એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમાં દર કલાકે નવી ઑફર્સ અને ડીલ્સ રજૂ થઈ રહી છે. અગ્રણી બ્રાન્ડના ટેબ્લેટ પણ તેમાં ઘણા સારા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યા છે.
Photo Credit: Apple
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં એપલ, સેમસંગ, લેનોવો અને અન્ય કંપનીઓના ટેબ્લેટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમાં દર કલાકે નવી ઑફર્સ અને ડીલ્સ રજૂ થઈ રહી છે. ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ને ધ્યાનમાં લઈ આ સેલ શુક્રવારે ચાલુ થયું હતું. ત્રણ દિવસથી ચાલતા આ સેલમાં અનેક લોકો ખરીદી કરી ઘટાડેલા ભાવ અને ઓફર્સનો લાભ લઈ રહ્યા છે. હજુ આ સેલ ચાલી રહ્યું છે અને સેલ દરમિયાન, ખરીદદારો આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉત્પાદનોની વિશાળ શ્રેણી શોધી શકે છે. જો તમે નવું ટેબ્લેટ શોધી રહ્યા છો, તો તમે Apple, Samsung, Lenovo, OnePlus, Xiaomi સહિતની અનેક જાણીતી બ્રાન્ડ્સના લેપટોપ નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં લઈ શકો છો. એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 માં અનેક ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ છે. ખરીદદારો SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બચતને મહત્તમ કરી શકે છે. પ્રાઇમ સિવાયના સભ્યોને વધારાની 10 ટકાની છૂટ મળે છે, જ્યારે પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સ 12.5 ટકાની વધારાની છૂટનો આનંદ માણે છે. ચોક્કસ રકમ કરતાં વધુ કિંમતની ખરીદીઓ માટે વધારાની બચત ઉપલબ્ધ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કાર્ડ-આધારિત ઑફર પ્રતિ વપરાશકર્તા આઠ વ્યવહારો સુધી મર્યાદિત છે.
Apple iPad Air પણ હાલમાં ડિસ્કાઉન્ટ હેઠળ મળી રહ્યું છે. આ ટેબલેટમાં સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં M3 ચિપસેટ છે. તેમાં લિક્વિડ રેટિના LCD સ્ક્રીન, 12-મેગાપિક્સલનો રીઅર કેમેરા અને સેલ્ફી અને વિડીયો કોલ માટે ફ્રન્ટમાં 12-મેગાપિક્સલનો સેન્ટરમાં કેમેરા છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi 6E અને બ્લૂટૂથ 5.3નો સમાવેશ થાય છે, જ્યારે Wi-Fi + સેલ્યુલર મોડેલ GPS, 5G અને 4G LTE નેટવર્ક માટે પણ સપોર્ટ ઉમેરે છે. 11-ઇંચ મોડેલમાં 28.93Wh બેટરી છે, જ્યારે 13-ઇંચ વેરિઅન્ટમાં 36.59Wh બેટરી છે, અને બંને મોડેલ USB ટાઇપ-C ચાર્જિંગને સપોર્ટ કરે છે. હાલમાં તેની કિંમતમાં ઘટાડો કરાતા Apple iPad Air રૂ. 59,900 ને સ્થાને રૂ. 50,990 માં મળી રહ્યું છે. આ સિવાય પણ અન્ય જાણીતી બ્રાન્ડના ટેબ્લેટ ડિસ્કાઉન્ટ હેઠળ ખરીદી શકાય છે. જેમાં,
Samsung Galaxy Tab S10 Lite જેની કિંમત એમેઝોનમાં રૂ. 41,999 માં લિસ્ટેડ છે તેને સ્થાને ઓફર બાદ તે રૂ. 31,999 માં મળી શકે છે. આજ પ્રમાણે
Lenovo Idea Tab 5G રૂ. 25,000 ટી ઘટીને રૂ. 20,998 માં,
OnePlus Pad Go 2 રૂ. 35,999 માં લિસ્ટેડ છે પરંતુ વિવિધ ઓફર બાદ તેને Rs. 31,999 માં લઈ શકાશે. Redmi Pad 2 Pro રૂ. 29,999 ને સ્થાને હાલમાં રૂ. 24,999 માં, Xiaomi Pad 7 રૂ. 37,999 ને સ્થાને રૂ. 27,999 માં ખરીદી શકાશે.
ces_story_below_text
જાહેરાત
જાહેરાત
Rockstar Games Said to Have Granted a Terminally Ill Fan's Wish to Play GTA 6
Oppo K15 Turbo Series Tipped to Feature Built-in Cooling Fans; Oppo K15 Pro Model Said to Get MediaTek Chipset