  6. ભારતમાં લોન્ચ થતાં પહેલાં Oppo K13x 5G ના લાંબા સમય સુધી ટકાવી શકાશે એ અંગેની વિગતો થઈ જાહેર
  7. Huawei Pura 80 Pro+ અને Pro માં 48-MP મેક્રો ટેલિફોટો કેમેરા સાથે થયા લોન્ચ
  8. 6,000mAh બેટરી ક્ષમતા સાથે લોન્ચ થશે Oppo K13x 5G
  9. Realme GT 7 ને 39,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો
  10. Realme GT 7 ને 39,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »