Photo Credit: Apple
આ વર્ષે એપલ WWDC 2025 9 જૂનના રોજ યોજશે, જાણો વધુ વિગતો
વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC) 2025 જૂનમાં યોજવવાની છે જેની જાહેરાત મંગળવારે એપલ દ્વારા કરવામાં આવી હતી. પાહહલા વર્ષોની જેમ આ વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ કેલિફોર્નિયાના એપલપાર્ક ખાતે યોજવાની છે. વિશ્વભરના લોકો આ ઇવેંટ ઓનલાઈન ટેલિકાસ્ટ દ્વારા જોઈ શકશે. WWDC 2025 કંપની આગામી વર્ષ માટેનું જે ટૂલ્સ, ટેકનોલોજી અને સોફ્ટવેર સુવિધાઓ પર કામ કરી રહી છે જેમઆ ઊંડાણપૂર્વક માહિતી આપવાનું વચન પૂરું પાડશે.WWDC 2025 તારીખ, સમય અને જાહેરાતો,એપલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે WWDC 2025 9 જૂનથી 13 જૂન દરમિયાન યોજવવાની છે જે કેલિફોર્નિયા ના ક્યુપાર્ટીનોમાં એપલ પાર્ક ખાતે યોજવામાં આવશે. જે 9 જૂનના રોજ સવારે 9 વાગ્યે જે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10 વાગ્યે એપલના CEO ટિમ કૂક દ્વારા આયોજિત વ્યક્તિગત કીનોટ સત્ર સાથે શરૂ થવાનું છે. કીનોટ વર્ષ દરમિયાન iOS, iPadOS, visionOS, watchOS અને tvOS જેવા વિવિધ એપલ પ્લેટફોર્મ પર આવનારા તમામ ગ્રાઉન્ડબ્રેકિંગ અપડેટ્સ અને ફેરફારો સાથેનું પૂર્વ અવલોકન કરવામાં આવશે.
કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે વિકાયસ્કર્તા એપલ ડેવલપર એપ્લિકેશન અને કંપનીની વેબસાઇટ પર મુખ્ય સેશનમાં હાજઋ આપવા માટે અરજી કરી શકે છે. જો કે આ બહકોને લિમિટેડ રાખવામાં આવી છે. કૅમ્પનીના કહેવા પ્રમાણે એપલના સ્વિફ્ટ સ્ટુડન્ટ ચેલેન્જના વિજેતાઓ પણ આ અનુભવ માટે અપલાય કરી શકે છે.
કીનોટ પછી એપલ સોફ્ટવેર અને પ્લેટ્ફોર્મસમાંથી થયેલા ડેવલપમેંટમાં ઊંડો અભ્યાસ કરવા માટે પ્લેટફોર્મ સ્ટેટ ઓફ ધ યુનિયાંનું પણ આયોજન કરવામાં આવી શકે છે. WWDC 2025 એપલ નિષ્ણાંતો સાથે 100થી વધુના તકનીકી સત્રો પણ યોજવામાં આવશે. જેનાથી ડેવેલોપર્સ નવી ટેકનોલોજી અને તેના ફ્રેમવર્ક વિષેની માહિતી મેળવી શકશે. સાથે જ તેઓ આ કોન્ફરન્સની જાહેરાતો અને ડિટેલ્સમાં માર્ગદર્શિકાઑ તેમજ દસ્તાવેજોનું પણ એક્સેસ મેળવી શકશે.
ક્યુપરટિનો સ્થિત ટેક જાયન્ટનું કહેવું છે કે ડેવલપર પ્રોગ્રામના સભ્યો અને એપલ ડેવલપર એન્ટરપ્રાઇઝ પ્રોગ્રામના સભ્યો સાથે ઓનલાઈન ગ્રુપ લેબ દ્વારા સીધા જોડાઈ શકે છે. એપલ ઇન્ટેલિજન્સ, ડિઝાઇન, ડેવલપર ટૂલ્સમ સ્વિફ્ટ આની તેના વધુ માર્ગદર્શન માટે એપોઇન્ટમેન્ટ સ્કીમનો પણ લાભ મેળવી શકે છે.
કંપની દ્વારા જાહેરાતો અંગેની ચુપ્પી સાધી હોવા છતા આગળની WWDCથી લઈને 2025માં યોજાશે ત્યાં સુધી શું આશાઓ રકહવી તેની જાણ આપી છે. આ સાથે જ એપલ તેના આવનારા ઓપરેટિંગ સિસ્ટમ iOS 19, iPadOS 19, macOS 16, watchOS 12 અને tvOS 19ની વિગતો જાહેર કરે તેવી ધારણાઓ બાંધવામાં આવી છે. જેને ફરીથી ડિઝાઇન કરેલા ઈન્ટરફેસ સાથેની મુખ્ય ડિઝાઇનમાં અપગ્રેડેશન પ્રાપ્ત થાય તેવી આશા રાખવામાં આવી છે. જેની સાધ જ Apple Vision Proના નજીકનો આનુભવ પણ અપાવી શકે છે. આમાં ફ્લોટિંગ ટેબ વ્યૂ, આઇકોનોગ્રાફી સહિતના અપડેટ્સ, UIમાં ગ્લાસ ઇફેક્ટ્સ અને કંપનીના હાર્ડવેર પોર્ટફોલિયો ઉપકરણો અને નાવા વિઝ્યુઅલ સિસ્ટમ તત્વોનો સમાવેશ થઈ શકે છે.
જાહેરાત
જાહેરાત