એરટેલ એ લોન્ચ કર્યું ત્રણ શાનદાર પ્રીપેડ પેક જે આપશે વિવિધ OTT પ્લેટફોર્મની ઍક્સેસ

એરટેલનો ઓલ-ઇન-વન OTT પેક થશે ફક્ત રૂ. 279 થી શરૂ

એરટેલ એ લોન્ચ કર્યું ત્રણ શાનદાર પ્રીપેડ પેક જે આપશે વિવિધ OTT પ્લેટફોર્મની ઍક્સેસ

Photo Credit: Reuters

Airtel’s new all-in-one OTT prepaid recharge portfolio includes four plans

હાઇલાઇટ્સ
  • એરટેલનો નવો મનોરંજન પેક પ્રીપેડ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે
  • ૫૯૮ રૂપિયાના પ્લાનમાં ઓટીટી એક્સેસની સાથે કોલિંગ અને ડેટા બેનિફિટ્સ પણ આપ
  • ૨૭૯ રૂપિયાનો પ્લાન એક મહિના માટે મુખ્ય OTT પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન લા
જાહેરાત

ગયા મંગળવારે એરટેલ એ તેના ગ્રાહકો માટે એક નવો OTT રિચાર્જ પ્લાનની જાહેરાત કરી જેમાં એરટેલનો એક નવી પ્લાન જે હાલમાં 25 કરતાં પણ વધુ OTT પ્લેટફોર્મને કામ કરવાની પરવાનગી આપે છે એ સાથે એક નવો પ્લાન જે રૂ.279થી શરૂ થાય છે જે એક મહિના સુધીની માન્યતા સાથે આવે છે. જેમાં કંપની ગ્રાહકોને Netflix, Jio Hotstar, Zee5 અને Sonyliv જેવા પ્લેટફોર્મ પર મનોરંજન જોવા માટેની મંજૂરી આપે છે એ સાથે ટેલિકોમ કંપનીએ રૂ.598 અને રૂ.1729 એમ બે રિચાર્જ પેક છે જે અનુક્રમે 28 તેમજ 84 દિવસની માન્યતા ધરાવે છે આ દરેક યોજનાઓ ગ્રાહકોને 5G અમર્યાદિત ડેટા તેમજ અમર્યાદિત કોલિંગની સુવિધા પૂરી પાડે છે.

જાણો એરટેલના ઓલ-ઈન-વન OTT પેકના ફાયદા :

એરટેલ દ્વારા ગ્રાહકો માટે એક નવો પ્લાન ઓલ-ઇન-વન OTT બંડલ પેક લોન્ચ કરવામાં આવ્યો છે જે રૂ.279, રૂ.598 તેમજ રૂ.1729 એ મુજબના પ્લાન લોન્ચ કર્યા છે આ નવા પ્લાનમાં Netflix, Jio Hotstar, Zee5, Sonyliv, LionsgatePlay, AHA, SunNxt, Hoichoi, ErosNow, ShemarooMe અને બીજા ઘણા બધા OTT પ્લેટફોર્મનું ઍક્સેસ મળી રહે છે. તે સાથે ગ્રાહકોને ફક્ત એક જ સબ્સ્ક્રિપ્શન જે 16 થી વધુ ભાષાઓમાં ઇન્ટરેક્ટિવ અને પ્રાદેશિક સામગ્રી જોવાની મંજૂરી આપે છે અને આ યોજના અમર્યાદિત 5G ડેટા સાથે આવે છે.

એરટેલનો 279 રૂપિયાનો રિચાર્જ પ્લાન એક મહિના માટે સીમિત હોય છે. આ પ્લાન ગ્રાહકોને Netflix Basic, Zee5, jioHotstar અને Airtel Xstream Play Premium ના સબ્સ્ક્રિપ્શન આપે છે. એરટેલે કહ્યું છે કે આ પેક સાથે વધારાના રૂ.750 ચૂકવીને ગ્રાહકો વિવિધ લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની ઍક્સેસ સરળતાથી મેળવી શકશે અને જોડે અમર્યાદિત 5G ડેટા તેમજ અમર્યાદિત કોલ્સનો લાભ મળી રહેશે. એ સાથે એરટેલનો રૂ.598નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ગ્રાહકોને અમર્યાદિત 5G ડેટા, અમર્યાદિત વોઇસ કોલ્સ, તેમજ ઉપરોક્ત તમામ OTT પ્લેટફોર્મની ઍક્સેસ આપે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને રૂ.1,729નો રિચાર્જ પ્લાન વિશે વાત કરીએ તો ગ્રાહકોને 84 દિવસની માન્યતા સાથે અમર્યાદિત ડેટા તેમજ અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને સમાન OTT પ્લેટફોર્મ લાભો પ્રદાન કરે છે.

Comments
Gadgets 360 Staff
 ...વધુ
        
    
ફેસબુક પર શેર કરો Gadgets360 Twitter Shareટ્વીટ શેર કરો Snapchat રેડિટ ટિપ્પણી

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. સેમસંગ દ્વારા One UI 8 માં OEM અનલોકિંગ વિકલ્પ બધા માટે દૂર કરાયો
  2. અપેક્ષિત ડેબ્યૂ પહેલા Oppo Reno 14FS 5G ની કિંમત, ડિઝાઇન અને સ્પષ્ટીકરણો લીક થઈ ગયા
  3. ઇન્ફિનિક્સે ભારતમાં શુક્રવારે તેનો સ્માર્ટફોન Infinix Smart 10 લોન્ચ કર્યો
  4. રિયલમીએ Realme 15 Pro 5G અને Realme 15 5G ભારતીય બજારમાં મૂક્યા છે
  5. Moto G86 Power 3૦ જુલાઈએ ભારતમાં લોન્ચ કરાશે
  6. Itel કંપનીએ ભારતમાં બુધવારે તેનો ત્રણ ઇંચ ડિસ્પ્લે ધરાવતો નવો ફોન Itel Super Guru 4G Max ફીચર લોન્ચ કર્યો છે
  7. ભારતમાં Lava Blaze Dragon 5G ફોન 25 જુલાઈએ ૧૨ વાગે લોન્ચ કરાશે
  8. Redmi ચાઇનિઝ કંપની ભારતમાં તેના 11 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે
  9. Asus Vivobook 14 ભારતમાં 22 જુલાઈથી ભારતમાં ઉપલબ્ધ
  10. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોન આઈડિયા હરીફો સામે ટકી રહેવા લાવી નવી ઓફર
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »