Vodafone Idea ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર, દ્વારા તેના પસંદગીના ગ્રાહકોને રૂ. 199 અને Rs. 179 ના પ્રિપેડ પ્લાન હેઠળ વધારાના લાભ જાહેર કર્યા છે
Photo Credit: Reuters
વોડાફોન આઈડિયાના ૧૯૯ રૂપિયાના પ્રીપેડ પ્લાનની માન્યતા ૨૮ દિવસની છે
Vodafone Idea ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર, દ્વારા તેના પસંદગીના ગ્રાહકોને રૂ. 199 અને Rs. 179 ના પ્રિપેડ પ્લાન હેઠળ વધારાના લાભ જાહેર કર્યા છે અને તે પ્રમાણે કંપની રૂ. 199 પ્લાન લેનારને દિવસ દીઠ 1GB ડેટા વધુ આપશે. હાલમાં વોડાફોન આઈડિયા તેના ગ્રાહકોને 28 દિવસના આ પ્લાન હેઠળ 2GB આપી રહી છે. આ ઉપરાંત કંપની દ્વારા રૂ. 179 પ્લાન લેનાર માટે પણ ખાસ ઓફર લાવી છે જો કે, હજુસુધી તેના અંગે કોઈ માહિતી જાહેર કરાઈ નથી.વોડાફોન દ્વારા જૂના પ્લાનમાં નવા લાભ ઉમેરાયા,વોડાફોન આઇડિયા તેના રૂ. 199 અને રૂ. 179 પ્લાન ખરીદનાર કેટલાક પસંદગીના ગ્રાહકો માટે ખાસ ઓફર લાવી છે. કંપની દ્વારા કેટલાક પસંદગીના સર્કલના ગ્રાહકોને આ લાભ આપશે. હાલમાં કંપની 28 દિવસ માન્યતા ધરાવતા રૂ. 199ના આ પ્લાન હેઠળ અમર્યાદિત કોલ્સ, 2GB ડેટા અને ૩૦૦ મેસેજ ઓફર કરે છે. જેમાં દિવસ દીઠ વધુ 1GB ડેટા આપશે. આ ઉપરાંત કંપનીની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે રૂ. 179નો પ્રિપેડ પ્લાન લેનારને કંપની 28 દિવસ ફ્રી 300 મેસેજ અને અમર્યાદિત કૉલિંગનો લાભ આપે છે.
આમ, જોઈએ તો, આ પ્લાનની વેલિડિટી અગાઉ 24 દિવસની હતી. આમ, તેમાં વધુ ચાર દિવસની માન્યતા ઉમેરાઈ છે. જો કે, આ પ્લાન રોજના 1GB ડેટા પણ આપે છે જેને આ ચાર દિવસ વધારવામાં આવેલી માન્યતા હેઠળ આવરી લેવાયું હોય તેમ જણાતું નથી.
તાજેતરમાં જ Vodafone Ideaની હરીફ કંપની એરટેલ દ્વારા ઉપખંડમાં તેના પ્રિપેઇડ ગ્રાહકો માટે રૂ. 189નો નવો પ્લાન રજૂ કરાયો છે જેમાં, અમર્યાદિત લોકલ, એસટીડી અને રોમિંગ કોલ આપવામાં આવ્યા છે. તેને કારણે આ પ્લાન ગ્રાહકો માટે સસ્તો રિચાર્જ પ્લાન બની રહ્યો છે. આ સંજોગોમાં તેની સામે હરીફાઈ માટે આ પગલું વોડાફોન દ્વારા લેવાયાનું માનવામાં આવે છે. હાલમાં જ Vodafone Idea દ્વારા મહિનાની શરૂઆતમાં મૈસુરમાં તેની 5G સેવા શરૂ કરાઇ હતી.
જેમાં આ ટેલિફોન સર્વિસ પ્રોવાઇડરે જણાવ્યું કે, કર્ણાટકના આ શહેરમાં 5G સ્માર્ટફોન વાપરનારા તેની 5G ડેટા સુવિધાનો લાભ લઈ શકશે. આ માટે કંપનીએ સેમસંગ સાથે પણ હાથ મેળવ્યા છે. આ સાથે જ કંપની દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ સારા નેટવર્ક માટે વધુ સ્પેક્ટ્રમ પણ ઊભા કરાઈ રહ્યા છે.
જાહેરાત
જાહેરાત