OPPO એ ભારતમાં OPPO Pad 5 ટેબ્લેટ લોન્ચ કર્યું છે. OPPO નું આ ટેબ્લેટ આ અઠવાડિયે OPPO Reno 15 સિરીઝ સાથે રજૂ કરાયું હતું
Photo Credit: Oppo
OPPO એ ભારતમાં OPPO Pad 5 ટેબ્લેટ લોન્ચ કર્યું.
OPPO એ ભારતમાં OPPO Pad 5 ટેબ્લેટ લોન્ચ કર્યું છે. OPPO નું આ ટેબ્લેટ આ અઠવાડિયે OPPO Reno 15 સિરીઝ સાથે રજૂ કરાયું હતું. OPPO Pad 5 ટેબ્લેટ ચીનમાં લોન્ચ થયેલા OPPO Pad 5 કરતા અલગ છે, કારણ કે તેમાં 12.1-ઇંચ 2.8K 120Hz એન્ટિ-ગ્લેર મેટ LCD સ્ક્રીન છે, અને તે ડાયમેન્સિટી 7300-અલ્ટ્રા દ્વારા સંચાલિત છે. Wi-Fi અને 5G મોડેલો પણ છે. OPPO Pad 5 ટેબ્લેટ Android 16 આધારિત ColorOS 16 પર ચાલે છે અને તેમાં ઓર્ગેનાઇઝેશનને સરળ બનાવવા અને પ્રોડક્ટિવિટી વધારવા માટે AI-સંચાલિત નોટ-ટેકિંગ ધરાવે છે. તેમાં 10,050mAh ની વિશાળ બેટરી છે, અને 4,096 સ્તરના પ્રેશર સેન્સિવિટી અને અલ્ટ્રા-લો લેટન્સી સાથે OPPO Pencil 2R ને સપોર્ટ કરે છે. તે 33W SuperVOOC વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ ટેબ્લેટમાં 12.1-ઇંચ 2.8K (2,800×1,980 પિક્સેલ્સ) LCD સ્ક્રીન છે, જે 120Hz સુધી રિફ્રેશ રેટ, 540Hz સુધી ટચ સેમ્પલિંગ રેટ, 900 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ, 284 ppi પિક્સેલ ડેન્સિટી અને 98 ટકા DCI-P3 કલર ગેમટ ઓફર કરે છે. આ ટેબ્લેટ ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7300 અલ્ટ્રા ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે આર્મ માલી-G615 MC2, 8GB LPDDR5x RAM અને 256GB UFS 3.1 ઇન્ટરનલ સ્ટોરેજ સાથે જોડાયેલ છે.
ઓપ્પો પેડ ના કેમેરા જોઈએ તો, 5 f/2.0 એપરચર, 77-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ અને ઓટોફોકસ સાથે સિંગલ 8-મેગાપિક્સલ રીઅર કેમેરાથી સજ્જ છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 8-મેગાપિક્સલ (f/2.0) ફ્રન્ટ-ફેસિંગ કેમેરા પણ છે. આ ટેબ્લેટ 30fps પર 1080p રિઝોલ્યુશન સુધીના વિડીયો રેકોર્ડ કરવામાં સક્ષમ છે.
તેમાં, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇ-કંપાસ, એક્સીલેરોમીટર, હોલ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર છે. કનેક્ટિવિટી માટે Wi-Fi 6, બ્લૂટૂથ 5.4 અને USB ટાઇપ-C પોર્ટ પણ છે. આ ટેબ્લેટની સાઈઝ 266x192.8x68mm છે અને તેનું વજન લગભગ 599g છે.
5G (વૈકલ્પિક), Wi-Fi 6 802.11 ax (2.4GHz + 5GHz), બ્લૂટૂથ 5.4, USB Type-C
10050mAh (typical) 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સાથેઆવે છે. તેમાં, ઓરોરા પિંક અને સ્ટારલાઇટ બ્લેક કલર ઉપલબ્ધ છે. કિંમત નીચે મુજબ છે
OPPO Pad 5 8GB રેમ અને 128GB Wi-Fi સાથે રૂ. 26,999 માં મળે છે તેમજ. OPPO Pad 5 8GB રેમ 256GB 5G સ્ટોરેજ સાથે રૂ. 32,999 માં મળે છે. આ ટેબ્લેટ 13 જાન્યુઆરીથી OPPO ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન સ્ટોર્સમાંથઈ ખરીદી શકાશે. તે હાલમાં પ્રી-ઓર્ડર કરી શકાય છે. લોન્ચ સમય તેમાં ઑફર્સ રહેશે. જેમાં, રૂ. 2000 સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ અને તે. 9 મહિના સુધી નો-કોસ્ટ EMI હેઠળ પણ મળશે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Realme Neo 8 Display Details Teased; TENAA Listing Reveals Key Specifications