રૂ. 299ના રિચાર્જ પર જીઓ યુઝર્સ માટે IPL લાઈવ જોવા 90 દિવસનું જીઓહૉટસ્ટાર સબ્સ્ક્રિપ્શન અને જીઓફાઈબરનું મફત ટ્રાયલ
Photo Credit: Reuters
રિલાયન્સ જિયોના પસંદગીના પ્રીપેડ પ્લાન JioHotstarનું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે
રિલાયન્સ જીઓ એ IPL શરૂ થવાના પહેલા તેના પ્રીપેઇડ યુઝર્સ માટે એક ખાસ ઓફર લાવી છે. જીઓ યુઝર્સને રૂ.299 અથવા તેથી વધુ રિચાર્જ પર 90 દિવસ માટે મફત જીઓહૉટસ્ટાર સબ્સ્ક્રિપ્શન મળશે, જેના દ્વારા તેઓ IPL સહિત 4K ક્વોલિટીમાં ફિલ્મો, શો, ડોક્યુમેન્ટરીઝ અને એનિમે પણ જોઈ શકશે. એ સિવાય, જીઓ યુઝર્સ માટે જીઓ એરફાઈબર અથવા જીઓફાઈબરનું 50 દિવસનું મફત ટ્રાયલ પણ આપવામાં આવશે. જીઓની આ ઓફર 17 માર્ચથી 31 માર્ચ સુધી માન્ય રહેશે, એટલે કે આ સમયગાળા દરમિયાન રિચાર્જ કરનારા તમામ યુઝર્સને આ લાભ મળશે. IPL 22 માર્ચથી શરૂ થઈ રહ્યું છે, અને જીઓ યુઝર્સ 90 દિવસ સુધી મફત જીઓહૉટસ્ટાર પર તમામ મેચો લાઈવ જોઈ શકશે.
જીઓ ના નવા અને હાલના યુઝર્સ માટે રૂ.299 અથવા તેથી વધુના રિચાર્જ પર ખાસ લાભ મળી શકે છે. આ પ્લાનમાં અણલિમિટેડ કોલિંગ, દરરોજ 1.5GB ડેટા, અને 100 SMSનો સમાવેશ થાય છે. ઉપરાંત, યુઝર્સને જીઓCloud, જીઓTV અને અન્ય એપ્લિકેશન્સનો એક્સેસ પણ મળશે. જો કોઈ યુઝર્સ અનલિમિટેડ 5G ઇન્ટરનેટનો લાભ લેવા માંગતા હોય, તો તેઓ 2GB પ્રતિદિન અથવા તેથી વધુ ડેટા વાળા પ્લાનની પસંદગી કરી શકે છે.
જીઓ એરફાઈબર અને જીઓફાઈબરના 50 દિવસના મફત ટ્રાયલ સાથે પ્રીમિયમ એક્સ્પિરિયન્સ
જીઓ એરફાઈબર અથવા જીઓફાઈબર ના મફત 50 દિવસના ટ્રાયલથી યુઝર્સને ઘરમાં હાઈ-સ્પીડ Wi-Fi, 800+ ચેનલ્સ અને 11+ OTT એપ્સનો એક્સેસ મળશે. આ સર્વિસ ખાસ કરીને ઘરે એન્ટરટેઇનમેન્ટની શ્રેષ્ઠ ક્વોલિટી આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
જે યુઝર્સ 17 માર્ચ પહેલાં રિચાર્જ કરી ચુક્યા છે, તેઓ રૂ.100 ના સ્પેશિયલ પેક સાથે આ ઓફરનો લાભ લઈ શકે છે. IPLની શરૂઆત સાથે, જીઓહૉટસ્ટાર સબ્સ્ક્રિપ્શન આપમેળે એક્ટિવેટ થઈ જશે અને 90 દિવસ સુધી ચાલુ રહેશે.
જાહેરાત
જાહેરાત
Kepler and TESS Discoveries Help Astronomers Confirm Over 6,000 Exoplanets Orbiting Other Stars
Rocket Lab Clears Final Tests for New 'Hungry Hippo' Fairing on Neutron Rocket